Surat News ; સુરતના કુબેરજી ટેક્સટાઇલ માર્કેટમાં 5મા માળે આગ:બે કલાકની જહેમત બાદ કાબૂમાં આવી, દુકાનમાં કાપડનો માલ બળીને ખાક; સદનસીબે કોઈ જાનહાનિ નહી
સુરતના સારોલી વિસ્તારમાં આવેલી કુબેરજી ટેક્સટાઇલ માર્કેટમાં આગની ઘટના બની છે. કુબેરજી માર્કેટમાં 8મા માળે દુકાનમાં આગની ઘટના બની છે. આ ઘટનાની જાણ લોકોએ ફાયર વિભાગને કરી હતી. જેથી ફાયર વિભાગના માન દરવાજા, ડુંભાલ, પુણા, મોટા વરાછા, સરથાણા, ડિંડોલી, મજૂરા, કતારગામ અને કાપોદ્રા ફાયર સ્ટેશનની 18થી વધુ ગાડીઓ હાલ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. દુકાનમાં રહેલો કાપડનો માલ બળીને ખાક થઈ ગયો હતો. જોકે, આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી.
મળતી માહિતી પ્રમાણે, કુબેરજી વર્લ્ડ માર્કેટમાં આવેલા પાંચમા માળે 5044 નંબરની દુકાનમાં આ આગ લાગી હતી. આ ટેક્સટાઇલ માર્કેટમાં બે માળ જેવો એક માળ હોય છે. જોવા જઈએ તો આ આગ દસમા માળ જેટલી ઊંચાઇ પર લાગેલી હતી. કુબેરજી વર્લ્ડ માર્કેટ જે માળ પર આગ લાગી હતી. ત્યાં આઠથી દસ જેટલી દુકાનોનો એક મોટો હોલ આવેલો છે. જેમાં આ કાપડનો બિઝનેસ કરવામાં આવતો હતો. આજે અચાનક આ દુકાનમાં આગ લાગી ગઈ હતી.
આ આગ લાગતાની સાથે જ ફાયરની સાથે સારોલી પોલીસનો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. ફાયર વિભાગની સાથે મળીને ઉપરના ત્રણ માળમાં રહેલા લોકોને તાત્કાલિક નીચે ઉતારી લેવામાં આવ્યા હતા. ટેક્સટાઈલ માર્કેટમાં આગ લાગી હોવાથી પાવર કટ કરી દેવામાં આવ્યો હતો. જેથી, તમામ લોકોને દાદરથી નીચે ઉતારવામાં આવ્યા હતા. ફાયર વિભાગની 18થી વધુ ગાડીઓ દ્વારા બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.
જોકે કાપડનો જથ્થો ખાખ થઈ જવાથી મોટા નુકસાનની શક્યતા છે. જ્યારે આગમાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી.મળતી માહિતી પ્રમાણે, સુરતના સારોલી વિસ્તારમાં કુબેરજી ટેક્સટાઇલ માર્કેટ આવેલી છે. આ માર્કેટમાં આઠમા માળે એક કાપડની દુકાન આવેલી છે. સવાપાંચ વાગ્યા આસપાસ આઠમા માળે આવેલી કાપડની દુકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. દુકાનમાં કાપડનો જથ્થો હોવાથી ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળરૂપ ધારણ કરી લીધું હતું. ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી હોવાની જાણ થતાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો.
દુકાનમાં આગ લાગી હોવાની જાણ લોકોએ ફાયર વિભાગને કરી હતી. ટેક્સટાઇલ માર્કેટમાં આઠમા મળે આગ લાગી હોવાના પગલે ડુંભાલ કાપોદ્રા અને સરથાણા ફાયર સ્ટેશનની બહાર જેટલીઓ ગાડી ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર વિભાગ દ્વારા આગ વધુ ન પ્રસરે એવા પ્રયાસ શરૂ કરવામાં આવ્યા હતા. આ સાથે જ દાદર અને લેડર દ્વારા પાણીનો મારો શરૂ કરવામાં આવ્યો હતો. આ આગમાં કાપડનો જથ્થો હોવાથી સંપૂર્ણ બળીને ખાક થઈ ગયો છે. હાલ કોઈપણ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી હોવાના પગલે ગંભીરતાથી લેવામાં આવ્યું હતું અને ચીફ ફાયર ઓફિસર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા છે. આ ઝડપથી કાબૂમાં આવી જાય અને વધુ ન પ્રસરે એની સાવચેતી લેવામાં આવી રહી છે. દુકાનની અંદર બે સાઈડથી પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. અગાઉ પણ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગમાં લેડરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એવી જ રીતે તાત્કાલિક લેડરના ઉપયોગથી પાણીનો મારો ચલાવવામાં આવ્યો.
આ પણ વાંચો: ગુડિયા હત્યા કેસ: પોલીસ કસ્ટડીમાં મૃત્યુ કેસમાં IG સહિત 8 પોલીસકર્મીઓને આજીવન કેદ
આ પણ વાંચો: ગુડિયા હત્યા કેસ: પોલીસ કસ્ટડીમાં મૃત્યુ કેસમાં IG સહિત 8 પોલીસકર્મીઓને આજીવન કેદ
આ પણ વાંચો: બનાસકાંઠાના અમીરગઢમાં 3 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ કેસમાં આરોપીને આજીવન કેદની સજા
