OMG!/ સારવાર માટે ગયેલા ડોક્ટરના બળજબરીથી કરાવ્યા લગ્ન, વાંચો આ ચોંકાવનારો કિસ્સો

બિહારના બેગુસરાઈમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક ડોક્ટર તેના દર્દીને જોવા માટે ગયો હતો, પરંતુ યુવતીના પરિવારજનોએ તેને પસંદ કર્યો અને તરત જ તેના લગ્ન કરાવી દીધા. એટલે કે વરરાજાને કિડનેપ કર્યા બાદ સ્થળ પર જ લગ્ન કરી લીધા હતા.

India
લગ્ન

કલ્પના કરો કે જો તમે કોઈ અગત્યના કામથી બહાર ગયા અને બળજબરીથી પકડીને તમારા લગ્ન કરાવી દેવામાં આવે તો કેવું હશે. બિહારના બેગુસરાયથી આવા જ એક લગ્નનો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક ડોકટર સારવાર માટે નીકળ્યો હતો, પરંતુ રસ્તામાં જ તેનું અપહરણ થયું હતું. આ પછી ડોક્ટરને એક મંદિરમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેના બળજબરીથી લગ્ન કરાવવામાં આવ્યા. આ આશંકાના આધારે યુવકના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ ડોક્ટરની શોધમાં અનેક જગ્યાએ દરોડા પાડી રહી છે. પરંતુ હજુ સુધી તેનો કોઈ પત્તો લાગ્યો નથી.

વાસ્તવમાં આ મામલો બેગુસરાય જિલ્લાના પીધૌલી ગામમાંથી સામે આવ્યો છે. જ્યાં સોમવારે પશુ ચિકિત્સક સત્યમ કુમાર ઝા પશુઓની સારવાર માટે ઘરેથી નીકળ્યો હતો. પરંતુ બે દિવસ બાદ પણ તે ઘરે પરત ફર્યો નથી. આ દરમિયાન યુવકના પિતા સુબોધ કુમાર ઝાના મોબાઈલ પર એક વીડિયો આવ્યો, જે તેણે પોલીસને બતાવ્યો, જેમાં તેનો પુત્ર સત્યમ લગ્ન કરતો જોવા મળી રહ્યો છે. સત્યમ સાથે એક છોકરી બેઠી હતી. પંડિત મંત્રનો પાઠ કરી રહ્યા હતા. આસપાસ લોકોની ભીડ હતી. લગ્નની વિધિઓ કરવામાં આવી રહી હતી. વીડિયો જોયા બાદ પરિવારના સભ્યોના હોશ ઉડી ગયા હતા.

પોલીસને જણાવતા સત્યમના પિતા સુબોધ ઝાએ આરોપ લગાવ્યો હતો કે હસનપુર ગામના વિજય સિંહે સત્યમનું અપહરણ કરીને તેના લગ્ન કરાવ્યા હશે. જો કે પોલીસે હજુ સુધી આ મામલે કંઈ કહ્યું નથી. તેમનું કહેવું છે કે યુવક સામે આવે તે બાદ કંઈક ખબર પડશે. તે કપટપૂર્ણ લગ્ન હોઈ શકે છે અથવા તે પ્રેમ પ્રકરણ પણ હોઈ શકે છે.

મામલાની તપાસ કરી રહેલા એસપી યોગેન્દ્ર કુમારે કહ્યું કે સત્યમને મળ્યા બાદ જ આખો મામલો સ્પષ્ટ થશે કે સમગ્ર મામલો શું છે. પરિવારજનોએ ફરિયાદ કરી છે જેના આધારે અમે તબીબને શોધવા માટે સ્થળે સ્થળે દરોડા પાડી રહ્યા છીએ. આ સાથે અમે લગ્નના વીડિયોનું સત્ય પણ શોધી રહ્યા છીએ. તે ક્યારે બનાવવામાં આવ્યું હતું અને તે ક્યાંથી છે? પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે, ટૂંક સમયમાં તેનું સત્ય બહાર આવશે.

આ પણ વાંચો:વિદેશી મુડીરોકાણમાં આ રાજ્યએ મારી બાજી,જાણો ગુજરાત ક્યાં સ્થાને

આ પણ વાંચો: રાષ્ટ્રપતિની ચૂંટણી પર આજે વિપક્ષની બેઠક, કોંગ્રેસની હાજરીના વિરોધમાં KCRની પાર્ટીએ બહિષ્કાર કર્યો

આ પણ વાંચો: સરકારી પીજી મેડિકલ વિદ્યાર્થીઓની હડતાળ, નિર્ણય ન આવે તો 16મીથી ઈમર્જન્સી સેવા પણ બંધ કરશે