કોરોના અપડેટ/ રાજયમાં કોરોનાના કેસમાં વધઘટ, આજે નવા 965 કેસ નોંધાયા, રિકવરી રેટ ઘટીને 98.65 ટકા થયો

ગુજરાતમાં કોરોનાએ હજુ બરોબર વિદાય લીધી નથી રોજબરોજ કોરોનાના કેસમાં વધઘટ જોવા મળે છે  છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યમાં કોરોનાના નવા 965 કેસ નોંધાયા છે

Top Stories Gujarat
2 9 રાજયમાં કોરોનાના કેસમાં વધઘટ, આજે નવા 965 કેસ નોંધાયા, રિકવરી રેટ ઘટીને 98.65 ટકા થયો

રાજ્યમાં આજે કોરોનાના નવા 965 કેસ
આજે કોરોનાના 928 દર્દી થયા સાજા
રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 6029
અમદાવાદ શહેરમાં કોરોનાના 259 કેસ
વડોદરા શહેરમાં કોરોનાના 81 કેસ
રાજકોટ શહેરમાં કોરોનાના 56 કેસ
મહેસાણામાં કોરોના 43 કેસ
સુરત શહેરમાં કોરોનાના 42 કેસ
ગાંધીનગર શહેરમાં કોરોનાના 15 કેસ
ભાવનગર શહેરમાં કોરોનાના 05 કેસ

ગુજરાતમાં કોરોનાએ હજુ બરોબર વિદાય લીધી નથી રોજબરોજ કોરોનાના કેસમાં વધઘટ જોવા મળે છે.  છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યમાં કોરોનાના નવા 965 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 928 દર્દીઓ સાજા થયા છે. મરણ આંકની વાત કરીએ તો આજે રાજ્યમાં કોરોનાથી એક પણ દર્દીનું મોત થયું નથી. આ સાથે કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.65 ટકા થઈ ગયો છે.

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 6029 એક્ટિવ કેસ છે. જેમાંથી 18 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 6011 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,43,489 દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 10,975 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

જોકે, જિલ્લા અને કોર્પોરેશન મુજબ કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 259 કેસ નોંધાયા છે. જ્યારે વડોદરા કોર્પોરેશનમાં 81, વડોદરા 60, રાજકોટ કોર્પોરેશન 56, સાબરકાંઠા 46, મહેસાણા 43, સુરત કોર્પોરેશન 42, કચ્છ 38, રાજકોટ 33, મોરબી 31, સુરત 26, અરવલ્લી 24, ગાંધીનગર 24, અમરેલી 23, વલસાડ 22, ગાંધીનગર કોર્પોરેશન 15, આણંદ 14, બનાસકાંઠા 14, નવસારી 13, પાટણ 13, પંચમહાલ 12, સુરેન્દ્રનગર 11, જામનગર કોર્પોરેશન 10 એમ કુલ 965 દર્દીઓ નોંધાયા છે.

જો રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 3,39,445 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 1478 ને રસીનો પ્રથમ અને 6951 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 15-17 વર્ષના લોકો પૈકી 97 ને રસીનો પ્રથમ અને 1874 ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 3728 લોકોને પ્રીકોર્શન ડોઝ આપવામાં આવ્યો છે. 12-14 વર્ષના લોકો પૈકી 1171 ને રસીનો પ્રથમ અને 3424 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-59 વર્ષના લોકોને 287422 પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 11,85,87,706 રસીના ડોઝ આપવામાં આવ્યો છે.