Not Set/ પાટણનાં ધારપુરની હોસ્પિટલનાં કેમ્પસમાંથી દર્દીનો મૃતદેહ મળી આવતા ચકચાર, જવાબદાર કોણ..?

પાટણ જીલ્લાનાં ધારપુરની હોસ્પિટલનાં કેમ્પસમાંથી એક દર્દીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો છે. દર્દીનાં હાથમાં હોસ્પિટલની બેન્ડેજ હોવાનાં કારણે પ્રતિત થઇ રહ્યું છે કે આ દર્દી છે અને કોઇને કાઇ જગ્યાએ તેની સારવાર ચાલતી હોવી જોઇએ. જી હા, પાટણના ધારપુરમાં આવેલી હોસ્પિટલના બહારના ભાગે આવેલા પીકઅપ સ્ટેન્ડ પર એક અજાણયા દર્દીએ પોતાનો દમ તોડી […]

Gujarat Others
a693f5a435c6b0b6da68f4bc8fc10d55 2 પાટણનાં ધારપુરની હોસ્પિટલનાં કેમ્પસમાંથી દર્દીનો મૃતદેહ મળી આવતા ચકચાર, જવાબદાર કોણ..?

પાટણ જીલ્લાનાં ધારપુરની હોસ્પિટલનાં કેમ્પસમાંથી એક દર્દીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો છે. દર્દીનાં હાથમાં હોસ્પિટલની બેન્ડેજ હોવાનાં કારણે પ્રતિત થઇ રહ્યું છે કે આ દર્દી છે અને કોઇને કાઇ જગ્યાએ તેની સારવાર ચાલતી હોવી જોઇએ. જી હા, પાટણના ધારપુરમાં આવેલી હોસ્પિટલના બહારના ભાગે આવેલા પીકઅપ સ્ટેન્ડ પર એક અજાણયા દર્દીએ પોતાનો દમ તોડી ધીધો હોવાની ઘટના સામે આવી છે. દર્દીના હાથમાં પટ્ટી લગાવેલી હોવાનું જાણવા મળેલ છે. હોસ્પિટલનાં બહારનાં કેમ્પસમાંથી મળેલી દર્દીની લાશથી હોસ્પિટલની કામગીરી પર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. 

જો કે, આ અતિ સંવેદનશીલ કહી શકાય તેવા મામલામાં પણ હોસ્પિટલ સત્તાધીશો ભેદી રીતે મોન ઘારણ કરીને બેસી ગયા છે. દર્દી હોસ્પિટલની બહાર કેવી રીતે આવ્યો કે તેમને હોસ્પિટલ બહાર કોઈ મૂકી ગયું તેવા અનેક સવાલો હાલ લોકોમાં ચર્ચાય રહ્યા છે. મૃતકના હાથ પર ઇન્જેક્સનની પટ્ટી જોવા મળી રહી છે. જેનો મતલબ કે દર્દી સારવાર દરમિયાન મૃત્યુ પામ્યો હશે અને તેમને હોસ્પિટલ વાળાએ બહાર મૂકી દીધો કે જાતે આવી પહોંચ્યો તે અંગે તપાસનો વિષય બની ગયો છે.

કોરોનાનાં આ ભયંકર કાળમાં જ્યારે કોરોનાનું સંક્રમણ રાજ્યભરમાં હાહાકાર મચાવી રહ્યું છે, ત્યારે આ રીતે એક દર્દીની લાશ હોસ્પિટલનાં પ્રાંગણમાં મળે કે પછી ત્યાં મુકી દેવામાં આવી હોય કે, દર્દી હોસ્પિટલની બહાર સારવારની રાહમાં કે સારવાર ન મળતા આવી અને દમ તોડી દે, તમામ બાબતો અતી શરમજનક તો છે જ સાથે સાથે અત્યંત ગંભીર પણ છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews