ડભોઇ/ સરકારી લાકડાનું ગેરકાયદેસર વેચાણ ઝડપી પાડતું વન વિભાગ

કોઈપણ જાતની પરવાનગી વગર સરકારી દેશી બાવલિયાનું નિકંદન કાઢી તેમપામાં ભરી વેચાણ કરવામાં આવતું હતું. જાગૃત નાગરિક દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે

Gujarat
123Untitled 3 સરકારી લાકડાનું ગેરકાયદેસર વેચાણ ઝડપી પાડતું વન વિભાગ

દાહોદના ડભોઈમાં સરકારી ગેરકાયદેસર લાકડા ભરેલો ટેમ્પોનો વન વિભાગે ઝડપી પાડ્યું હતું. કરજણના વ્યાપારી જયેશ રાઠી દ્વારા તેની માલિકીના ટેમ્પોમાં સરકારી દેશી બાવળીયના વૃક્ષો કાપી કોઈપણ જાતની પરવાનગી વગર લઈ જવાતા હતા. ગામના જાગૃત નાગરિક દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. જેના પગલે તમામનો પર્દાફાશ થયો હતો.

  • દાહોદના ડભોઈમાં ઝડપાયું લાકડાનો ટેમ્પો
  • ગેરકાયદેસર લાકડાના ટેમ્પો ઝડપાયો
  • જયેશ રાઠીના માલિકીનો ટેમ્પો જપ્ત
  • વન વિભાગે જપ્ત કર્યો ગેરકાયદેસર લાકડું

ડભોઇમાં સરકારી ગેરકાયદેસર લાકડા ભરેલો ટેમ્પો કાયાવરોહણ પાસેથી વન વિભાગ એ ઝડપી આર.એફ.ઓ એ વન ગુન્હો નોંધ્યો છે. હાલ ચોમાસાની સીઝન શરૂ થઈ છે.  ત્યારે લાકડા ચોરોની પણ સીઝન આવી ગઈ હોય એવું લાગી રહ્યું છે.  તેવામાં ડભોઇના કાયાવરોહણ પાસે રોડની સાઈડમાં પડેલા ખૂબ ઘેરાવદાર તેમજ મોટા વૃક્ષોને નિકંદન કરી કરજણના વ્યાપારી જયેશ રાઠી દ્વારા તેની માલિકીના ટેમ્પો માં સરકારી દેશી બાવળીયા ના વૃક્ષો કાપી કોઈપણ જાતની પરવાનગી વગર ગેરકાયદેસર રીતે પોતાના GJ 07 TT 80 62 નંબરના ટેમ્પામાં કાયાવરોહણ પાસેથી ભરીને કરજણ માં આવેલા તેની માલિકીના લાકડાના બેન્સો માં લઈ જતો હતો. ત્યારે ગામના જાગૃત નાગરિક દ્વારા વન વિભાગ ના આર.એફ.એ ને જાણ કરતા તેઓએ ડભોઇ વન વિભાગ ના ડેપોમાં ટેમ્પો લઈ જઈ તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરી વન ગુનો નોધી આગળની તપાસ શરૂ કરી છે.વન વિભાગની આ કાર્યવાહી જોઈને લાકડા ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.