અંતિમસંસ્કાર/ કોરોનાના લીધે સૌપ્રથમવાર પારસી સમાજે બદલી અંતિમવિધી

પારસી સમાજે કોરોનાની લીધે અંતિમવિધી બદલી

Gujarat
parsi કોરોનાના લીધે સૌપ્રથમવાર પારસી સમાજે બદલી અંતિમવિધી

દેશમાં કોરોનાની લહેરે માઝા મૂકી છે .કોરોના સંક્રમણના કેસો ઝડપથી વધી રહ્યા છે. ગુજરાતમાં પણ કોરોના સંક્રમણના કેસો પ્રતિદિન વધી રહ્યા છે, રાજ્યના મહાનગરોની હાલત કોરોનાના લીધે અતિ ભયંકર છે. સુરતમાં કોરોનાની વિસ્ફોટ જેવી સ્થિતિ છે. કોરાનાના લીધે અનેક મોત નિપજયા છે.સ્મશાનોમાં લાંબી કતાર જોવા મળી રહી છે.પારસી સમાજમાં અગ્નિ સંસ્કારની પરંપરા નથી,તેમનો સમાજ મૃતદેહોને ચિતા પર સુવડાવતા નથી તે એક ચોક્કસ જગ્યાએ કૂવા઼ે બનાવીને મૃતદેહને પક્ષીઓનાં હવાલે કરી દે છે.

કોરોનાને લીધે કોવિડ ગાઇડલાઇન મુજબ નિયમોના પાલન માટેપારસી સમાજ દ્વારા તેમની પરંપરાને ભંગ કરીને મૃત્યુદેહોને અગ્નિદાહ આપવામાં આવી રહ્યો છે.જે પારસી સમાજ માટે આઘાતજનક બાબત છે.

અત્રે ઉલ્લેખનીય છીએ કે પારસી સમાજની વસ્તી દેશમાં ખુબ જ ઓછી છે અને વસ્તી ઓછી હોવાના લીધે પહેલાથી જ ચિંતામાં હતાં અને કોરોનાના લીધે સમાજમાં મોત થઇ રહી છે તે પણ પરંપરા વિરૂદ્વ મૃત્યુદેહને અગ્નિસંસ્કાર કરી રહ્યાં છે. પારસી સમાજમાં હાલ કોરોનાને લીધે મોત થઇ રહ્યાં છે જે ચિંતાજનક બાબત છે. સુરતમાં રહેતી રંગોળી કલાકાર અને ડ્રામા સાથે સંકળાયેલી મોનાઝનું કોરોનાને લીધે મોત થયું હતું.