Ahmedabad News : ગુજરાતમાં ઉત્તરાયણ પર્વની ઉજવણીને લઈને એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટે રાજ્યભરમાં કાચ પાયેલી દોરી, ચાઇનીઝ દોરી અને નાયલોન દોરી પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ નિર્ણય પછી રાજ્ય સરકારે આ પ્રતિબંધને સખ્તીથી અમલમાં મૂકવાની ખાતરી આપી છે.
ઉત્તરાયણને લઈને મોટા સમાચાર ગુજરાત હાઈકોર્ટમાં સામે આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટે રાજ્યભરમાં કાચ પાયેલા દોરાના ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો છે. ચાઈનીઝ દોરી, નાઈલોન દોરી અને કાચ પાયેલ કોટન થ્રેડ ઉપર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. રાજ્ય સરકારે હુકમ પાલનની પ્રતિબધ્ધતા દર્શાવીને, આગામી 13 જાન્યુઆરી સુધીમા ઠોસ અને અસરકારક પગલા લેવા કોર્ટમાં ખાતરી આપી છે. આ કેસની વધુ સુનવણી આગામી 13 જાન્યુઆરીએ થશે.
કોર્ટે આ નિર્ણય લેવાનું કારણ દર્શાવતા જણાવ્યું હતું કે, આ પ્રકારની દોરીઓ પક્ષીઓ અને માનવીઓ માટે ખૂબ જ જોખમી હોય છે. આ દોરીઓના કારણે દર વર્ષે અનેક લોકો ઘાયલ થાય છે અને પક્ષીઓના મોત થાય છે.
રાજ્ય સરકારે આ નિર્ણયનું સ્વાગત કર્યું છે અને કહ્યું છે કે, તેઓ આ નિર્ણયને અમલમાં મૂકવા માટે જરૂરી તમામ પગલાં ભરશે. સરકારે પોલીસ અને અન્ય તંત્રને આ મામલે સતર્ક રહેવા અને દોષિતો સામે કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.
આ નિર્ણયથી ઉત્તરાયણની ઉજવણીમાં થોડો ફેરફાર થઈ શકે છે, પરંતુ આ નિર્ણય માનવી અને પક્ષીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હોય શકે છે.
આ પણ વાંચો: અંબાલાલ પટેલની ચેતવણી: ઉત્તરાયણ પર માવઠાની ભીતિ, ગુજરાતમાં કડકડતી ઠંડીનો પારો
આ પણ વાંચો: ઉત્તરાયણમાં હવામાનમાં આવશે પલટો
આ પણ વાંચો: ઉત્તરાયણ સંદર્ભે અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું : લાઉડ સ્પીકર અને કેટલાક પતંગ પર પ્રતિબંધ
