Not Set/ રાજકોટમાં શ્રાવણમાસમાં ફરાળી ખાદ્યચીજોના વિક્રેતાઓને ત્યાં ફૂડ વિભાગ ત્રાટક્યો, 20ને ત્યાં ચેકિંગ,4 નમૂના લેવાયા

ફૂડ સેફ્ટી એન્‍ડ સ્‍ટાન્‍ડર્ડ એક્ટ – 2006 અંતર્ગત શ્રાવણ માસમાં કેળાની વખારમાં તેમજ ફરાળી ખાદ્યચીજના વિક્રેતાઓને ત્યાં ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

Top Stories Gujarat
food vibhag 1 રાજકોટમાં શ્રાવણમાસમાં ફરાળી ખાદ્યચીજોના વિક્રેતાઓને ત્યાં ફૂડ વિભાગ ત્રાટક્યો, 20ને ત્યાં ચેકિંગ,4 નમૂના લેવાયા

હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનામાં ફરાર કરવાની મહત્તા રહેલી છે ત્યારે કેટલાક ફરાળી ખાદ્ય ચીજ વસ્તુઓના વિક્રેતાઓ લોકોના સ્વાસ્થ્ય તેમજ શ્રદ્ધા બંને સાથે ચેડા કરતા હોવાની ફરિયાદો રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગને મળતી હોય છે. આ વર્ષે પણ આવી ઘટનાઓ ન બને તે માટે લોકોના હિતાર્થે ફૂડ વિભાગ દ્વારા ફરાળી ખાદ્ય ચીજવસ્તુના વિક્રેતાઓને ત્યાં ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ફૂડ સેફ્ટી એન્‍ડ સ્‍ટાન્‍ડર્ડ એક્ટ – 2006 અંતર્ગત શ્રાવણ માસમાં કેળાની વખારમાં તેમજ ફરાળી ખાદ્યચીજના વિક્રેતાઓને ત્યાં ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

food vibhag 2 રાજકોટમાં શ્રાવણમાસમાં ફરાળી ખાદ્યચીજોના વિક્રેતાઓને ત્યાં ફૂડ વિભાગ ત્રાટક્યો, 20ને ત્યાં ચેકિંગ,4 નમૂના લેવાયા

નમુનાની કામગીરી

શ્રાવણ માસ દરમ્યાન ફરાળી ખાદ્યચીજનો વિશેષ ઉપયોગ થતો હોય, ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ નમૂના લેવામાં આવેલ :- (૧) ફરાળી નાનખટાઇ (લુઝ) સ્થળ: રામેશ્વર બેકર્સ એન્ડ કેક શોપ એન્ડ નમકીન, ૪-ભક્તિનગર સ્ટેશન પ્લોટ (૨ ) ફરાળી પેટીસ (પ્રિપેર્ડ,લુઝ) સ્થળ:- અક્ષર ગાંઠીયા, ગાયત્રીનગર મે. રોડ, અલકનંદા કોમ્પલેક્ષ, દુકાન નં ૩ (૩) ફરાળી પેટીસ (પ્રિપેર્ડ,લુઝ) સ્થળ:-  રામ ડેરી ફાર્મ, ગોવિંદબાગ શાક માર્કેટ સામે, બ્રાહ્મણીયાપરા – ૧ કોર્નર, સંતકબીર રોડ (૪) ફરાળી ખિચડી (પ્રિપેર્ડ,લુઝ) સ્થળ:- જય ભેરૂનાથ નમકીન સેન્ટર, બાલક હનુમાનજી ચોક, પેડક રોડ, પાણીના ઘોડા સામે લીધેલ છે.

food vibhag 4 રાજકોટમાં શ્રાવણમાસમાં ફરાળી ખાદ્યચીજોના વિક્રેતાઓને ત્યાં ફૂડ વિભાગ ત્રાટક્યો, 20ને ત્યાં ચેકિંગ,4 નમૂના લેવાયા

કેળાના વખારમાં કરેલ ચકાસણી

શ્રાવણ માસ દરમ્યાન ફ્રુટ્સ (કેળા) તથા ફરાળી ખાદ્યચીજનો (પ્રિપેર્ડ ફુડ) નો બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો હોય કેળાની વખારો તથા પ્રિપેર્ડ ખાદ્યચીજ નમુના ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ.

food vibhag 3 રાજકોટમાં શ્રાવણમાસમાં ફરાળી ખાદ્યચીજોના વિક્રેતાઓને ત્યાં ફૂડ વિભાગ ત્રાટક્યો, 20ને ત્યાં ચેકિંગ,4 નમૂના લેવાયા

ક્રમ FBOનું નામ સરનામું રીમાર્ક્સ
૧ વિશ્વાસ કેળા દૂધસાગર રોડ –
૨ વિશ્વાસ ફ્રુટ્સ દૂધસાગર રોડ –
૩ રોયલ કેળા કોલ્ડ રામનગર -૨, કોઠારીયા રોડ –
૪ જનતા કેળા ભંડાર મોરબી રોડ –
૫ ગોલ્ડ કેળા કોલ્ડ રૈયાધાર રોડ
૬ પટેલ કેળા જામનગર રોડ
૭ હનીફ સુલેમાનભાઇ જામનગર રોડ
૮ ગોલ્ડ કેળા કોલ્ડ જામનગર રોડ
૯ યુસુફ સુલેમાનભાઇ જામનગર રોડ
૧૦ મહાદેવ ફરાળી પેટીસ કોઠારીયા રોડ
૧૧ જલારામ ફરાળી પેટીસ કોઠારીયા રોડ
૧૨ સિતારામ પેટીસ કોઠારીયા રોડ
૧૩ જલારામ પેટીસ કોઠારીયા રોડ
૧૪ રસિકભાઇ ચેવડા વાળા પંચનાથ મંદિર સામે
૧૫ પંચનાથ ફરશાણ સદર બજાર
૧૬ બાલાજી ફરસાણ રૈયા રોડ
૧૭ પ્રણામી ફરસાણ રૈયા રોડ
૧૮ ભગવતી ફરસાણ રૈયા રોડ
૧૯ જલારામ ફરસાણ રૈયા રોડ
૨૦ હરી નમકીન નિર્મળા રોડ

sago str 4 રાજકોટમાં શ્રાવણમાસમાં ફરાળી ખાદ્યચીજોના વિક્રેતાઓને ત્યાં ફૂડ વિભાગ ત્રાટક્યો, 20ને ત્યાં ચેકિંગ,4 નમૂના લેવાયા