Ahmedabad News/ AMC ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, અમરાઈવાડીમાં 75 હજાર સ્નેક્સ પેકેટનું વેચાણ રોકાયું; એકમ સીલ

Food Safety Raid: AMCના ફૂડ વિભાગે અમરાઈવાડીમાં 75,000 સ્નેક્સ પેકેટનું વેચાણ અટકાવ્યું. 1,500 કિલો જથ્થો સીલ, 7 નમૂનાઓ લેબમાં મોકલાયા

Gujrat Trending

Ahmedabad News : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ વિભાગે શહેરમાં ખાદ્ય સુરક્ષા અંગે વધુ એક કડક કાર્યવાહી હાથ ધરી છે. અમરાઈવાડી (Amraiwadi )વિસ્તારમાં આવેલા (Food Safety Raid)  એક સ્નેક્સ વિતરક એકમમાં તપાસ દરમિયાન ગંભીર અનિયમિતતાઓ સામે આવતા અંદાજે 75,000 સ્નેક્સ પેકેટનું વેચાણ તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવ્યું છે. સાથે જ સમગ્ર એકમને સીલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

1,500 કિલોગ્રામ સ્નેક્સનું વેચાણ અટકાવાયું

1500 કિલો સ્નેક્સનું વેચાણ સ્થગિત

ફૂડ વિભાગની (AMC Food Department) તપાસ દરમિયાન આશરે 75 હજાર સ્નેક્સ પેકેટ, એટલે કે અંદાજે 1,500 કિલોગ્રામ સ્નેક્સના જથ્થાનું વેચાણ રોકી દેવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન ખાદ્ય સુરક્ષાના નિયમોના પાલન અંગે શંકા ઉભી થતાં અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી.

7 ખાદ્ય નમૂનાઓ લેબમાં મોકલાયા

તપાસ દરમિયાન વિવિધ ખાદ્ય પદાર્થોના 7 નમૂનાઓ લેવામાં આવ્યા છે. આ તમામ નમૂનાઓને વધુ તપાસ અને ગુણવત્તા ચકાસણી માટે જાહેર આરોગ્ય પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે. લેબ રિપોર્ટના આધારે આગામી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

નિયમોના ભંગ બદલ કડક કાર્યવાહી

AMC ફૂડ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ખાદ્ય સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરનાર ઉત્પાદકો, વિતરકો અને વેપારીઓ સામે Food Safety and Standards Act, 2006 તેમજ GPMC Act હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.ફૂડ વિભાગે જણાવ્યું છે કે શહેરમાં ભેળસેળયુક્ત અથવા નીચી ગુણવત્તાના ખાદ્ય પદાર્થોના વેચાણ સામે સતત ચેકિંગ અભિયાન ચાલુ રહેશે અને ગ્રાહકોના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં.


આ પણ વાંચો: ભાવનગરમાં ચાંદીપુરા વાયરસથી 6 વર્ષીય બાળકનું મોત

આ પણ વાંચો: રાજકોટમાં સોનમ વાંગચૂકના સમર્થનમાં ધરણાં

આ પણ વાંચો: ગુજરાતમાં આતંકી ષડયંત્રનો ખુલાસો: ATSએ ઝડપેલા 13 જૈશ આતંકીઓ બોમ્બ ટેસ્ટિંગથી લઈને ઝેરી ગેસ બનાવવાના પ્રયાસમાં સામેલ