Not Set/ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ હવે રાજકીય પક્ષોની નજર ગ્રામપંચાયતોની ચૂંટણી પર, ECએ હાથ ધરી કવાયત

રાજ્યમાં 14 હજાર ગ્રામપંચાયતો અસ્તિત્વ ધરાવે છે. જે પૈકી 10 હજાર 312 ગ્રામપંચાયતોની ચૂંટણી ડિસેમ્બર-2021માં પૂર્ણ થાય છે ત્યારે ડિસેમ્બર….

Gujarat Others
ગ્રામપંચાયતો
  • ગુજરાતમાં હવે ગ્રામપંચાયતની ચૂંટણી
  • ડિસેમ્બરમાં યોજાઇ શકે ગ્રામંપંચાયતની ચૂંટણી
  • 10 હજાર કરતાં વધુ ગ્રામપંતાયતોની યોજાશે ચૂંટણી
  • રોટેશન અંગે રાજ્યચૂંટણીપંચે જાહેર કર્યા આદેશ
  • રાજ્યચૂંટણીપંચે હાથ ધરી કવાયત
  • 12 ઓક્ટોબરે જાહેર થશે મતદારયાદી પ્રસિદ્ધ
  • ગ્રામપંચાયતની ચૂંટણી રાજકીયપ્રતિક પર લડાતી નથી
  • સરપંચને વિજેતા બનાવવા રાજકીય માહોલ જામે છે

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યસંસ્થાની ચૂંટણી સંપન્ન થઇ ચૂકી છે. આ ચૂંટણીમાં મહદઅંશે ભાજપનો ભગવો લહેરાયો છે.ત્યારે હવે ભલે રાજકીયપક્ષના પ્રતિક ઉપર નહીં લડાતી ગ્રામપંચાયતો ની ચૂંટણી પર રાજકીયપક્ષોની મીટ મંડાયેલી છે. દરમિયાન રાજ્યમાં હવે આયોજીત 10 હજાર કરતા વધુ ગ્રામપંચાયતોની ચૂંટણી યોજવા રાજ્ય ચૂંટણી પંચે કવાયત હાથ ધરી છે.

આ પણ વાંચો :ગીરનાર પર્વત પર સ્થિત ગોરખનાથ મંદિર પર પડી વીજળી, શિખર થયું ધરાશાયી

ગુજરાતમાં ગત 3 ઓક્ટોબરે પાટનગર ગાંધીનગર મનપાની સામાન્ય , ઓખા થરા અને ભાણવડ નગરપાલિકાની સામાન્ય અને મધ્યસત્ર અને અન્ય કેટલીક નગરપાલિકા,તાલુકા પંચાયત અને જિલ્લાપંચાયતમાં ખાલી પડેલી બેઠકો માટેની પેટાચૂંટણી સંપન્ન થઇ અને તેના પરિણામ પણ જાહેર થઇ ગયા છે. હવે રાજ્યમાં ગ્રામપંચાયતની પૂર્ણ થતી મુદત માટે ચૂંટણી યોજવા કવાયત હાથ ધરી છે.  પ્રાપ્ત થયેલી વિગત મુજબ રાજ્યમાં 10 હજાર 312 ગ્રામપંચાયતોની મુદત ડિસેમ્બર અંત સુધીમાં પૂર્ણ થાય છે. દરેક તાલુકા વિકાસ અધિકારે ગ્રામપંચાયતની ચૂંટણી યોજવા રોટેશન બેઠકો માટેનો અહેવાલ રાજ્યચૂંટણીપંચને મોકલી આપ્યો છે.

આ પણ વાંચો :વિઠલાપરાથી લખતર રોડના ચાર માર્ગીય રસ્તાના કામનો ઇ-ખાતમુહૂર્ત કાર્યક્રમ લખતર ખાતે યોજાયો

રાજ્યચૂંટણીપંચની તૈયારી

  • સામાન્ય અનામત,મહિલા અનામત,એસસી-એસટી ( શિડ્યૂલ જાતિ – જનજાતિ) સહિતની કોને બેઠક ફાળવવાની છે એ અંગેનો અહેવાલ મંગાવવામાં આવ્યો છે.
  • ગ્રામપંચાયતની ચૂંટણી યોજવા જનઅભિપ્રાય
  • કોરોના નિવારણ  માર્ગદર્શિકા જાહેર કરવી
  • ચૂંટણીના આયોજન સમયે મતદારો માટે વ્યવસ્થા

રાજ્યમાં 14 હજાર ગ્રામપંચાયતો અસ્તિત્વ ધરાવે છે. જે પૈકી 10 હજાર 312 ગ્રામપંચાયતોની ચૂંટણી ડિસેમ્બર-2021માં પૂર્ણ થાય છે ત્યારે ડિસેમ્બર અંત સુધીમાં ગ્રામપંચાયતનો ચૂંટણી સંપન્ન કરાશે. ગ્રામપંચાયતની ચૂંટણી માટે આખરી મતદારયાદી 12 ઓક્ટોબરે પ્રસિદ્ધ કરવામાં આવશે. ત્યારબાદ ચૂંટણી યોજવાનો નો નિયમિત કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.  ગ્રામપંચાયતની ચૂંટણી રાજકીયપક્ષના પ્રતિક પર યોજાતી નથી. પરંતુ ગ્રામંપચાયતમાં રાજકીયપક્ષને સમર્થિત ઉમેદવારોની પસંદગી કરવામાં આવે છે. ભાજપ ગ્રામપંચાયત માટે પણ નો-રિપીટ થીયરી અપનાવવાના મૂડમા છે. ત્યારે કોંગ્રેસ માટે ગ્રામપંચાયતની ચૂંટણી પણ પડકરરૂપ રહેશે. હવે રાજ્યચૂંટણીપંચના ચૂંટણી કાર્યક્રમ પર સૌન મીટમંડાયેલી છે.

આ પણ વાંચો :ગોંડલ ચોકડી રવિવારથી એક વર્ષ માટે બંધ કરાશે, ટ્રાફિક બે રસ્તે ડાયવર્ટ કરાશે

આ પણ વાંચો :  વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં હાજરી આપશે..

આ પણ વાંચો :એમજીવીસીએલ વિભાગના કોન્ટ્રાક્ટ કર્મી દ્વારા આડેધડ બિલ બનાવવાનો છબરડો