First phase polling/ પ્રથમ તબક્કાની ચૂંટણીમાં બપોરે એક વાગ્યા સુધી 34.65 ટકા મતદાન, ભારે ઉત્સાહ મતદારોમાં

ગુજરાતમાં આજે સૌરાષ્ટ્ર-કચ્છની 54 અને દક્ષિણ ગુજરાતની 35 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન શરૂ છે. 

Gujarat Gujarat Assembly Election 2022
First phase polling

First phase polling  ગુજરાતમાં આજે સૌરાષ્ટ્ર-કચ્છની 54 અને દક્ષિણ ગુજરાતની 35 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન શરૂ છે.  ત્યારે આજે બપોરના 1 વાગ્યા સુધીમાં 34.65 ટકા મતદાન તમામ 89 બેઠકો પર થયું છે. સૌથી વધુ મતદાન તાપી જિલ્લામાં થયું છે. જ્યારે સૌથી ઓછું મતદાન પોરબંદર જિલ્લામાં 30.06 ટકા થયું છે.

ઉલ્લેખનીય છે કે પહેલા તબક્કાની ચૂંટણી માટે મતદારો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાજપના શાસનના ભરોસા પર મતદાન કરશે કે પછી પરિવર્ત માટે મતદાન કરશે તે જાવાનું રહ્યું. આ વખતે મોંઘવારી,પેપરકાંડ,સહિતના સ્થાનિક મુદ્દાઓ ચૂંટણી પર અસર કરે તેવી સંભાવના રહેલી છે. પરતું મોદીની લોકપ્રિયતા ભાજપ માટે બોનસ પોઇન્ટ છે.

ઉલ્લેખનીય છે કે આજે મતદાન દક્ષિણ ગુજરાત, કચ્છ  અને સૌરાષ્ટ્માં યોજાશે. અહિના મતદારોની મૈાન બધી પાર્ટીઓ માટે રેડ એલર્ટ સમાન છે. આજે રાજ્યની 182માંથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની 89 સીટ પર સવારે 8 વાગ્યે મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. પહેલા તબક્કાની 89 સીટમાંથી હાલ ભાજપ પાસે 58 અને કોંગ્રેસ પાસે 26 જ્યારે BTP પાસે 2 અને NCP પાસે એક સીટ છે. જ્યારે દ્વારકા અને વિસાવદર સીટ ખાલી પડેલી સીટ છે. આ 89 સીટમાંથી ભાજપને 48 અને કોંગ્રેસને 38 સીટ મળી હતી. જ્યારે BTPને 2 અને NCPને એક સીટ મળી હતી.

નોંધનીય છે કે ભાજપને ઇન્કબેકસીનો ડર સતાવી રહ્યો છે પરતું મોદીની લોકપ્રિયતા આજે પણ બરકારાર છે.ભાજેપ પહેલાથી જ તડામાર તૈયારીઓ કરી લીધી હતી અને મેગા રેલીઓનો આયોજન કરીને જીતવા માટે કમર કસી છે, જયારે કોંગ્રેસે ખાટલા પરિષદ કરીને પ્રચાર કર્યો જયારે આમ આદમી પાર્ટીએ પણ વીજળી ફ્રી ની જાહેરાત કરીને મતદારોને આકર્ષવાની સ્ટ્રેજી બનાવી છે, હાલ મતદારોને મિજજા શું છે તે જાણવું મુશ્કેલ છે. પરિવર્ત કરશે કે ભાજપ પર ફરી ભરોસો કરશે તે જોવાનું રહ્યું, મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Wreath/વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદમાં ભવ્ય રોડ શો કરશે, પુષ્પાંજલિ યાત્રા નરોડાથી શરૂ થશે…