Latest Surat News/ ગુજરાતના ઇતિહાસમાં ગરબે રમવા પહેલી વખત બ્લોક પાડી હરાજી કરાઈ

સુરતમાં ગુજરાતના ઇતિહાસમાં પહેલી જ વખત ઇતિહાસમાં ગરબે રમવા માટેની જગ્યાની હરાજી કરવામાં આવી છે. સુરતના સરસાણા ડોમ ખાતે ગરબા રમવા માટે લગભગ 400 ખેલૈયાના 25 જેટલા ગ્રુપે મનપસંદ વિસ્તારમાં ગરબા રમવા માટે બોલી લગાવી છે. આયોજકોએ સરસાણા ડોમને નવ ભાગમાં વહેંચ્યો છે.

Gujarat Surat Breaking News
Beginners guide to 24 2 ગુજરાતના ઇતિહાસમાં ગરબે રમવા પહેલી વખત બ્લોક પાડી હરાજી કરાઈ

Surat News:  સુરતમાં ગુજરાતના ઇતિહાસમાં પહેલી જ વખત ઇતિહાસમાં ગરબે રમવા માટેની જગ્યાની હરાજી કરવામાં આવી છે. સુરતના સરસાણા ડોમ ખાતે ગરબા રમવા માટે લગભગ 400 ખેલૈયાના 25 જેટલા ગ્રુપે મનપસંદ વિસ્તારમાં ગરબા રમવા માટે બોલી લગાવી છે. આયોજકોએ સરસાણા ડોમને નવ ભાગમાં વહેંચ્યો છે.

તેમા ફ્રન્ટમાં 4 બ્લોક (કેપ્સ્યુલ) સહિત કુલ નવ બ્લોક છે. દરેક બ્લોક માટે જુદા-જુદા બેઝ પ્રાઇસ છે. આ બાબતે આયોજકોએ જણાવ્યું હતું કે રાજકોટમાં બનેલી આગની ઘટના બાદ સુરક્ષાને ધ્યાનમાં લઈને અમે આ વર્ષે નવરાત્રિમાં ઓછા લોકો રાખવાના છે. સામાન્ય રીતે દર વર્ષે પાંચ હજાર ખેલૈયાઓ ગરબે ઝૂમતા હોય છે, પરંતુ આ વખતે ત્રણ હજાર લોકોની જ વ્યવસ્થા કરી છે.

નવરાત્રિને હજુ ત્રણ મહિના બાકી છે ત્યારે સુરતના સરસાણા ડોમ ખાતે ગરબા રમવા માટે 300થી 400 ખેલૈયાઓના 25 જેટલાં ગ્રૂપ્સે ડોમમાં મનપસંદ એરિયામાં ગરબા રમવા બોલી લગાવી છે. ઈતિહાસમાં આ પ્રથમ ઘટના છે જ્યાં ગરબા રમવા માટે હરાજી કરાઈ છે. આયોજકોએ ડોમને 9 ભાગમાં વહેંચ્યા છે. જેમાં ફ્રન્ટમાં 4 બ્લોક (કેપ્સૂલ) સહિત કુલ 9 બ્લોક છે.

દરેક બ્લોક માટે અલગ અલગ બેઝ પ્રાઇઝ હતી. આ બાબતે આયોજકોએ કહ્યું હતું કે રાજકોટમાં બનેલી આગની ઘટના બાદ સુરક્ષાને ધ્યાન લઈ અમે આ વર્ષે ઓછા લોકોની નવરાત્રિ કરવા જઈ રહ્યા છે. દર વર્ષે 5 હજાર ખેલૈયાઓ ગરબા રમતા હતા પરંતુ આ વર્ષે અમે 3 હજાર લોકો માટે જ વ્યવસ્થા કરી રહ્યા છે. જેથી ખૈલૈયાઓના ગ્રૂપ્સ વધી જતા હરાજી થકી જગ્યા ફાળવવાનો વિચાર આવ્યો હતો. 9 બ્લોકમાંથી અત્યાર સુધીમાં 8 બ્લોક હરાજી થકી ખૈલૈયાઓને અપાઈ ગયા છે.

દરેક કેપ્સૂલના બેઝ પ્રાઇઝથી ભાવ 500થી 1500 રૂપિયા સુધી ઊંચો ગયો છે. આ વર્ષે ખેલૈયાના પાસ સિવાય કોઈ રમી શકશે નહીં. ખેલૈયા ગ્રૂપ્સ સિવાયના લોકો રમી શકશે નહીં.  અગાઉ અન્ય લોકો પણ સરસાણામાં ગરબા રમી શકતા હતા. જોકે આ વર્ષે જે લોકો પાસે ખેલૈયાના પાસ હશે તેઓ જ ગરબા રમી શકશે. ગરબા જોવા આવનારા લોકોને પ્લેઇંગ એરિયામાં પ્રવેશ અપાશે નહીં.

ઓક્શન માટે ગ્રૂપ પાસે 300થી 400 મેમ્બર્સ હોય તે જરૂરી હતું. સાથે જ ટ્રેડિશનલ ડ્રેસ ફરજિયાત હતા. જે ગ્રૂપ્સ પાસે પૂરતી સંખ્યા ન હોય તેઓ અન્ય ગ્રૂપ સાથે મળીને પણ બ્લોક ખરીદી શકતા હતા. ફ્રન્ટના 4 બ્લોક માટે 8 દાવેદાર હતા. સ્ટેજની સામે આવતા 4 ગ્રૂપ માટે કુલ 8 દાવેદાર હતાં જેમાંથી 3 ગ્રૂપ્સે પોતાની જગ્યા ફાઇનલ કરી લીધી છે. બીજી બાજુ અન્ય 5 બ્લોક માટે 17 દાવેદાર હતા. જે તમામ બ્લોક હવે ફાળવાઈ ગયા છે.

રાજકોટની ઘટના બાદ સાર્વજનિક સ્થળો પર સેફ્ટીને લઈને લોકોની ચિંતા વધી ગઈ છે. સરસાણા ડોમ સેફ્ટીની દૃષ્ટિએ સારો હોવાથી આ વખતે અમારી સાથે 25 જેટલાં ગ્રૂપ્સ જોડાવા માંગતાં હતાં પરંતુ ખેલૈયાઓની સુરક્ષાના કારણે અમે ઓછા ખેલૈયાઓની નવરાત્રિ આ વર્ષે કરવા માંગતા હતા. જેથી ગ્રૂપ્સ વધી જતાં અમે 9 બ્લોક બનાવી તેની બેઝ પ્રાઇઝ નક્કી કરી હતી. સ્પેસ ઓછી અને દાવેદારો વધુ હોવાથી ઓક્શન કરવાની જરૂર પડી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ચોમાસાની ધમાકેદાર શરૂઆત, સાબરકાંઠા, ઇડર અને હિંમતનગરમાં ખાબક્યો વરસાદ

આ પણ વાંચો: શહેરમાં ચોમાસાના આરંભે જ પાણીજન્ય રોગચાળો વધ્યો

આ પણ વાંચો: GSRTCની વોલ્વો બસમાંથી ઝડપાયો વિદેશી દારૂ, 2 લોકોની કરાઈ ધરપકડ

આ પણ વાંચો: કસ્ટમ સુપરિન્ટેન્ડેન્ટ પ્રીતિ આર્યાની કરાઈ ધરપકડ, ફોન ડિટેઇલમાંથી ખુલશે નવા રહસ્યો