Tips/ મોંઢાંમાંથી આવતી દુર્ગંધને દૂર કરવા અપનાવો આ ટીપ્સ

મોંમાંથી દુર્ગંધ આવવી એ આજકાલ દરેક લોકોની સમસ્યા બની ગઈ છે.આની પાછળ ઘણા કારણો હોઈ શકે છે. ધૂમ્રપાન, સુકું મોં, દાંત ના રોગ, સાઇનસ પણ ખરાબ શ્વાસનું કારણ બની શકે છે

Tips & Tricks Lifestyle
Untitled 82 મોંઢાંમાંથી આવતી દુર્ગંધને દૂર કરવા અપનાવો આ ટીપ્સ

મોંમાંથી દુર્ગંધ આવવી એ આજકાલ દરેક લોકોની સમસ્યા બની ગઈ છે.આની પાછળ ઘણા કારણો હોઈ શકે છે. ધૂમ્રપાન, સુકું મોં, દાંત ના રોગ, સાઇનસ પણ ખરાબ શ્વાસનું કારણ બની શકે છે. આનું મુખ્ય કારણ બેક્ટેરિયા છે, જે દાંત વચ્ચે વધે છે. તેથી દાંત અને જીભને નિયમિતપણે સાફ કરવી જરૂરી છે.

Untitled 83 મોંઢાંમાંથી આવતી દુર્ગંધને દૂર કરવા અપનાવો આ ટીપ્સ

ઓછું પાણી પીવાથી પણ ખરાબ શ્વાસ એટેલે કે દુર્ગંધ ની સમસ્યા થાય છે. તેથી પૂરતા પ્રમાણમાં પાણી પીવું પણ જરૂરી છે. જો ખરાબ શ્વાસની સમસ્યાનું સમયસર ધ્યાન રાખવામાં ન આવે તો તે વધી શકે છે. તેનાથી પાયોરિયા થવાની શક્યતા વધી જાય છે. જો તમે પણ મોની દુર્ગંધથી પરેશાન છો તો કેટલાક ઘરેલુ ઉપાયોની મદદથી તમે તેનાથી છુટકારો મેળવી શકો છો.

Untitled 84 મોંઢાંમાંથી આવતી દુર્ગંધને દૂર કરવા અપનાવો આ ટીપ્સ

તજનો ઉપયોગ મસાલા તરીકે થાય છે. પરંતુ તજના ઘણા સ્વાસ્થ્ય લાભ છે. તજમાં સિનેમિક એલ્ડીહાઇડ નામનું તત્વ હોય છે. જે મો ની દુર્ગંધને દૂર કરવામાં મદદ કરી શકે છે. ખરાબ શ્વાસથી છુટકારો મેળવવા માટે, તમે તજની ચા અથવા તજના પાવડર પાણીથી ગાર્ગલ કરી શકો છો.

 

Untitled 85 મોંઢાંમાંથી આવતી દુર્ગંધને દૂર કરવા અપનાવો આ ટીપ્સ

વરિયાળીમાં એન્ટીબેક્ટેરિયલ તત્વો જોવા મળે છે જે મોં ની દુર્ગંધ દૂર કરવામાં મદદ કરે છે. વરિયાળીનો ઉપયોગ માઉથ ફ્રેશનર તરીકે થાય છે. તમે વરિયાળી ચાનું સેવન કરી શકો છો અથવા દિવસમાં 3-4 વખત વરિયાળી ખાઈ શકો છો. Untitled 86 મોંઢાંમાંથી આવતી દુર્ગંધને દૂર કરવા અપનાવો આ ટીપ્સ

લીંબુમાં વિટામિન સી વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. લીંબુ એક ખાટું ફળ છે જે શરીરમાં વિટામિન્સની ઉણપને પૂરી કરવામાં મદદ કરી શકે છે. દુર્ગંધ દૂર કરવા માટે પણ લીંબુનો ઉપયોગ થાય છે. તેનો રસ પાણીમાં મિક્સ કરો અને તે પાણી સાથે દિવસમાં 3-4 વખત ગાર્ગલ કરો. આમ કરવાથી મોં ની દુર્ગંધ દૂર થઈ શકે છે.Untitled 87 મોંઢાંમાંથી આવતી દુર્ગંધને દૂર કરવા અપનાવો આ ટીપ્સ

 

લવિંગ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. લવિંગનો ઉપયોગ ખોરાકની સાથે સાથે દવા તરીકે પણ કરવામાં આવે છે. દુર્ગંધ દૂર કરવા માટે લવિંગ અથવા લવિંગ તેલનો ઉપયોગ થાય છે. કારણ કે લવિંગ મોં ના બેક્ટેરિયાને ખતમ કરવાનું કામ કરી શકે છે.

 

Untitled 88 મોંઢાંમાંથી આવતી દુર્ગંધને દૂર કરવા અપનાવો આ ટીપ્સ