Not Set/ #Flashback 2019/ ભારતીય કેપ્ટન કોહલીએ બનાવ્યા વિરાટ રેકોર્ડ, જુઓ યાદી

ભારતીય ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીને જો ટીમ ઈન્ડિયાનાં રન મશીન કહેવામાં આવે તો કોઈને નવાઈ નહીં લાગે. ટીમ ઇન્ડિયાનાં સૌથી સફળ ટેસ્ટ કેપ્ટનનું બેટ આ વર્ષે જોરદાર બોલ્યું છે. આ વર્ષે, તેના બેટ દ્વારા ક્રિકેટનાં ત્રણેય ફોર્મેટમાં 2455 રન નિકળ્યા હતા, જે વિશ્વનાં અન્ય કોઇ બેટ્સમેનથી સૌથી વધુ છે. તેણે તેના બેટથી સાત સદી પણ […]

Uncategorized
ViratKohli Large #Flashback 2019/ ભારતીય કેપ્ટન કોહલીએ બનાવ્યા વિરાટ રેકોર્ડ, જુઓ યાદી

ભારતીય ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીને જો ટીમ ઈન્ડિયાનાં રન મશીન કહેવામાં આવે તો કોઈને નવાઈ નહીં લાગે. ટીમ ઇન્ડિયાનાં સૌથી સફળ ટેસ્ટ કેપ્ટનનું બેટ આ વર્ષે જોરદાર બોલ્યું છે. આ વર્ષે, તેના બેટ દ્વારા ક્રિકેટનાં ત્રણેય ફોર્મેટમાં 2455 રન નિકળ્યા હતા, જે વિશ્વનાં અન્ય કોઇ બેટ્સમેનથી સૌથી વધુ છે. તેણે તેના બેટથી સાત સદી પણ ફટકારી હતી. આ વર્ષે વનડે ક્રિકેટનાં મોટા રેકોર્ડમાં તે બીજા સ્થાને રહ્યો હતો. તેણે શ્રેષ્ઠ ટેસ્ટ અને વનડે બેટ્સમેન તરીકે વર્ષનો અંત પણ કર્યો હતો. ચાલો જોઈએ વિરાટ કોહલી દ્વારા બનાવેલા વિશેષ રેકોર્ડને કે જે તેણે આ વર્ષે બનાવ્યાં.

Image result for virat kohli

2019 નાં વર્લ્ડ કપમાં વિરાટ કોહલીએ સતત પાંચ ઇનિંગ્સમાં અડધી સદી ફટકારી હતી. તે સતત પાંચ ફિફ્ટી પ્લસ સ્કોર બનાવનાર વર્લ્ડ કપ ઇતિહાસનો પ્રથમ કેપ્ટન બન્યો છે. આ ઉપરાંત, તે સ્ટીવ સ્મિથ બાદ પુરુષ વિશ્વકપમાં સતત 50 સ્કોર બનાવનાર બીડો ખેલાડી બન્યો છે.

Related image

કોહલી ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ સિરીઝ જીતનાર પ્રથમ એશિયન કેપ્ટન બન્યો છે. તેની કેપ્ટનશીપ હેઠળ ભારતે 4 મેચની ટેસ્ટ સિરીઝ 2-1 નાં અંતરે જીતી હતી.

Related image

વિરાટ વેસ્ટ ઈન્ડિઝમાં વનડે ક્રિકેટમાં ચાર સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બન્યો છે. આ રીતે તે કેરેબિયન ટાપુઓમાં વનડે સદીની હેટ્રિક બનાવનાર પ્રથમ ખેલાડી બન્યો.

Related image

વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયાનાં એડિલેડ ગ્રાઉન્ડમાં પાંચ સદી ફટકારી છે. તે ઓસ્ટ્રેલિયાનાં કોઈપણ એક ગ્રાઉન્ડ પર પાંચ સદી ફટકારનાર બીજો નોન-ઓસ્ટ્રેલિયન ખેલાડી છે. તેના સિવાય ઇંગ્લેંડનાં સર જૈસ હોબ્સે એમસીજી પર પાંચ સદી ફટકારી છે.

Related image

રાંચી વનડેમાં સતત ઓસ્ટ્રેલિયા સામેની વનડે મેચોમાં સ્કોરનો પીછો કરતા કોહલીએ છઠ્ઠી સદી ફટકારી હતી. તે કોઈપણ એક ટીમની સામે પીછો કરતા સૌથી વધુ છે. લક્ષ્યનો પીછો કરતા ઓસ્ટ્રેલિયા સામે સચિન તેંડુલકર અને શ્રીલંકા સામે વિરાટ કોહલીએ પાંચ સદી ફટકારી છે.

Image result for virat kohli in ranchi against australia

આ વર્ષે, કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ ડબલ સદી બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ કેસમાં તેણે સચિન તેંડુલકર અને વિરેન્દ્ર સેહવાગને હરાવી પાછળ છોડી દીધા હતા.

Image result for virat kohli in test double century

વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પોર્ટ ઓફ સ્પેનમાં વનડેમાં નવમી સદી ફટકારી હતી. આ કોઈપણ એક દેશની સામે સર્વોચ્ચ સદીનાં રેકોર્ડની બરાબર છે. સચિન તેંડુલકર પણ આ પરાક્રમ કરી ચુક્યો છે.

vi2 #Flashback 2019/ ભારતીય કેપ્ટન કોહલીએ બનાવ્યા વિરાટ રેકોર્ડ, જુઓ યાદી

કોહલી ઓસ્ટ્રેલિયામાં સર્વોચ્ચ સદી ફટકારનાર બીજો નોન ઓસ્ટ્રેલિયન ખેલાડી છે. તેણે કુલ નવ સદી ફટકારી છે. આ રેકોર્ડ તેની પહેલા ઇંગ્લેન્ડનાં જેક હોબ્સનાં નામ હતો.

Image result for virat kohli in australia

બાંગ્લાદેશ સામે વિરાટ કોહલીએ કોલકાતામાં દસમી સદી ફટકારી હતી, જે ભારતીય કેપ્ટન તરીકે સર્વોચ્ચ છે. તેણે આ બાબતમાં મહાન સુનીલ ગાવસ્કરને પાછળ છોડી દીધા હતા.

Image result for virat kohli against bangladesh in kolkata

વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે તમામ ફોર્મેટમાં 15 સદી ફટકારી છે. કોઇ એક ટીમ વિરુદ્ધ તેનાથી વધુ સદી માત્ર સચિન તેંડુલકર અને સર ડોન બ્રેડમેને ફટકારી છે.

Image result for virat kohli against australia

વિરાટ કોહલી આ સમયે ભારતનો સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન બન્યો છે. તેની કેપ્ટનશીપ હેઠળ ભારતે 33 મેચ જીતી છે. ત્યારબાદ એમ.એસ. ધોની છે, જેની કેપ્ટનશીપ હેઠળ ભારતે 27 ટેસ્ટ મેચ જીતી છે.

Image result for virat kohli and dhoni

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેપ્ટન તરીકે સૌથી વધુ 41 સદી સાથે વિરાટ કોહલીનું નામ ટોચ પર છે. આ મામલે તેણે ઓસ્ટ્રેલિયાનાં રિકી પોન્ટિંગની બરાબરી કરી હતી.

Image result for virat kohli and ricky ponting

વિરાટ કોહલીની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 70 સદી છે. આ કેસમાં તે ત્રીજા નંબરે છે. તેની આગળ રિકી પોન્ટિંગ (71) અને સચિન તેંડુલકર (100) છે.

pjimage 29 #Flashback 2019/ ભારતીય કેપ્ટન કોહલીએ બનાવ્યા વિરાટ રેકોર્ડ, જુઓ યાદી

વિરાટ કોહલીએ વનડે ક્રિકેટમાં પ્રથમ વખત 60 થી વધુની સરેરાશ બનાવી છે. તેણે માર્ચ 2019 માં આ પરાક્રમ કર્યું હતું.

Image result for virat kohli

વિરાટ કોહલી વનડે ક્રિકેટમાં કેપ્ટન તરીકે ઓસ્ટ્રેલિયાની ધરતી પર સદી ફટકારનાર પ્રથમ ભારતીય કેપ્ટન છે.

Image result for virat kohli century in australia

ડે-નાઇટ ટેસ્ટમાં સદી ફટકારનાર વિરાટ કોહલી પહેલો ભારતીય છે.

Image result for virat kohli century in day night test

વિરાટ કોહલી આ વર્ષે ટેસ્ટ ક્રિકેટમાં 250 રન બનાવનાર પહેલો ભારતીય કેપ્ટન છે. તેણે પુણેમાં દક્ષિણ આફ્રિકા સામે આ પરાક્રમ કર્યું હતું.

Image result for virat kohli century in test

વિરાટ કોહલી હોમ ગ્રાઉન્ડ પર 5000 રન પૂરા કરનાર પ્રથમ ભારતીય કેપ્ટન છે. તેણે આ ઇનિંગ 84 ઇનિંગ્સમાં કરી હતી.

Related image

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.