Not Set/ રાજ્યમાં પ્રથમ વખત 20 થી નીચે ગયા કોરોના કેસ , એક્ટિવ કેસ 226 રહ્યા

રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 42 

Gujarat

ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસના કહેરમાં ધીમે ધીમે ઘટી  રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં માત્ર 17  નવા કોરોના કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો 8,24, 413  પહોંચ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં એક પણ વ્યક્તિનું  મોત થયું નથી. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 42  છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 814595     છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 226 છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હાલમાં રસીકરણ ચાલી રહ્યું છે. જો કે રાજ્યમાં વેપારી એકમો, વાણિજ્યિક સંસ્થાઓ અને અન્ય સંસ્થાઓ જેના કર્મચારીઓ માટે કોરોના વેકસીનેશન ફરજિયાત બનાવવામાં આવી છે.