Not Set/ Video: દબાણ હટાવાતાં AMCનો કર્મચારી પટકાયો, નોટિસ, દબાણ અને દંડા સાથેની પોલીસની કાર્યવાહી

અમદાવાદ, ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ અમદાવાદ શહેરમાં ટ્રાફિક તેમજ દબાણ હટાવવા ઝુંબેશ યથાવત છે. સરખેજ અને અન્ય વિસ્તારમાં પણ પોલીસે ડ્રાઇવ શરૂ કરી છે જેમાં પણ મોટા ભાગના દબાણો હટાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. દબાણ હટાવવાની કામગીરી દરમિયાન કોર્પોરેશનનો કર્મચારી ઉપરના માળેથી નીચે પટકાયો હતો. જેને ઇજા થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. […]

Top Stories Ahmedabad Gujarat Trending Videos
cvx 5 Video: દબાણ હટાવાતાં AMCનો કર્મચારી પટકાયો, નોટિસ, દબાણ અને દંડા સાથેની પોલીસની કાર્યવાહી

અમદાવાદ,

ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ અમદાવાદ શહેરમાં ટ્રાફિક તેમજ દબાણ હટાવવા ઝુંબેશ યથાવત છે. સરખેજ અને અન્ય વિસ્તારમાં પણ પોલીસે ડ્રાઇવ શરૂ કરી છે જેમાં પણ મોટા ભાગના દબાણો હટાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે.

દબાણ હટાવવાની કામગીરી દરમિયાન કોર્પોરેશનનો કર્મચારી ઉપરના માળેથી નીચે પટકાયો હતો. જેને ઇજા થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગેની જાણ થતા કોર્પોરેશનના કર્મચારી પણ હોસ્પિટલ દોડી ગયા હતા.

આજે શહેરમાં દબાણ અને ટ્રાફિક પાર્કિંગ મુદ્દે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ચંડોળા ચોકડીથી ઇસનપુર સુધી પોલીસની ડ્રાઇવ કરવામાં આવી પોલીસ દ્વારા રોડ પરના દબાણો દૂર કરવા કવાયત શરૂ થઇ ગઇ છે. ત્યારે 7 પી.આઈ અને 2 એ.સી.પી સહિત 150 જવાનો જોડાયા છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના રપ મોડલ રોડ પરનાં ગેરકાયદે દબાણને હટાવીને તેને ખુલ્લો કરવાના ઓપરેશન ડિમોલિશન હાથ ધરાયું છે. નવા પશ્ચિમ ઝોનના સરખેજ ચોકડીથી એપીએમસી માર્કેટ સુધીના મોડલ રોડ પરનાં દબાણને ખસેડવાની કામગીરી હાથ ધરાઇ છે.

cvx 6 Video: દબાણ હટાવાતાં AMCનો કર્મચારી પટકાયો, નોટિસ, દબાણ અને દંડા સાથેની પોલીસની કાર્યવાહી

નવા પશ્ચિમ ઝોન ઉપરાંત મધ્ય ઝોન, પૂર્વ ઝોન સહિતના અન્ય ઝોનમાં પણ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઇ છે. ઉલ્લેખનીય છે કે શહેરના રપ મોડલ રોડ પર છેલ્લા ચાર દિવસથી તંત્ર દ્વારા ઓપરેશન ડિમોલિશનનો પ્રારંભ કરાયો છે. રૂ. ૩૬ કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા આ મોડલ રોડ પર ભ્રષ્ટ એસ્ટેટ વિભાગના કારણે જ્યાં-ત્યાં દબાણનો રાફડો ફાટી નીકળ્યો છે.

cvx 7 Video: દબાણ હટાવાતાં AMCનો કર્મચારી પટકાયો, નોટિસ, દબાણ અને દંડા સાથેની પોલીસની કાર્યવાહી

હાઇકોર્ટ દ્વારા ટ્રાફિક નિયમન માટે તંત્રને કરાયેલી કડક તાકીદના પગલે સત્તાવાળાઓમાં દોડધામ મચી ગઇ છે..ઓપરેશન ડિમોલિશનના પાંચમાં દિવસે નવા પશ્ચિમ ઝોનના સત્તાવાળાઓએ સરખેજ ચોકડીથી વાસણા એપીએમસી માર્કેટ સુધીના મોડલ રોડ પરનાં દબાણને હટાવવાની કામગીરી હાથ ધરી છે.પશ્ચિમ ઝોનના સત્તાવાળાઓ દ્વારા બે જેસીબી મશીન સાથે પ્રથમ વખત જુહાપુરા વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરાઇ છે.