જવાબી કાર્યવાહી/ જમાલપુરમાં પાંચ દુકાનો સીલ કરાઈ, કોરોનાની ગાઇડલાઇનનું કરાતું હતું ઉલ્લઘન

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં ગાયકવાડ હવેલી પોલીસ દ્વારા મોડી રાત્રે કાયદાનું ઉલ્લઘન કરીને બંધ બારણે દુકાનો ખુલ્લી રાખીને વેચાણ કરતા ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. જમાલપુરના છીપાવાડ વિસ્તારની સાંકડી ગલીઓમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે અને કેટલીક ખાણી પીણીની દુકાનો ખુલ્લી દેખાઈ હતી અને જે દુકાનોંની બહાર લોકોના મેળા ભરાયા હોય તેમ […]

Ahmedabad Gujarat
IMG 20210506 WA0014 જમાલપુરમાં પાંચ દુકાનો સીલ કરાઈ, કોરોનાની ગાઇડલાઇનનું કરાતું હતું ઉલ્લઘન

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં ગાયકવાડ હવેલી પોલીસ દ્વારા મોડી રાત્રે કાયદાનું ઉલ્લઘન કરીને બંધ બારણે દુકાનો ખુલ્લી રાખીને વેચાણ કરતા ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. જમાલપુરના છીપાવાડ વિસ્તારની સાંકડી ગલીઓમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે અને કેટલીક ખાણી પીણીની દુકાનો ખુલ્લી દેખાઈ હતી અને જે દુકાનોંની બહાર લોકોના મેળા ભરાયા હોય તેમ માહોલ જોવા મળ્યું હતું.

IMG 20210506 WA0015 જમાલપુરમાં પાંચ દુકાનો સીલ કરાઈ, કોરોનાની ગાઇડલાઇનનું કરાતું હતું ઉલ્લઘન

IMG 20210506 WA0016 જમાલપુરમાં પાંચ દુકાનો સીલ કરાઈ, કોરોનાની ગાઇડલાઇનનું કરાતું હતું ઉલ્લઘન

IMG 20210506 WA0018 જમાલપુરમાં પાંચ દુકાનો સીલ કરાઈ, કોરોનાની ગાઇડલાઇનનું કરાતું હતું ઉલ્લઘન

IMG 20210506 WA0017 જમાલપુરમાં પાંચ દુકાનો સીલ કરાઈ, કોરોનાની ગાઇડલાઇનનું કરાતું હતું ઉલ્લઘન

જેથી ગાયકવાડ હવેલી પોલીસે એએમસીની મદદ મેળવીને આજે જમાલપુર છીપાવાડ ની અનવરે હિલાલ હોટલ, ફકીર મોહમ્મ્દ ફ્રાય, નૂર એ ઇસ્લામી, અને સ્માર્ટ ચિકનની દુકાનોને કોરોનાની સરકારી ગાઈડલાઈનનું ઉલ્લઘન કરવા બદલ સીલ મારી દેવામાં આવ્યું હતું. ગાયકવાડ હવેલીના સિનિયર પીઆઇ એસ.જે.બલોચ અને તેમના સ્ટાફના પીએસઆઇ સીંગરથિયા સહિતના અનેક પોલીસ જવાનોએ કાયદાનું ઉલ્લઘન કરતા ઈસમોને કાયદાનું ભાન કરાવ્યું હતું. પોલીસની આ કામગીરીથી જમાલપુરના લોકોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયું છે. લોકો હવે વિસ્તારમાં સરકારી ગાઈડલાઇનનું પાલન કરતા થયા છે.