Corona Update/ ગુજરાતમાં ચૂંટણીટાણે લોકો ભાન ભૂલી થયા બેરોકટોક, કોરોનાની ગતિ પર નથી રોક, કેસમાં ભારે ઉછાળો

દેશમાં કોરોનાની બીજી તરંગે દસ્તક દિધી છે, ત્યારે ગુજરાતમાં પણ કોરોના ના આંકડા વધી રહ્યા છે. ગુજરાતમાંમાં કોરોના મહામારીનાં સંક્રમણમાં જબરદસ્ત વધારો નોંધાયો છે. ડિસેમ્બર બાદ ઘટેલો આંકડો ફરી એકવાર ચિંતાજનક રીતે વ

Gujarat
corona gujarat2 ગુજરાતમાં ચૂંટણીટાણે લોકો ભાન ભૂલી થયા બેરોકટોક, કોરોનાની ગતિ પર નથી રોક, કેસમાં ભારે ઉછાળો

દેશમાં કોરોનાની બીજી તરંગે દસ્તક દિધી છે, ત્યારે ગુજરાતમાં પણ કોરોના ના આંકડા વધી રહ્યા છે. ગુજરાતમાંમાં કોરોના મહામારીનાં સંક્રમણમાં જબરદસ્ત વધારો નોંધાયો છે. ડિસેમ્બર બાદ ઘટેલો આંકડો ફરી એકવાર ચિંતાજનક રીતે વધ્યો છે. જેથી હાલ એવું કહી શકાય કે તમારી એક ભૂલ તમને હોસ્પિટલ મોકલી શકે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પુરી થતાં જ ગુજરાતમાં રોજે રોજ કોરોનાના દૈનિક કેસમાં ઉછાળો નોધાઈ રહ્યો છે.

Coronavirus: Gujarat steps up screening at ports, airports - The Week

આજે શુક્રવારે છેલ્લા 24 કલાકમાં નવી સપાટી સાથે 460 કોરોના પોઝિટિવ કેસ નોધાયા છે. જે ગઇ કાલ કરતા 36 કેસ વધારે છે. જોકે આજે રાહતના સમાચાર એ છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં એક પણ દર્દીનું મોત નીપજ્યું નથી. બીજી તરફ આજે રાજ્યના 2 જિલ્લામાં નવો એકપણ કેસ નોધાયો નહોતો. નવો એકપણ કેસ નહી નોધાયેલ જિલ્લાઓમાં ડાંગ અને પાટણ જિલ્લો સામેલ છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 268571એ પહોચી ગઈ છે. રાજ્યમાં કોરોનાને મ્હાત આપવાનો દર 97.57 ટકાએ પહોંચી ગયો છે. અત્યાર સુધીમાં 2,62487 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.

Political / હું ક્યારેય કોઈ ધાર્મિક સ્થળોમાં દાન આપતો નથી, માટે રામ મંદિરને પણ નહીં આપું : રોબર્ટ વાડ્રા

Gujarat records highest daily spike of 1,272 Covid cases - DTNext.in

Ahmedabad / અમદાવાદીઓ રાત્રિ કરફ્યૂ સમયનાં ફેરફાર માટે રહો તૈયાર, DGP એ આપ્યાં સંકેત

ગુજરાતમાં કોરોનાના નવા 460 નવા કેસની વાત કરીએ તો અમદાવાદમાં 101 અને વડોદરામાં 109 કેસ, સુરતમાં 74, રાજકોટમાં 67, ભાવનગરમાં 13 કેસ, ગાંધીનગરમાં 10, જામનગરમાં 6, જૂનાગઢમાં 8, કચ્છમાં 9, છોટાઉદેપુર-ખેડામાં 6-6, મહિસાગર-પંચમહાલમાં 6-6, મહેસાણામાં 5, સાબરકાંઠામાં 5, મોરબીમાં 4, દ્વારકામાં 3, ગીર સોમનાથમાં 3, અમરેલી-આણંદમાં 2-2 કેસ, ભરૂચ, બોટાદ, સુરેન્દ્રનગર, વલસાડમાં 2-2 કેસ, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદમાં 1-1 કેસ, નર્મદા, નવસારી, પોરબંદર, તાપીમાં 1-1 કેસ નોંધાયા છે.

Gujarat plans to give world a wonder drug to battle corona

Election / રાજકોટ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત, પોલીસનો ચૂસ્ત પહેરો

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…