Not Set/ રાજકોટમા આવ્યા નવા બે કેસ, જાણો કેટલા વિસ્તારોમાં કેટલા લોકો કોરન્ટાઇન કરાયા…

કોરોનાનાં સંક્રમણ મામલે ગુજરાતનાં બાકી મહાનગરોની તુલનામાં રાજકોટની પરિસ્થિતિ જ્યા સારી જોવામાં આવતી હતી, લાગે છે કે, હેવા રાજકોટનો વારો આવ્યો છે. પાછલા દિવસોમાં કોરોના રાજકોટ શહેરનાં ખુણે ખુણે પહોંચવાની કોશિશમાં હોય તેવી રીતે નવા નવા વિસ્તારોમાં સંક્રમણ ફેલાવી રહ્યો છે. આજે વઘુ બે તબીબોને પોતાનો શિકાર બનાવ્યાની સાથે સાથે ફરી રાજકોટમાં વધુ બે પોઝિટિવ કેસ નોંધવામાં […]

Gujarat Rajkot
d020c8fd843002dc1ef0c1c71fc1812e રાજકોટમા આવ્યા નવા બે કેસ, જાણો કેટલા વિસ્તારોમાં કેટલા લોકો કોરન્ટાઇન કરાયા...

કોરોનાનાં સંક્રમણ મામલે ગુજરાતનાં બાકી મહાનગરોની તુલનામાં રાજકોટની પરિસ્થિતિ જ્યા સારી જોવામાં આવતી હતી, લાગે છે કે, હેવા રાજકોટનો વારો આવ્યો છે. પાછલા દિવસોમાં કોરોના રાજકોટ શહેરનાં ખુણે ખુણે પહોંચવાની કોશિશમાં હોય તેવી રીતે નવા નવા વિસ્તારોમાં સંક્રમણ ફેલાવી રહ્યો છે. આજે વઘુ બે તબીબોને પોતાનો શિકાર બનાવ્યાની સાથે સાથે ફરી રાજકોટમાં વધુ બે પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યા છે. આ બે નવા કેસ સાથે રાજકોટમાં અત્યાર  સુધીમાં કુલ 109 કોરોના પોઝિટિવ કે નોંધાયા છે, તો સામે 84 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

જો કે, રાજકોટમાં ફેલાઇ રહેલ કોરોના સંક્રમણમાં મદઅંશે લોકો દ્વારા કરવામાં આવી રહેલું બેજવાબદાર અને બિન્દાસ્ત વર્તન પણ જવાબદાર છે. રાજકોટમાં કોરોનાનો લોકોમાં કોઇ ભય નથી કે મહદઅંશે લોકો સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરતા કે માસ્ક પહેરતા જોવામાં આવતા નથી તે હકીકત છે. આ તબક્કે લોકોએ સમજવુ અત્યંત જરુરી છે કે કોરોના કોઇને મોકો આપતો નથી અને તમામ કામ માટે કે ઘટના માટે સરકાર જવાબદાર નથી. 

જો કે, આજે સામે આવેલા નવા બે કેસ પછી મ્યુ. કોર્પોરેશનનાં આરોગ્ય વિભાગ દ્વારા આસોપાલવ પાર્ક, ચંદ્રેશનગર મેઈન રોડ વિસ્તારમાં 10 ઘરના 44 લોકો તથા કૈશવી ટ્રાવેલ્સ, ઉદયનગર, 150 ફૂટ રીંગ રોડ વિસ્તારના 9 લોકોને હોમ ક્વોરોનટાઈન કર્યા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews