Firing/ ઓસ્ટ્રેલિયાના કેનબેરા એરપોર્ટ પર ફાયરિંગ,અફરાતફરીનો માહોલ

ઓસ્ટ્રેલિયાના કેનબેરા એરપોર્ટ પર ફાયરિંગના સમાચાર સામે આવ્યા છે. ફાયરિંગ બાદ એરપોર્ટ પર અફરાતફરી મચી ગઈ હતી

Top Stories World
11 15 ઓસ્ટ્રેલિયાના કેનબેરા એરપોર્ટ પર ફાયરિંગ,અફરાતફરીનો માહોલ

ઓસ્ટ્રેલિયાના કેનબેરા એરપોર્ટ પર ફાયરિંગના સમાચાર સામે આવ્યા છે. ફાયરિંગ બાદ એરપોર્ટ પર અફરાતફરી મચી ગઈ હતી, જે બાદ ઉતાવળમાં એરપોર્ટને સંપૂર્ણપણે ખાલી કરાવવામાં આવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે એરપોર્ટ પરથી એક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે.

આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. કેનબેરા એરપોર્ટ પરથી ઘટનાની કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં બે સુરક્ષાકર્મીઓ જમીન પર પડેલા એક વ્યક્તિને શોધી રહ્યાં છે અને તેને હાથકડી લગાવી રહ્યાં છે. તે જ સમયે, કેટલીક તસવીરોમાં, એરપોર્ટના અરીસા પર ગોળીઓના નિશાન જોવા મળ્યા હતા. કાચ પર એક નહીં પણ ચાર ગોળીઓના નિશાન જોવા મળ્યા. જો કે મળતી માહિતી મુજબ 8 થી 10 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે.

પોલીસે નિવેદન જારી કરીને કહ્યું કે આરોપીએ એકલા હાથે આ ઘટનાને અંજામ આપ્યો છે. જો કે આ હુમલામાં કોઈ નુકસાનના અહેવાલ નથી. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. હુમલાખોર પાસેથી એક બંદૂક પણ મળી આવી છે. આ સાથે ઘટનાના સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે. આની નજીકથી તપાસ કરવામાં આવશે.

ACT પોલીસે જણાવ્યું હતું કે લગભગ 1.30 વાગ્યે મુખ્ય ટર્મિનલ ધરાવતી બિલ્ડિંગમાં ગોળીબારનો અવાજ સંભળાયો હતો. ગોળીબાર બાદ ઘટનાસ્થળે દોડધામ મચી ગઈ હતી. લોકો પોતાનો જીવ બચાવવા માટે અહીં-તહીં દોડવા લાગ્યા. પરંતુ સદનસીબે આ હુમલામાં કોઈને ઈજા થઈ નથી.

એક મહિલાએ જણાવ્યું કે ગોળીબારનો અવાજ સાંભળતા જ અમે ડરી ગયા, મેં પાછળ ફરીને જોયું તો મારી પાછળ એક વ્યક્તિ ઉભો હતો, તેના હાથમાં પિસ્તોલ હતીફાયરિંગ થતા લોકોમાં દહેશત જોવા મળી હતી. પોલીસે કહ્યું કે સાવચેતીના ભાગરૂપે ટર્મિનલ ખાલી કરાવવામાં આવ્યું છે અને સ્થિતિ નિયંત્રણમાં છે અને લોકોને આ સમયે એરપોર્ટ પર ન આવવા માટે કહેવામાં આવ્યું છે.