આરપાર/ સત્યાગ્રહ છાવણીમાં ધરણા માટે છોટાઉદેપુરથી શિક્ષકો આવ્યા ગાંધીનગર

આજે ષ્ટ્રીય સંયુક્ત મોરચાના સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા કરશે જેમાં ગુજરાતમાંથી લગભગ 50,000 થી વધુ શિક્ષક કર્મચારીઓ જોડાશે

Top Stories Gujarat Others
સત્યાગ્રહ

ગુજરાતામાં એવો માહોલ બની રહ્યો છે કે કોઈને પણ તેની વાત મનાવવી હોય તો રોડ ઉપર ઉતરી જવાનું. દરેક વ્યક્તિએ તેની માગને લઈને ધરણા અને આંદોલનનો સહારો લેવો પડે છે. શિક્ષણ ક્ષેત્રમા પણ છેલ્લા ઘણા સમયથી જૂની પેન્શન યોજના તથા અન્ય પડતર પ્રશ્નને લઈને આંદોલન કરવામાં આવે છે પણ હકારાત્મક જવાબ હજુ સુધી સરકાર તરફથી આવેલ નથી જેથી આજે ષ્ટ્રીય સંયુક્ત મોરચાના સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા કરશે જેમાં ગુજરાતમાંથી લગભગ 50,000 થી વધુ શિક્ષક કર્મચારીઓ જોડાશે ત્યારે છોટાઉદેપુર જીલ્લાનાં શિક્ષકો પણ આ કાર્યક્રમમાં  જોડાવા ગાંધીનગર ખાતે પહોચ્યા છે.

આ દેખાવો રાષ્ટ્રીય સંયુક્ત મોરચો રાજ્યમાં નવી પેન્શન યોજનાને સ્થાને જૂની પેન્શન યોજના પુન: લાગુ કરવા, નગર તથા મહાનગરપાલિકાના શિક્ષકો માટે 4200 ગ્રેડ પે, એચટીએટી ઓ.પી. થયેલા મુખ્ય શિક્ષકોના પ્રશ્ર્ન,સરકારી તથા ગ્રાન્ટેડ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક તથા આચાર્ય સંવર્ગના પાંચ વર્ષની સળંગ નોકરી, ગ્રાન્ટેડ બદલીનો લાભ આપવા, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પગાર પંચના બાકી ત્રણ હપ્તા, કેન્દ્રના ધોરણે જાન્યુઆરી 2022થી ત્રણ ટકા મોંધવારી તથા કેન્દ્રના ધોરણે સાતમા પગાર પંચ મુજબ ઘરભાડુ, અન્ય ભથ્થા જાહેર કરવા માટે થોડીવારમાં ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ફેરવાશે. જ્યાં સમગ્ર ગુજરાતના શિક્ષક કર્મચારીઓ સંયુક્ત રીતે 50,000 થી વધુ સંખ્યામાં ધરણા કરશે.

આ પણ વાંચો : ધોરાજીના શિક્ષિત બેરોજગાર યુવાનએ આ પરીક્ષાની ભરતી કરવા સીએમને લખ્યો લોહીથી પત્રઆરપાર