Not Set/ હનીમૂન માટે હંમેશા રોમેન્ટિક સ્થળની કરો પસંદગી

હનીમૂનનાં રંગીન સપનાં દરેક યુવતીનાં સમણાંની સોનેરી મૂડી છે. દરેક યુવતીને હક છે તેના જીવનસાથી સાથેની અંગત પળોનાં સપનાં જોવાનો, તેને સાકાર કરે તેવા જીવનસાથીની પસંદગી કરવાનો. લગ્નની શરૂઆતનો સમય દરેક નવોઢાનાં જીવનનો ગોલ્ડન પીરીયડ હોય છે. તેને કેવી રીતે ગાળવો કે જેનાથી બાકીનાં જીવનમાં તેના સ્મરણ માત્રથી શરીરનાં રોમેરોમમાં મીઠી સંવેદનાં ફેલાઈ જાય. હનીમૂનની […]

Relationships
હનીમૂન માટે હંમેશા રોમેન્ટિક સ્થળની કરો પસંદગી

હનીમૂનનાં રંગીન સપનાં દરેક યુવતીનાં સમણાંની સોનેરી મૂડી છે. દરેક યુવતીને હક છે તેના જીવનસાથી સાથેની અંગત પળોનાં સપનાં જોવાનો, તેને સાકાર કરે તેવા જીવનસાથીની પસંદગી કરવાનો. લગ્નની શરૂઆતનો સમય દરેક નવોઢાનાં જીવનનો ગોલ્ડન પીરીયડ હોય છે. તેને કેવી રીતે ગાળવો કે જેનાથી બાકીનાં જીવનમાં તેના સ્મરણ માત્રથી શરીરનાં રોમેરોમમાં મીઠી સંવેદનાં ફેલાઈ જાય. હનીમૂનની પણ કેટલીક એટિકેટ્‌સ હોય છે, જેને સરળ ભાષામાં કહીએ તો રીતભાતથી લઈને દરેક દિવસ, દરેક કલાક, દરેક ક્ષણનું એવું આયોજન કે જેમાં બે વ્યક્તિ એકબીજા સિવાય બાકીની દુનિયાથી અને દુનિયાદારીથી દૂર રહી શકે.

સ્થળની યોગ્ય પસંદગી

Related image

હનીમૂન માટે મોસમને ધ્યાનમાં રાખીને યોગ્ય સ્થળની પસંદગી કરવી. કુટુંબીજનોથી દૂરનું સ્થળ પસંદ કરવું. ઓછામાં ઓછા પંદરથી વીસ દિવસ હનીમૂન માટે ફાળવવા જોઈએ, જેથી તમે એકબીજા સાથે મહત્તમ સમય પસાર કરી શકો. ઘણા લોકો એવા પણ હોય છે કે તેમને એન્ગેજમેન્ટ પછી સાથે રહેવાનો સમય મળ્યો હોતો નથી, તો આવાં કપલ માટે હનીમૂન એકબીજાની આદતો, પસંદ- નાપસંદ જાણવા માટે સારો સમય છે. હનીમૂનમાં ફક્ત શરીર જ એકબીજાની પાસે નથી આવતાં, પણ તનની સાથે મન પણ એકરૂપ થાય છે.

સ્થળ હંમેશા રોમેન્ટિક પસંદ કરવું

Image result for make choice best honeymoon places

શક્ય હોય તો હિલસ્ટેશન પર પહેલી પસંદગી ઉતારવી, કેમ કે હિલસ્ટેશન પરંતુ વાતાવરણ બારેમાસ ખુશનુમા રહે છે. હનીમૂન ડેસ્ટિનેશન સાથે હોટલનું પણ એડવાન્સ બુકિંગ કરાવવું. યાદ રહે તમે હનીમૂન ઉપર જાવ છો. હનીમૂન પર જતા પહેલાં જો તમને તમારા પતિની પસંદગી અંગે જાણ હોય તો તે મુજબનાં જ કપડાં સાથે લેવાં. તેમજ હનીમૂન ડેસ્ટિનેશનને ધ્યાનમાં રાખીને કપડાંની પસંદગી કરવી. રોજિંદા જરૂરિયાતની બધી જ સામગ્રી સાથે લઈ જવી. ફર્સ્ટ એઇડ અને વિટામિનની ટેબ્લેટ સાથે રાખવી તમે હનીમૂન પર જાવ છો ત્યારે સ્થળ નવું હોવાની સાથે જ જમવાનું, પાણી બધી જ વસ્તુ આપણા શરીર માટે નવી હોવાની. ઘણી વાર એવું બનતું હોય છે કે શરીરને નવું વાતાવરણ માફક આવતું નથી, તેથી સાથે દવા હોવી જરૂરી છે. માટે સ્વસ્થ રહી હનીમૂનનાં રોમેન્ટિક સમયનો તમે ભરપૂર આનંદ ઉઠાવી શકો છો. તમારા જીવનસાથી સાથે હનીમૂનનો સમય એવી રીતે વિતાવો કે જે તેના અને તમારા માટે જીવનભર યાદગાર બની જાય. એકબીજાની પસંદ જો તમે જાણતાં હોવ તો ગમતી વસ્તુની ગિફ્ટ સાથે રાખવી. તમારા પાર્ટનરને રાત્રીનાં સમયમાં અથવા ઢળતી સાંજે ગિફ્ટ આપવી. ખાસ બંને વચ્ચેનાં તફાવત શોધવા નહીં .

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.