Not Set/ #Flashback 2019: ફાની દુનિયા છોડી ગયા આ દિગ્ગજ સ્ટાર્સ, ચાહકોના દિલ પર કરતા હતા રાજ

2019માં ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં અનેક કલાકારે ડેબ્યુ કર્યું તો આ વર્ષે દિગ્ગજ સ્ટાર્સે ફાની દુનિયાને અલવિદા પણ કરી.જાણીતા કલાકાર ડો.શ્રી રામ લાગુથી લઈને વિદ્યા સિંહા સુધીના કલાકારોના નિધન થયા હતા. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આ કલાકારોએ મહત્વનું યોગદાન આપ્યું હતું.જે સ્ટાર્સના નિધન 2019માં થયા છે તેમના વિશે અહીં ટૂંકમાં વિગતો આપવા આવી છે… કાદર ખાન બોલિવૂડના દિગ્ગજ અને […]

Uncategorized
khote #Flashback 2019: ફાની દુનિયા છોડી ગયા આ દિગ્ગજ સ્ટાર્સ, ચાહકોના દિલ પર કરતા હતા રાજ

2019માં ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં અનેક કલાકારે ડેબ્યુ કર્યું તો આ વર્ષે દિગ્ગજ સ્ટાર્સે ફાની દુનિયાને અલવિદા પણ કરી.જાણીતા કલાકાર ડો.શ્રી રામ લાગુથી લઈને વિદ્યા સિંહા સુધીના કલાકારોના નિધન થયા હતા. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આ કલાકારોએ મહત્વનું યોગદાન આપ્યું હતું.જે સ્ટાર્સના નિધન 2019માં થયા છે તેમના વિશે અહીં ટૂંકમાં વિગતો આપવા આવી છે…

કાદર ખાન

બોલિવૂડના દિગ્ગજ અને કોમેડી અભિનેતા અને પોતાની કોમેડીથી લોકોને હસાવનાર કાદર ખાનનું કેનેડાની હોસ્પિટલમાં નિધન થઇ ચૂક્યું છે. કાદર ખાન લાંબા સમયથી બીમાર હતા અને કેનેડાની હોસ્પિટલમાં છેલ્લા 16-17 દિવસથી તેમનો ઉપચાર ચાલી રહ્યો હતો ટે દરમિયાન તેમનું નિધન થયું હતું. નવા વર્ષે આવેલી આ દુઃખદ ખબરને કારણે બોલિવૂડ સહીત તેમના ફેન્સ પણ શોકમાં ડૂબી ગયા હતા.

અહીં વાંચો સમગ્ર અહેવાલ: “દુઃખદ” : પ્રખ્યાત અભિનેતા અને કોમેડિયન કાદર ખાનનું ૮૧ વર્ષે નિધન

ગીતા સિદ્ધાર્થ કાક

અભિનેત્રી ગીતા સિદ્ધાર્થ કાકનું 14 ડિસેમ્બરની સાંજે મુંબઇમાં નિધન થયું હતું. અભિનેત્રી ગીતા સિદ્ધાર્થ એમએસ સાથ્યુની 1973 ની ક્લાસિક ‘ગરમ હવા’ માં સારા અભિનય માટે જાણીતી છે. રાષ્ટ્રીય એકતા પરની શ્રેષ્ઠ ફીચર ફિલ્મ્સમાંની એક તરીકે તે પસંદ કરવામાં આવી હતી અને આ ફિલ્મ નેશનલ એવોર્ડથી નવાજવામાં આવી હતી. આ ફિલ્મમાં અભિનેત્રી ગીતા સિદ્ધાર્થે ‘અમીના’ ની ભૂમિકા ભજવી હતી.

અહીં વાંચો સમગ્ર અહેવાલ: બોલીવૂડ/ ‘શોલે’ એક્ટ્રેસ ગીતા સિદ્ધાર્થ કાકનું નિધન, ઈન્ડસ્ટ્રીમાં છવાઈ શોકની લહેર

સૈયદ બદર-ઉલ હસન ખાન

ફિલ્મ  ‘જોધા અકબર’માં નજર પડેલ એક્ટર સૈયદ બદર-ઉલ હસન ખાનનું 5 ફ્રેબ્રુઆરીના રોજ છેલ્લા શ્વાસ લીધા હતા.  ટીવીથી લઇને બોલીવુડ સુધી ઘણા શૉ અને ફિલ્મોનો ભાગ રહેલા સઈદ બદર-ઉલ-હસન ઇન્ડસ્ટ્રીનાં જાણીતા એક્ટર્સમાંથી એક હતા. બોલીવુડમાં ‘પપ્પૂ પૉલિસ્ટર’નાં નામથી જાણીતા સઈદ બદર-ઉલ-હસનને પીરિયડ ડ્રામા શૉ ‘ટીપૂ સુલ્તાન’માં પોતાના પાત્ર માટે સપૉર્ટિંગ રૉલનો નેશનલ એવૉર્ડ મળ્યો હતો. 25 વર્ષનાં લાંબા એક્ટિંગ કેરિયરમાં સઈદ બદર-ઉલ-હસને ‘જોધા અકબર’, ‘આપ મુજે અચ્છે લગને લગે’, ‘તુમસે અચ્છા કૌન હૈ’, ‘ફિર ભી દિલ હૈ હિંદોસ્તાની’, ‘ખોયા ખોયા ચાંદ’, ‘બાદલ’ અને ‘તેરે મેરે સપને’ જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતુ.

અહીં વાંચો સમગ્ર અહેવાલ: જોધા અકબરના આ એક્ટરનું થયું નિધન….

વીજુ ખોટે

બોલીવુડના ઇતિહાસમાં ફિલ્મ ‘શોલે (Sholay)’ અને તેના એક-એક ડાયલોગ ઐતિહાસિક છે. ફિલ્મના પાત્રોની છબિ આપણા મગજમાં છપાઇ ગઇ છે. જય-વીરૂ, બસંતી ઉપરાંત ગબ્બર, સાંભા અને કાલિયાના પાત્ર અમર થઇ ચૂક્યા છે. તો બીજી તરફ ‘શોલે’ ફિલ્મમાં ‘કાલિયા’ના પાત્રથી જાણિતા બનેલા વિજૂ ખોટે (Viju Khote) નું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. પોતાના અભિનયથી લોકોના દિલ પર રાજ કરનાર 78 વર્ષીય વીજુ ખોટેએ 30 સપ્ટેબર 2019 ના રોજ  મુંબઇ સ્થિત પોતાના નિવાસ સ્થાને અંતિ શ્વાસ લીધા હતા.

અહીં વાંચો સમગ્ર અહેવાલ: ફિલ્મ ‘શોલે’ માં કાલિયાનો અભિનય કરનાર ‘વિજૂ ખોટે’ નું થયુ નિધન

શ્યામ રામસે

હિન્દી સિનેમામાં હોરર ફિલ્મો શરૂ કરનાર ડિરેક્ટર શ્યામ રામસેનું મુંબઈમાં અવસાન થયું છે. શ્યામ રામસે 67 વર્ષના હતા. તેમણે ‘દો ગજ જમીન કે નીચે’, ‘દરવાજા’, ‘પુરાણ મંદિર’ અને ‘વીરાના’ જેવી હોરર ફિલ્મ્સનું નિર્દેશન કર્યું હતું. શ્યામ છાતીમાં દુખાવો થવાથી રામસેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અહીં તેની સારવાર ચાલી રહી હતી, પરંતુ ઘણા પ્રયત્નો છતાં શ્યામ રામસે 18 સપ્ટેમ્બરના રોજ અવસાન પામ્યા હતા. શ્યામ રામસેને લાંબા સમયથી છાતીમાં દુખાવો થતો હતો.

અહીં વાંચો સમગ્ર અહેવાલ: હિન્દી સિનેમામાં હોરર ફિલ્મોના ‘જન્મદાતા’ શ્યામ રામસે દુનિયાને કહ્યું અલવિદા

વીરૂ કૃષ્ણન

બોલીવુડના લોકપ્રિય અભિનેતા અને કથક ગુરુ તરીકે જાણીતા વીરૂ કૃષ્ણનનું 7 સપ્ટેમ્બરના રોજ નિધન થઈ ગયું છે. કૃષ્ણને શનિવારે છેલ્લા શ્વાસ લીધા. કૃષ્ણનના નિધન બાદ બોલીવુડની હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો છે.તમને રાજા હિંદુસ્તાની, અકેલે હમ અકેલે તુમ, દુલ્હે રાજા, ઇશ્ક જેવી ફેમસ ચાલેલી ફિલ્મોમાં તે યાદગાર અભિનય આપી ચુક્યા છે.

અહીં વાંચો સમગ્ર અહેવાલ: રાજા હિન્દુસ્તાની એકટર અને કથક ગુરુ વીરૂ કૃષ્ણનનું નિધન, આ સ્ટાર્સે આપી શ્રદ્ધાંજલિ

વિદ્યા સિન્હા

વિતેલા જમાનાની પ્રખ્યાત અભિનેત્રી વિદ્યા સિન્હાનું ગુરુવારે 15 ઓગસ્ટના રોજ મુંબઇમાં અવસાન થયું. થોડા દિવસો પહેલા તેમને ગંભીર હાલતમાં મુંબઈની જુહુની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વિદ્યા થોડા સમયથી ટીવી સિરિયલોમાં કામ કરી રહી હતી. વિદ્યા સિંહાને વેન્ટિલેટર પર રાખવામા આવી હતી.  અને ત્યજ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. વિદ્યા સિંહાને ફેફસામાં અને હાર્ટની તકલીફ હતી અને તેની ગંભીર હાલતને કારણે વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી.

અહીં વાંચો સમગ્ર અહેવાલ: પતિ, પત્ની ઓર વો’ ફેમ એક્ટ્રેસ વિદ્યા સિંહાનું નિધન

ગિરીશ કર્નાડ

દેશમાં જાણીતા વરિષ્ઠ અભિનેતા અને નાટ્યકાર ગિરીશ કર્નાડનું સોમવારનાં રોજ 81 વર્ષે લાંબી બિમારીનાં કારણે નિધન થયુ છે. ગિરીશ કર્નાડની મોતથી બોલિવુડમાં શોકલહેર ફેલાઇ ગઇ છે. તેમનુ નિધન બેંગલુરુમાં થયુ. કલાકારો સહિત રાજકીય મહાનુભાવો તેમ જ ચાહકો દ્વારા તેમના નિધન પર શોકસંદેશ વ્યાપી વળ્યાં છે. ગિરીશ કર્નાડ અંતમાં બોલિવુડની ફિલ્મ ‘ટાઇગર જિંદા હૈ’માં જોવા મળ્યા હતા. જો કે તેમની અંતિમ ફિલ્મ કન્નડ ભાષામાં બનેલી અપના દેશ હતી, જે 26 ઓગસ્ટનાં રોજ રિલીઝ થઇ હતી.ગિરીશ કર્નાડનો જન્મ 19 મે, 1938નાં રોજ મહારાષ્ટ્રનાં માથેરાનમાં થયો હતો. તેમને ભારતનાં જાણીતા સમકાલીન લેખક, અભિનેતા, ફિલ્મ નિર્દેશક અને નાટ્યકાર તરીકે ઓળખવામાં આવતા હતા.

અહીં વાંચો સમગ્ર અહેવાલ: જાણીતા એક્ટર સાહિત્યકાર ગિરીશ કર્નાડનું 81 વર્ષે લાંબી બિમારી બાદ નિધન

દિન્યાર કોન્ટ્રાક્ટર

પદ્મશ્રી એવોર્ડ વિજેતા અને બોલિવૂડના દિગ્ગજ કોમેડિયન દિગ્ગજ કોમેડિયન દિન્યાર કોન્ટ્રાક્ટરનું નિધન થયું છે. દિન્યાર કોન્ટ્રાક્ટર 79 વર્ષના હતાં અને વધતી ઉંમર તેમજ શારીરિક બીમારીઓના કારણે 5 જુન 2019ના રોજ સવારે મુંબઈમાં જ અંતિમ શ્વાસ લીધા હતાં. દિન્યાર કોન્ટ્રાક્ટરે પોતાની કોમેડીથી ફેન્સના દિલમાં જગ્યા બનાવી હતી. નોંધનીય છે કે તેમણે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રોશન સિંહ સોઢીના સસરાનો રોલ પણ કર્યો હતો.

અહીં વાંચો સમગ્ર અહેવાલ: પદ્મશ્રી એવોર્ડ વિજેતા જાણીતા કલાકાર દિન્યાર કોન્ટ્રૈક્ટરનું નિધન

વીરુ દેવગન

હિન્દી સિનેમાના પ્રખ્યાત અને લોકપ્રિય એક્શન ડાયરેક્ટર અને અભિનેતા અજય દેવગનના પિતા વીરુ દેવગનનું સોમવારે 27 મેના રોજ મુંબઈ ખાતે દુ:ખદ નિધન થયું છે. વીરુ દેવગન છેલ્લા અમુક દિવસોથી બીમાર ચાલી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર વીરુ દેવગનના અંતિમ સંસ્કારની કેટલીક ભાવનાત્મક તસવીરો વાયરલ થયા હતા. આ તસવીરોમાં અજય દેવગન પિતાની અર્થીને કાંધ આપતા નજરે આવી રહ્યો હતા.

અહીં વાંચો સમગ્ર અહેવાલ: ફેમસ સ્ટંટ ડાયરેક્ટર વિરુ દેવગનનું થયુ નિધન, અંતિમ દર્શન કરવા બોલિવુડ સ્ટારો પહોચ્યા અજયનાં ઘરે

શ્રીરામ લાગૂ

હિન્દી અને મરાઠી ફિલ્મોનાં પ્રખ્યાત અભિનેતા શ્રીરામ લાગૂનું મંગળવારે પૂણેમાં નિધન થયું હતું. શ્રીરામ 92 વર્ષનાં હતા. જણાવી દઇએ કે, ગુરુવારે (17 ડીસેમ્બર 2019) તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. છેલ્લા કેટલાક દિવસોથી તેમની પૂનાની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. છેલ્લા બે દિવસથી તેમની તબિયત અચાનક લથળી ગઇ હતી. અભિનેતાની સાથે, તે ટેલેન્ટેડ થિયેટર કલાકાર પણ હતા. તે છેલ્લા ઘણા સમયથી બીમાર હતા.

શ્રીરામ લાગૂએ તેમની ફિલ્મી કેરિયરમાં 100 થી વધુ હિન્દી અને 40 થી વધુ મરાઠી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમની કારકિર્દીમાં શ્રીરામ ‘આહટ: એક અજીબ કહાની’, ‘પિંજરા’, ‘મેરે સાથ ચાલ’, ‘સામના’, ‘દૌલત’ જેવી ઘણી ફિલ્મોમાં દેખાયા. 1978 માં, લાગૂને ફિલ્મ ઘરૌંદા માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. આ સિવાય તેમણે લગભગ 20 મરાઠી નાટકનું દિગ્દર્શન પણ કર્યું હતું.

અહીં વાંચો સમગ્ર અહેવાલ:  બોલિવૂડ શોકમાં ડૂબ્યુ, આ દિગ્ગજ અભિનેતાનું થયુ નિધન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન