Sexual relations/ જાતીય સંબંધ બાંધ્યા પછી મહિલાઓને આવો અહેસાસ કેમ થાય છે? જાણો તજજ્ઞો પાસેથી તેના કારણો

યુગલો શારીરિક સંબંધ બાંધ્યા બાદ આ નકારાત્મકતા અને ઉદાસી એક રોગ છે જેને પોસ્ટ-કોઇટલ ડિસફોરિયા તરીકે ઓળખવામાં આવે છે. ગાયનેકોલોજિસ્ટ અને ઑબ્સ્ટેટ્રિશિયન મુજબ સ્ત્રી અને પુરુષ બંને પોસ્ટ-કોઇટલ ડિસફોરિયા અનુભવી શકે છે.

Lifestyle Health & Fitness Relationships
YouTube Thumbnail 44 1 જાતીય સંબંધ બાંધ્યા પછી મહિલાઓને આવો અહેસાસ કેમ થાય છે? જાણો તજજ્ઞો પાસેથી તેના કારણો

Health News: ગાયનેકોલોજિસ્ટ અને આઈવીએફ એક્સપર્ટ જણાવ્યું હતું કે, જાતીય સંબંધો પછી તણાવ એ પોસ્ટ-કોઈટલ ડિસફોરિયાનું લક્ષણ હોય છે.

એવું કહેવામાં આવે છે કે શારીરિક સંબંધ બાંધ્યા બાદ સ્ત્રીઓ અને પુરુષોને ચિંતા અને તણાવથી રાહત મળે છે. હાલની લાઈફસ્ટાઈલમાં દરેક વ્યક્તિ કામમાં વ્યસ્ત હોય છે. આ વ્યસ્તતા તણાવ અને સમસ્યાઓમાં વધારો કરે છે, આવી સ્થિતિમાં તમારા પાર્ટનર સાથે થોડો સમય વિતાવાથી હૃદયને શાંતિ અને શરીરને રાહત મળતી હોય છે. કેટલીક સ્ત્રીઓ એવી હોય છે જે શારીરિક સંબંધ બાંધ્યા પછી નકારાત્મક લાગણીઓ પેદા કરે છે. ઘણા લોકો શારીરિક સંબંધ બાંધ્યા બાદ ઉદાસી, ચિંતા અને બેચેની અનુભવે છે.

યુગલો શારીરિક સંબંધ બાંધ્યા બાદ આ નકારાત્મકતા અને ઉદાસી એક રોગ છે જેને પોસ્ટ-કોઇટલ ડિસફોરિયા તરીકે ઓળખવામાં આવે છે. ગાયનેકોલોજિસ્ટ અને ઑબ્સ્ટેટ્રિશિયન મુજબ સ્ત્રી અને પુરુષ બંને પોસ્ટ-કોઇટલ ડિસફોરિયા અનુભવી શકે છે.

ગાયનેકોલોજિસ્ટ દ્રારા જાણવા મળે છે કે સ્ત્રી અને પુરુષ બંને પોસ્ટ-કોઇટલ ડિસફોરિયા અનુભવી શકે છે. આ સમસ્યામાં, યુગલો સહમતિથી શારીરિક સંબંધો બાંધ્યા બાદ પણ અસ્વસ્થતા અનુભવ કરતા હોય છે. એક્સપર્ટમા અનુસાર, કેટલાક યુગલો શારીરિક સંબંધો બાંધીને સંપૂર્ણ સંતોષ પ્રાપ્ત કરે છે, તેમ છતાં તેઓ ડિપ્રેશનમાં રહેતા હોય છે.

ચાલો એક્સપર્ટ પાસેથી જાણીએ કે આ સમસ્યાનું કારણ શું છે અને તેની સારવાર કેવી રીતે કરવી જોઈએ.

પોસ્ટ-કોઇટલ ડિસફોરિયાના કારણો

• ચિંતિત અને સતત તણાવમાં રહેવું

• પોસ્ટપાર્ટમ ડિપ્રેશનમાં રહેવું

• હોર્મોન્સમાં વધઘટ

• સેક્સ વિશે તમારી માન્યતાઓ

• શારીરિક છબી સમસ્યાઓ

• યુગલોમાં સંબંધો પણ ઉદાસીનું કારણ બની શકે છે અને નકારાત્મકતા પણ હોઈ શકે છે. જો તમે શારીરિક સંબંધ બાંધ્યા બાદ બેચેની અનુભવો છો, તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી જોઈએ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ પૂર્ણિમાના દિવસે ડાકોરમાં લાખો ભક્તોએ રણછોડરાયના દર્શન કર્યા…

આ પણ વાંચોઃ  IPL 2024/IPLની 17મી સીઝન છે ખાસ, સ્ટોપ લોક-એક ઓવરમાં બે બાઉન્સર સહિત નિયમો બદલાયા

આ પણ વાંચોઃ sports news/IPL 2024ની શરૂઆત પહેલા આ ટીમનું ટેન્શન થયું ડબલ, ઓસ્ટ્રેલિયાના ખેલાડીએ રમવાનો કર્યો ઇનકાર

આ પણ વાંચોઃ IPL/ચિદંબરમ સ્ટેડિયમની પીચ કઈ ટીમને પ્રથમ મેચ જીતાડશે….