ઉના/ વાવાઝોડામાં નુકશાન પામેલી 54 બોટના માછીમારને તંત્રએ ઠેંગો બતાવ્યો

40 વર્ષથી રોજગાર માટે કાળી મજુરી કરતા માછીયારાને પાણી, વિજળી, શિક્ષણ રસ્તા જેવી પ્રાથમિક સુવિધા નથી મળી રહી, સમસ્યા, નિવેડાની મીટ માંડતા વ્યથીત દરિયા ખેડુત દર દર ભટકી રહ્યા છે કોઈ સાંભળતું નથી..

Top Stories Gujarat
gehlot 13 વાવાઝોડામાં નુકશાન પામેલી 54 બોટના માછીમારને તંત્રએ ઠેંગો બતાવ્યો

ઉના તાલુકાના રજવાડા સમયનું પુરાણું સીમર બંદર એક સમયે દેશ વિદેશના વિશાળ ફલક પર નામના ધરાવતું હતું. વરસો જતાં દરીયામાં બારૂ પુરાઈ ગયું. અને આ બંદર પર સીમર, સૈયદ રાજપરા, ખડા, કાળાપાણના ગામના નાની પિલાણ હોડી ધરાવતા પછાત બંક્ષીપંચ સમાજનાં સો જેટલા માછીમાર 500ની વસ્તી ધરાવતા માછીમાર પરીવારો નાના બાળકો સાથે ઝુંપડા બાંધીને રહે છે.  60 જેટલી હોડી રાખી માછીમારનો વ્યવસાય 40 વર્ષ થી કરી રહ્યો છે. લાંબા સમયથી દરિયાનાં અર્ધા કિ.મી. અંતરે રહેણાંક ધરાવી આખું વર્ષ માછીમારી કરી ગુજરાન ચલાવે છે. આ માછીમારના ઝુંપડામાં વિજળી, નળ વાટે પાણી નજીકમાં શિક્ષણ અને વાહન પણ ન ચાલી શકે તેવો રસ્તો પણ આજ દિવસ સુધી જોવાં નહીં મળતા માનવતા પણ લાજી ઉઠે તેવી દયનીય દ્ર્શ્યો જોવા મળી રહ્યા છે.

સાત વર્ષ પહેલાં દીવ કેન્દ્રની હદમાંથી પ્રશાસને કાઢી મુક્તા ગુજરાતની હદમાં માલીકીની બંજર ખેતીની જમીન ભાડે રાખી 100 પરીવારો ઝુંપડા બાંધીને પોતાની ફાયબર હોડીમાં માછીયારા માછીમારીનો વ્યવસાય કરીને રોજગારી મેળવે છે. લોકડાઉન અને કોરોના સમય પછી આવી પડેલાં તાઉતે વાવાઝોડા એ માછીમારની 60 બોટને આંશિક નુકશાન થતા બોટની જાળ સાધનો મશીનો નષ્ટ થયા હતા. દરિયાઈ સીમામાં તણાઈ ગયા. અને બેધર લાચાર બની ગયેલા માછીમારો માટે સરકારે સહાય પેકેજ જાહેર કરતા માછીમારોમાં નવી આશા ઓ જાગી બોટ સમી સરખી કરવાં પૈસા આવશે તો રીપેરીંગ કરી ધંધો શરૂ કરીશું.

gehlot 14 વાવાઝોડામાં નુકશાન પામેલી 54 બોટના માછીમારને તંત્રએ ઠેંગો બતાવ્યો

અસરગ્રસ્ત માછીયારા આશા ભર્યા હતા. તમામ હોડીનાં કોલ લાઈસન્સ આપ્યા પણ ફીશરીઝ ડીપાર્ટમેન્ટે માત્ર છ હોડી માલીકોને સામાન્ય સહાય આપીને 54 બોટ માલીકો ને ઠેંગો બતાવી દીધેલ હતો. જ્યારે તંત્ર દ્વારા સર્વે કર્યા બાદ નુક્શાન થયેલ હોવા છતાં પણ સહાય ચુકવાઈ ન હોય તંત્ર એ અન્યાય કરી માછીમારની કમર ભાગવાનું પાપ કરતાં ગરીબ અભણ માછીમારો સહાય માટે દર દર ભટકી રહ્યો હોવા છતાં કોઈ  ફરીયાદ સાંભળતું ન હોવાનો શૂર ઉઠી રહ્યો છે.

કોરોના, વાવાઝોડા બાદ ડીઝલનાં વધતાં ભાવ માછલીના અપૂરતા ભાવો વચ્ચે પોતાના જીવ જોખમે દરિયાઈ સીમાના પાણીમાં માછીમારી કરતાં સાગર ખેડુતનો સહારો એવી હોડીને નુકશાનીનું વળતર ચુકવવા જાફરાબાદ ફીશરીઝ ડીપાર્ટમેન્ટ નાં અધિકારી ની જૉ હુકમની અને કાયદા નિયમો હેઠળ ગરીબ માછીમાર ની યાતનાઓ ન સાંભળી. ખરેખર અસરગ્રસ્ત બન્યાહોવા છતાંય કાયદેસર સરકારની ફી ભરી ફીસીગ કરતાં આ ગરીબ અભણ માછીમારને બરબાદ કરવાની રીતી નીતી માછીમારનાં નાનાં ભૂલકા દીકરી અને વિધવા બીમાર વયોવૃધ્ધોની દયનિય પરીસ્થિતી તંત્ર અને સરકાર માટે શરમજનક હોવાનું માછીમારો જણાવી રહ્યા છે. રાજય સરકારના મુખ્ય મંત્રી અને મંત્રી સાંસદ સહિતના પ્રતિનિધી વિરોધ પક્ષના નેતાઓએ બંદર અને માછીમારને થયેલાં નુકશાન થીં ચિંતીત હતાં.

હૈયાં ધારણ આપી બંદરૉ અને માછીમાર ને ઝડપી બેઠાં કરવાં ખાસ રાહત પેકેજ આપ્યુ હતું. માછીમારએ પણ આ રાહત પેકેજને આવકાર્યું હતું. પણ સરકારની સંવેદનાને ફીસરીજ તંત્ર એ જાણે છેંડ ઉડાવી દીધો હોય તેમ મનમાની ચલાવી નાનાં માછીમાર ને અન્યાય કરી રોષ ઉભો કરવાં ભૂમિકા ભજવતાં સહાયથીં વંચિત અસરગ્રસ્ત માછીમારોમાં નારાજગી જોવા મળી રહી છે. સીમર મસ્ત્યોદ્યોગ સેવા સરકારી મંડળી દ્વારા ચાલતી 15 પીલાણ બોટ આવેલ છે. તેમાં 9 ને આંસીક નુકસાન થયુ હોય સર્વે ટીમે પંચરોજ કામ કરેલ હોવા છતાં તેને વળતર ચુકવવા સ્પષ્ટ ઇનકાર કરી દેવાતા મંડળીને પણ નુકસાન થયેલ છે.

સીમર બંદરના માછીમાર વાધાભાઈ ડાભી અને તેનાં પત્નિ બેના બેન ને કૉરૉના પોઝિટીવ થયાં રાજકોટ હૉસ્પિટલ માં બે માસથી સારવાર હેઠળ રહેતા ચાર લાખનો ખર્ચ કર્યો.  ધરે આવતાં તાઉતે વાવાઝોડાએ તેમની બૉટને નુકશાન પહોંચાડયું અને સંપૂર્ણ નાશ થઈ ગઈ. દિકરાએ સહાય ફોર્મ ભર્યુ પણ પાઈ કોડીની સહાય નહીં મળતાં આ પરીવારનો રોજગાર છીનવાઈ જતાં બેરોજગાર બની ગયું છે. તેમની બીમારીની દવા માટે પણ ફાંફા મારવા પડે તેવી હાલત થઈ ગઈ છે.

પાણી, લાઈટ, રસ્તાની પ્રાથમિક સુવિધા નથીં અંધારામાં વન્ય પ્રાણીનો ડર સતાવે છે…. મંજુબેન..

સરકાર મહિલા સુરક્ષા ને મહત્વ આપેછે પણ સીમર બંદર નાં માછીમાર ને પીવાનું પાણી, ઝુંપડા માં વિજળી વાહન વ્યવહાર માટે રસ્તા બાળકો નું શિક્ષણ બંદર થી ત્રણ કિ.મી. મેળવવાં જવું પડે છે 4 દાયકાનો લાંબો સમય વિતવા છતાંય બંધારણીય અધિકારો મળતાં નથી. ઉપરથી વન્યપ્રાણીની અવર જવરનો ડર સતાવી રહ્યો છે. બાળકો અને મહિલા બેન દિકરીની સુરક્ષા પણ સતાવી રહી છે. તો બીજી તરફ વન્યપ્રાણીથી બચવા દીવાબતી અને સોલાર બેટરી પર આધારીત રહેવું પડે છે..

માત્ર છ બોટને જ સહાય મળી…..ભગવાનભાઈ બાંભણીયા.

બંદર નાં માછીમાર અગ્રણી ભગવાનભાઈ એ જણાવેલ કે 60થી વધું બૉટ લાઈસન વાળી છે તેમાં સીમર મત્સ્યોદ્યોગ સહકારી મંડળી ની 15 બૉટ પણ અલગ આવેલ છે તે બધી બોટને નુકશાન થયું હોવા છતાં સહાય માત્ર છ બટને મળી છે બાકીના 54 માછીમારને અન્યાય થયો છે…

અમારે અભ્યાસ કરવો છે નિશાળ 3 કિ. મી દુર જવું પડે છે…પૂનમ બાંભણીયા

માછીમારની ધોરણ આઠમાં અભ્યાસ કરતી દીકરી પુનમ બાંભણીયા કહેછે કે અમારાં સીમર બંદરમાં 40 જેટલાં માછીમાર સમાજના બાળકોના શિક્ષણ માટેની સુવિધા તો છે. પણ પરંતુ અભ્યાસ માટે ત્રણ કિ.મી. દૂર શાળા આવેલ છે. ત્યા જવું પડે છે હાલ ભણવું છે પણ કોરોના નાં કારણે શાળા બંધ છે લાઈટ ન હોવાથી ટીવી કે મોબાઈલ ચાલતાં નથીં. ઑનલાઇન શિક્ષણ મળતું નથી. સીમ શાળા કે શેરી શાળા નાં શિક્ષકૉ ભણાવવા આવતાં નથી સરકારે કૉઈ વાહન ની વ્યવસ્થાઊભી કરી બાળકો ને શિક્ષણ આપવું જોઈએ જેથી અમારું ભવિષ્ય બનાવી શકાય.

બૉટનાં કોલ ટ્રાન્સફર ન કરાવતા સહાય નથીં આપતા….બાબુભાઈ ડાભી

બાબુભાઈ ડાભી નામનાં બૉટ માલીક એ જણાવેલ કે ધણા માછીમાર એ હજુ બોટ લીધી હતી. અને વાવાઝોડાએ નુકશાન કર્તા બૉટનાં કોલ ટ્રાન્સફર કરાવેલ ન હતા. આવી બોટને નુકશાન થયું હોવા છતાં અસરગ્રસ્તની વ્યાખ્યા માંથી કાઢી નાખી સહાય ચૂકવાની મનાઈ કરી દેવાય છે.

આટલા વર્ષો જુનું બંદર….જીગ્નેશ બાભણીયા

સીમર બંદરના માછીમાર જીગ્નેશ બાંભણીયા કહે છે કે આટલા વર્ષો જુનું બંદર હોવા છતાં વહીવટી તંત્ર એ પ્રાથમિક સુવિધા ઓથી વંચિત રાખ્યુ છે. અમે અભણ ખરા પણ માનવી તરીકેની જીંદગી જીવીએ છીએ. રજુઆત કરવા જાયે તો કોઈ સાંભળતું નથી. અસરગ્રસ્ત બન્યા પછી સહાય મળતી નથી. અમારા પરિવારનો વ્યવસાય ઝુંટવાઈ ગયો છે. અમારા બાળકોનું ભવિષ્ય કંથળી રહ્યુ છે. મીડીયાનાં માધ્યમથી સરકાર સુધી અમારી વેંદનો અવાજ પહોચાડો ભગવાન તમારું ભલું કરશે.