Not Set/ ટોરેન્ટો/ ફ્લાઇટમાં કોરોનાવાયરસ ઈન્ફેક્શનની ફેલાઇ અફવા, પાયલોટે અધ-વચ્ચેથી પ્લેનને પાછું લીધુ

કોરોનાવાયરસ વિશે તમામ પ્રકારની અફવાઓ સોશિયલ મીડિયાથી દરેક જગ્યાએ ફરતી રહે છે. પરંતુ આ અફવાઓ સિવાય, ફ્લાઇટમાં જ એક વ્યક્તિએ પોતાને કોરોનાવાયરસથી ચેપગ્રસ્ત જાહેર કર્યો હતો અને ત્યારબાદ ચાલુ પ્લેનમાં ઉગ્ર હંગામો મચી ગયો. તાજા જાણકારી મુજબ, ફ્લાઇટનું ઇમર્જન્સી લેન્ડિંગ ફક્ત એટલે જ કરાવવું પડ્યુ કારણ કે પ્લેન જ્યારે અધ-વચ્ચે હતું, ત્યારે એક વ્યક્તિ બો […]

Top Stories World
Westjet ટોરેન્ટો/ ફ્લાઇટમાં કોરોનાવાયરસ ઈન્ફેક્શનની ફેલાઇ અફવા, પાયલોટે અધ-વચ્ચેથી પ્લેનને પાછું લીધુ

કોરોનાવાયરસ વિશે તમામ પ્રકારની અફવાઓ સોશિયલ મીડિયાથી દરેક જગ્યાએ ફરતી રહે છે. પરંતુ આ અફવાઓ સિવાય, ફ્લાઇટમાં જ એક વ્યક્તિએ પોતાને કોરોનાવાયરસથી ચેપગ્રસ્ત જાહેર કર્યો હતો અને ત્યારબાદ ચાલુ પ્લેનમાં ઉગ્ર હંગામો મચી ગયો. તાજા જાણકારી મુજબ, ફ્લાઇટનું ઇમર્જન્સી લેન્ડિંગ ફક્ત એટલે જ કરાવવું પડ્યુ કારણ કે પ્લેન જ્યારે અધ-વચ્ચે હતું, ત્યારે એક વ્યક્તિ બો પાડીને કહેવા લાગ્યો હતો કે તેને કોરોનાવાયરસ છે. ફ્લાઇટ કેનેડાનાં ટોરોન્ટોથી જમૈકાનાં મોન્ટેગો બે તરફ જઇ રહી હતી. આ વ્યક્તિને લીધે, ફ્લાઇટને પાછી વાળવી પડી હતી.

Image result for westjet"

વેસ્ટજેટ સર્વિસની ટોરેન્ટોથી મોન્ટેગો બે ની ફ્લાઇટમાં, 29 વર્ષીય કેનેડિયન યુવકે ફ્લાઇટમાં ઘોષણા કરી હતી કે તેને જીવલેણ કોરોનાવાયરસનો ચેપ છે. પોલીસ પ્રવક્તાને કહેવામાં આવ્યું કે, આ યુવકને કારણે ફ્લાઇટમાં ગભરાહટનું વાતાવરણ ફેલાયુ હતું. પોલીસ તરફથી કહેવામાં આવ્યું છે કે, આ યુવકે જણાવ્યું હતું કે તે ચીન ગયો હતો અને તેને કોરોનાવાયરસ છે. ચીનમાં આ વાયરસને કારણે અત્યાર સુધીમાં 492 લોકોનાં મોત નીપજ્યાં છે. ફ્લાઇટમાં અન્ય મુસાફરોએ જમાવ્યું કે તે સેલ્ફી લઈ રહ્યો હતો અને ત્યારબાદ તે અચાનક વાયરસ હોવાનુ ચિસો પાડીને બોલવા લાગ્યો.

Image result for westjet"

થોડા સમય પછી, પાઇલટને સમજાયું કે આ માત્ર એક અફવા છે પરંતુ વિમાનને પરત લઇ જવા સિવાય તેની પાસે કોઈ વિકલ્પ નહોતો. કેબીન ક્રૂએ આરોપી વ્યક્તિને પહેરવા ગ્લવ્ઝ અને માસ્ક આપ્યા હતા અને તે પછી તેમને વિમાનમાં બેસવાનું કહેવામાં આવ્યું છે. આ મુસાફરની હવે ધરપકડ કરવામાં આવી છે અને તેની સામે આરોપ નક્કી કરવામાં આવ્યો છે. ટોરન્ટોનાં પીયરસન એરપોર્ટ નજીક આવેલા પીલ પોલીસ દળને કહેવામાં આવ્યું છે કે, તેને 9 માર્ચે કોર્ટમાં રજૂ કરવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.