Politics/ અરવિંદ કેજરીવાલ સાથે ઈશુદાન ગઢવીની મુલાકાત, થોડી ક્ષણોમાં થઇ શકે છે સત્તાવાર પુષ્ટી

ગુજરાતમાં પત્રકારત્વ જગતનો એક ખૂબ જ લોકપ્રિય અને જાણીતો ચહેરો ઈશુદાન ગઢવીએ પોતાની રાજનીતિક ઈનિગ્સની શરૂઆત કરી દીધી છે

Top Stories Ahmedabad Gujarat
1 419 અરવિંદ કેજરીવાલ સાથે ઈશુદાન ગઢવીની મુલાકાત, થોડી ક્ષણોમાં થઇ શકે છે સત્તાવાર પુષ્ટી

ગુજરાતમાં પત્રકારત્વ જગતનો એક ખૂબ જ લોકપ્રિય અને જાણીતો ચહેરો ઈશુદાન ગઢવીએ પોતાની રાજનીતિક ઈનિગ્સની શરૂઆત કરી દીધી છે. પોતાના 16 વર્ષનાં પત્રકારત્વને અલવિદા કહ્યા બાદ એવી અટકળો હતી કે ઈશુદાન ગઢવી આમ આદમી પાર્ટીને જોઇન કરી શકે છે. આ પહેલા મંતવ્ય ન્યૂઝ દ્વારા સૌથી પહેલા સમાચાર આપ્યા હતા કે ઈશુદાન ગઢવી આમ આદમી પાર્ટી સાથે જોડાઇ શકે છે. જેની પુષ્ટી થોડી ક્ષણોમાં થાય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.

1 420 અરવિંદ કેજરીવાલ સાથે ઈશુદાન ગઢવીની મુલાકાત, થોડી ક્ષણોમાં થઇ શકે છે સત્તાવાર પુષ્ટી

રાજકારણ / કેજરીવાલ અમદાવાદની મુલાકાતે, શું ઈશુદાન ગઢવી જોડાશે AAP માં? ચર્ચાનો દૌર શરૂ

આપને જણાવી દઇએ કે, આજે સવારે દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અમદાવાદ ખાતે આવ્યા ત્યારે આમ આદમી પાર્ટીનાં કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા અને તેમનુ સ્વાગત કર્યુ હતુ. જે બાદ અરવિંદ કેજરીવાલ સર્કિટ હાઉસમાં આવ્યા હતા. જ્યા અહેવાલ મળી રહ્યા છે કે અરવિંદ કેજરીવાલ અને ઈશુદાન ગઢવીની મુલાકાત થઇ છે.

1 421 અરવિંદ કેજરીવાલ સાથે ઈશુદાન ગઢવીની મુલાકાત, થોડી ક્ષણોમાં થઇ શકે છે સત્તાવાર પુષ્ટી

અમદાવાદ / CM અરવિંદ કેજરીવાલ આજે અમદાવાદની મુલાકાતે, 2022 વિધાનસભાની ચૂંટણી અંગે નેતાઓ સાથે કરશે ચર્ચા

વળી જ્યારે મંતવ્ય ન્યૂઝનાં રિપોર્ટર દ્વારા આપનાં કાર્યકર્તાઓને પુછવામાં આવ્યુ ત્યારે તેમણે પહેલા જ કહી દીધુ કે આજે અરવિંદ કેજરીવાલ અને ઈશુદાન ગઢવીની મુલાકત થશે અને તેઓ પાર્ટીમાં જોડાશે. જો કે હજી સુધી આ વાતની સત્તાવાર પુષ્ટી થઇ નથી.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

ઉલ્લેખનીય છે કે, દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાત આવનારી ચૂંટણી માટે આમ આદમી પાર્ટીની તૈયારીનો સંકેત છે. હવે ભાજપને ટક્કર આપવા માટે ગુજરાતમાં આપનું સંગઠન વધુ મજબૂત બનાવવાની પૂરી તૈયારીઓ થઇ રહી છે. વળી આજે અરવિંદ કેજરીવાલનાં આવ્યા બાદ મોટી સંખ્યામાં લોકો આપ સાથે જોડાય તેવું મનાઈ રહ્યું છે. અરવિંદ કેજરીવાલે આ પ્રવાસનાં એક દિવસ અગાઉ ગુજરાતીમાં ટ્વીટ કર્યું હતુ અને લખ્યુ હતુ કે, “હવે બદલાશે ગુજરાત. કાલે હું ગુજરાત આવી રહ્યો છું. ગુજરાતના બધા ભાઈ-બહેનને મળીશ”. હવે અરવિંદ કેજરીવાલનો ગુજરાતનો આ પ્રવાસ મહત્વપૂર્ણ મનાઈ રહ્યો છે.

ભાવ વધારો / આજે ફરી પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં થયો વધારો, આ શહેરોમાં પેટ્રોલની કિંમત 3 અંકો પર પહોંચી

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

kalmukho str 8 અરવિંદ કેજરીવાલ સાથે ઈશુદાન ગઢવીની મુલાકાત, થોડી ક્ષણોમાં થઇ શકે છે સત્તાવાર પુષ્ટી