Gujarat/ સદીઓ બાદ શક્તિપીઠ પાવાગઢ મંદિરમાં લહેરાશે ધ્વજ, 18 જૂને પીએમ કરશે ધ્વજારોહણ

ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢ, મહાકાલી માતાનું મંદિર પર હવે સદીયો બાદ ધ્વજા લહેરાવા જઈ રહી છે. અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનશે.

Top Stories Gujarat
123 2 સદીઓ બાદ શક્તિપીઠ પાવાગઢ મંદિરમાં લહેરાશે ધ્વજ, 18 જૂને પીએમ કરશે ધ્વજારોહણ

ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢ(pavagagadh), મહાકાલી માતાનું મંદિરમાં હવે સદીયો પછી ધ્વજારોહણ થવા જય રહ્યું છે.  દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM narendra modi) ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 18 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM narendra modi) ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. અને મોદી પોતાના પ્રવાસની શરૂઆત મા મહાકાળી(mahakali)ના દર્શન કરીને કરશે અને મંદિરમાં ફુલહાર પણ કરશે. આ ક્ષણ ખરેખર ઐતિહાસિક છે કારણ કે સદીઓ પછી પાવાગઢ(pavagadh)માં ધ્વજા લહેરશે. મંદિરનું શિખર વર્ષોથી તુટેલું હતું અને હિંદુ માન્યતા મુજબ તૂટેલા શિખર પર ધ્વજા ચઢતી નથી. પરંતુ હવે મંદિરનો સંપૂર્ણ જીર્ણોદ્ધાર(Renovation) કરવામાં આવ્યો છે અને મા મહાકાલીનું શિખર પણ સોનાથી મઢવા માટે તૈયાર છે.

નોંધનીય છે કે પીએમ નરેન્દ્ર મોદી પણ પહેલીવાર આ શક્તિપીઠ મંદિરમાં જઈ રહ્યા છે, જ્યારે તેઓ ગુજરાત(gujarat)ના સીએમ હતા ત્યારે પણ તેઓ આ મંદિરમાં આવ્યા નહોતા, પરંતુ હવે મંદિરનું શિખર બનીને તૈયાર થઈ ગયું છે ત્યારે પીએમના હસ્તે તમામ વિધિ બાદ શિખર પર ધ્વજા  ચઢવામાં આવશે. પીએમની સુરક્ષાના કારણોસર મહાકાલી મંદિરને 16 થી 18 જૂન સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વડા પ્રધાન પાવાગઢમાં ધ્વજા ફરકાવી ને વડોદરા(vadodara) જશે. વડોદરામાં PM ગુજરાત ગૌરવ(gujarat gaurav) અભિયાનમાં ભાગ લેશે, અને 8900 PM આવાસ યોજનાના ઘરોનું ઉદ્ઘાટન કરશે, વડોદરા ગતિ શક્તિ બિલ્ડિંગ અને 16,396 કરોડના રેલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે.

પાવાગઢનો ઈતિહાસ

પાવાગઢ ડુંગરોની તળેટીમાં ચાંપાનેર શહેર આવેલું છે, જે મહારાજા વનરાજ ચાવડાએ તેમના જ્ઞાની મંત્રી ચંપાના નામે બંધાવ્યું હતું. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે તેને સંરક્ષિત વિસ્તાર જાહેર કર્યો છે. આ મંદિર પર વિક્રમ સંવત 1540માં મુસ્લિમ સુલતાન મોહમ્મદ બેગડો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ મંદિરનું પુનઃનિર્માણ કનકકૃતિ મહારાજ દિગમ્બર ભાત્રકે કરાવ્યું હતું. આ મંદિર એક સમયે શત્રુંજય મંદિર તરીકે ઓળખાતું હતું. આ મંદિરનું ધાર્મિક મહત્વ પણ છે. મંદિરની છત પર મુસ્લિમોનું પવિત્ર સ્થાન છે. આ પવિત્ર સ્થળ પર અદનશાહ પીરની દરગાહ આવેલી છે. અહીં મોટી સંખ્યામાં મુસ્લિમ શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે.

પાવાગઢનો ઈતિહાસ અને તેને લગતી રસપ્રદ બાબતો

  • પાવાગઢ ગુજરાતનું પ્રખ્યાત પર્યટન સ્થળ છે.
  • પાવાગઢ પર્વત પર સ્થિત શક્તિપીઠ 52 શક્તિપીઠોમાંથી એક છે.
  • પાવાગઢની ટેકરી પર મા કાલીનું પ્રાચીન મંદિર આવેલું છે.
  • અહીં પ્રાચીન ઋષિ વિશ્વામિત્રએ માતા કાલી માટે કઠોર તપસ્યા કરી હતી.
  • પાવાગઢની ઊંચાઈ દરિયાની સપાટીથી લગભગ 762 મીટર છે.
  • આ શક્તિપીઠ સુધી પહોંચવા માટે રોપવે અને સીડી બંને ઉપલબ્ધ છે.
  • દર વર્ષે માધ માસની શુક્લ પક્ષની ત્રયોદશીના દિવસે અહીં ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે.
  • કહેવાય છે કે અહીં લવ અને કુશને મોક્ષ પ્રાપ્ત થયો હતો.
  • પાવાગઢ જૈન સંપ્રદાય માટે પણ ઘણું મહત્વ ધરાવે છે.
  • પાવાગઢની ગોદમાં વસેલું ચાંપાનેર શહેર પ્રાચીન ગુજરાતની રાજધાની ગણાય છે.
  • આ સ્થળને 2004માં વિશ્વ વિખ્યાત સંસ્થા યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજની યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું.

પાવાગઢ ની વાર્તા

આપણે જાણીએ છીએ કે પાવાગઢ વડોદરાથી લગભગ 46 કિમી દૂર પર્વત પર આવેલું છે. જ્યાં મહાકાળી માતા ઊંચા શિખર પર બિરાજમાન છે. ધાર્મિક અને ઐતિહાસિક રીતે આ સ્થળ ‘રાવલ વંશ’ના શાસક સાથે પણ સંકળાયેલું છે.

આ સ્થાન પર એક સમયે રાવલ વંશના રાજાઓનું શાસન હતું. લોકવાયકાઓ અનુસાર, નવરાત્રિ પર્વ દરમિયાન એકવાર મહાકાળી માતા  એક સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કરીને ગરબામાં ભાગ લીધો હતો.

ત્યાંના રાજાની ગરબા કરતી વખતે તે સુંદર સ્ત્રી પર ખરાબ નજર પડી. પરિણામે, માતાએ તેને શાપ આપ્યો. જેના કારણે તેનું સામ્રાજ્ય નષ્ટ થઈ ગયું. અને થોડા સમય પછી મોહમ્મદ બેગડોએ પાવાગઢ જીતી લીધું.

Jammu Kashmir/ શોપિયાંમાં લશ્કરના બે આતંકવાદીઓ ઠાર, બેંક મેનેજરની હત્યામાં સામેલ મોહમ્મદ લોન પણ માર્યો ગયો