America/ વિદાય સંદેશમાં ફર્સ્ટ લેડી મેલાનીયા ટ્રમ્પે કહ્યું, – ‘હિંસાને ક્યારેય યોગ્ય ઠેરવી શકાય નહીં’

વિદાય સંદેશમાં ફર્સ્ટ લેડી મેલાનીયા ટ્રમ્પે કહ્યું, – ‘હિંસાને ક્યારેય યોગ્ય ઠેરવી શકાય નહીં’

Top Stories World
crime 8 વિદાય સંદેશમાં ફર્સ્ટ લેડી મેલાનીયા ટ્રમ્પે કહ્યું, - 'હિંસાને ક્યારેય યોગ્ય ઠેરવી શકાય નહીં'

જો બીડેનના શપથ ગ્રહણને હજુ એક દિવસ બાકી છે.  અને આમ જ ડોનાલ્ડ ટ્રમ્પની વ્હાઇટ હાઉસથી વિધિવત વિદાય પણ થઇ રહી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો વતી આ મહિને યુ.એસ. સંસદ ભવનમાં હિંસા ફાટી નીકળી હતી,અને અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ સતત ચૂંટણી પ્રક્રિયામાં ભ્રસ્તાચારના આરોપ લગાવી રહ્યા છે. આ હિંસાની ઘટનાનો ઉલ્લેખ પ્રથમ મહિલા પ્રમુખ મેલાનિયા ટ્રમ્પે તેના છેલ્લા સંદેશમાં કર્યો હતો. સોમવારે પોતાના છેલ્લા સંદેશમાં મેલાનિયાએ કહ્યું હતું કે લોકોને ‘દરેક બાબતમાં ઉત્સાહિત થવું જોઈએ પણ હિંસાનો આશરો લેવો જોઈએ નહીં’.

તમને જણાવી દઇએ કે 6 જાન્યુઆરીએ, ટ્રમ્પ સમર્થકોનું જૂથ યુએસ કેપીટલ બિલ્ડિંગમાં પ્રવેશ્યું હતું, જ્યાં બેટલ ગ્રાઉન્ડ રાજ્યોના ચૂંટણી મતોની પુષ્ટિ થઈ રહી હતી, જેમની ચૂંટણીમાં ટ્રમ્પે ધાંધલનો દાવો કર્યો હતો. ટ્રમ્પે તેમના હજારો સમર્થકોની સામે મતદાનમાં છેતરપિંડીની વાત કરી હતી અને ‘છેતરપીંડી અટકાવવા’ માટે ટેકો માંગ્યો હતો. આ રમખાણોમાં પાંચ લોકોનાં મોત નીપજ્યાં હતાં.

Gujarat /  શ્રમિક લાભાર્થી માટે ચાલતી અન્નપૂર્ણા યોજના બંધ શા માટે બંધ…

America / પ્રમુખ જો બિડેનની ટીમમાં સામેલ આ કચ્છી કન્યાએ વધાર્યું ગુજરા…

કોવિડ -19 વચ્ચે ચિંતા વ્યક્ત કરતા મેલાનિયાએ લોકોને સાવચેતી રાખવા જણાવ્યું હતું. તેમણે કોવિડથી પોતાનો જીવ ગુમાવનારા લોકોના પરિવારોને દિલાસો આપ્યો અને હેલ્થકેર અને ફ્રન્ટલાઈન કામદારોનો આભાર માન્યો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…