Not Set/ સુરત/ ફાયર વિભાગનો સપાટો, બે કોમર્શીયલ કોમ્પલેક્ષને સીલ

સુરતમાં ખાનગી ટ્યુશન ક્લાસીસમાં આગની ઘટના બની હતી, અને 23 જેટલાં નિર્દોષ બાળકો તેમાં હોમાઈ ગયાં હતા. ત્યાર બાદ સુરત ફાયર વિભાગ સફાળું જાગ્યું હતું. ફાયર સેફ્ટીના નિયમો વધુ કડક બનાવ્યા હતા.  સુરત ફાયર વિભાગ ફાયર સેફટી ને લઈને વધુ સાવચેત બન્યું છે. ગમે ત્યારે ગમે તે વિસ્તારમાં અચાનક ફાયર ચેકિંગ હાથ ધરવામાં આવી રહી […]

Gujarat Surat

સુરતમાં ખાનગી ટ્યુશન ક્લાસીસમાં આગની ઘટના બની હતી, અને 23 જેટલાં નિર્દોષ બાળકો તેમાં હોમાઈ ગયાં હતા. ત્યાર બાદ સુરત ફાયર વિભાગ સફાળું જાગ્યું હતું. ફાયર સેફ્ટીના નિયમો વધુ કડક બનાવ્યા હતા.

 સુરત ફાયર વિભાગ ફાયર સેફટી ને લઈને વધુ સાવચેત બન્યું છે. ગમે ત્યારે ગમે તે વિસ્તારમાં અચાનક ફાયર ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે. થોડા દિવસ અગાઉ પણ ફાયર સેફ્ટીના અભાવે કેટલાંક બિલ્ડીંગ અને સ્કુલ ને સીલ કર્યા હતા.

હવે ફરી એક વાર ફાયર વિભાગે સપાટો બોલાવ્યો છે. સુરતમાં બે કોર્મોશિયલ કોમ્પલેક્ષને સીલ કરીને ફાયર વિભાગે સપાટો બોલાવ્યો. ફાયર સેફ્ટીના અભાવને લઈને ફાયર વિભાગ દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવી હતી.

આ પણ વાંચો સુરત ફાયર વિભાગની કાર્યવાહી, ફાયર સેફ્ટીનાં અભાવે શહેરની અનેક સ્કૂલમાં સીલ

શહેરના કતારગામ અને મહિધરપુરામાં ફાયર વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં કતારગામના સિંગણપોરમાં 55 દુકાન અને મહિધરપુરા ડાયમંડના 270 યુનિટ સીલ કરાયા હતા.. મોડી રાત્રે ફાયર વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.