સુરેન્દ્રનગર/ પાટડીમાં પ્રેમ પ્રકરણ બાબતે સશસ્ત્ર ધીંગાણું , 5 મહિલાઓ સહિત 10 સામે પોલિસ ફરીયાદ

ધીંગાણામાં ઇજાગ્રસ્ત થયેલાને લોહિલુહાણ હાલતમાં સારવાર અર્થે સુરેન્દ્રનગર સી.યુ.શાહ તથા સોલા સિવીલમાં ખસેડાયા : સામ સામે પોલિસ ફરિયાદ નોંધાઇ

Gujarat
Untitled 76 19 પાટડીમાં પ્રેમ પ્રકરણ બાબતે સશસ્ત્ર ધીંગાણું , 5 મહિલાઓ સહિત 10 સામે પોલિસ ફરીયાદ

પાટડી પોલીસ મથકના ચોપડે નોંધાયેલી પોલિસ ફરિયાદથી પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી સબીરભાઈ પઢિયારના જણાવ્યા મુજબ સબીરભાઈના મોટાભાઈ અશરફભાઈનો પુત્ર સિકંદર પાટડી બાજપાઈનગરમાં રહેતા તનજીલાબાનુને પ્રેમ કરતો હતો. જે વાતની જાણ તનજીલાબાનુના ઘરે થઈ જતા બધાને માફી માંગવાનુ અને જાહેરમાં થપ્પડ મારવાનું કહ્યું હતુ. જે વાતની ના પાડતા મનદુઃખ રાખી ઘેર આવી ધોકા, પાઈપ અને છરી વડે હુમલો કર્યો હતો. જેમાં મોહમ્મદ રફીકને ડાબા પડખાના ભાગે છરીના ઘા વાગતા ગંભીર ઈજા પહોંચતા લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે પાટડી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ત્યાર બાદ અમદાવાદ સોલા સિવિલ ખાતે ખસેડાયા હતા. જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને વિરમગામ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

પાટડી પોલીસે પાટડીના બાજપેઈનગરમાં રહેતા રેશમાબાનુ અલ્તાફભાઈ, સિમરનબેન ઈમરાનખાન, તનજીલાબાનુ, ઈમરાનખાન તાલીમહુસેન, સાહીદભાઈ તાલીબહુશેન, રહીમાબેન તાલીબહુસેન વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી

જ્યારે પ્રતિ ફરિયાદમાં ઇમરાનખાન ગોરીની નોંધાયેલી ફરિયાદમાં જાણવા મળતી વિગતો મુજબ તેમની ભાણી તનજીલાબાનુને અશરફભાઈનો પુત્ર સિકંદર હેરાન કરતો હતો. જેનો ઠપકો આપ્યો હોવાનુ મનદુઃખ રાખી મહમંદ રફીકે તનજીલાબાનુને વેપારી વાસમાં આવ્યા તે સમયે તારે આ બાજુ નહીં આવવાનું અને આવીશ તો પગ ભાંગી નાખીશ તેવી ધમકી આપતા તેમના ઘેર સમજાવવા માટે ગયા હતા. પરંતુ સામા પક્ષે ઉશ્કેરાઈ જઇ ધારિયા,પાઈપ અને એરગન વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સુરેન્દ્રનગર સી.યુ.શાહ હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા બાદ શહેનાજબેન, સબીરભાઈ વલીભાઈ, રસુલભાઇ વલીભાઈ તથા મહમંદ રફીક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પાટડી પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.