Bollywood/ બોલીવુડના આ અભિનેતાની ગીર મુલાકાતને લઈ સર્જાયો વિવાદ, હાઈકોર્ટમાં કરાઈ અરજી

આમીર ખાનની મુશ્કેલીઓમાં વધારો થવાનું કારણ હાઈકોર્ટમાં કરાયેલી એક અરજી છે. મળતા અહેવાલ મુજબ, આમિર ખાનની સાસણ ગીરની મુલાકાતને લઇને એક સામાજિક કાર્યકરે સુઓમોટો કરવા હાઇકોર્ટમાં અરજી કરી છે.

Entertainment
a 442 બોલીવુડના આ અભિનેતાની ગીર મુલાકાતને લઈ સર્જાયો વિવાદ, હાઈકોર્ટમાં કરાઈ અરજી

બોલીવુડના ટોચના અભિનેતાઓમાના એક એવા અમીર ખાન હાલમાં ગુજરાત રાજ્યના પ્રસિદ્ધ સાસણ ગીરની મુલાકાતે આવ્યા છે. આ મુલાકાતમાં તેઓએ ગીરના અભયારણ્યમાં સિંહ દર્શન પણ કર્યા હતા, પરંતુ આ મુલાકાતને લઈને આમીર ખાનની મુશ્કેલીઓમાં વધારો થયો છે.

આમીર ખાનની મુશ્કેલીઓમાં વધારો થવાનું કારણ હાઈકોર્ટમાં કરાયેલી એક અરજી છે. મળતા અહેવાલ મુજબ, આમિર ખાનની સાસણ ગીરની મુલાકાતને લઇને એક સામાજિક કાર્યકરે સુઓમોટો કરવા હાઇકોર્ટમાં અરજી કરી છે. હાઈકોર્ટમાં કરાયેલી અરજીમાં દાવો છે કે, વન વિભાગે આમિર ખાનને VIP સેવા આપી છે. જેમાં ગેરકાયદેસર રીતે સિંહ-સિંહણો રસ્તા પર મૂકાયા છે.

aamir khan sasan gir visit high court

આ સાથે અરજીમાં સામાજિક કાર્યકરે એ પણ આરોપ લગાવ્યો છે કે, કલાકો સુધી વન્ય પ્રાણીઓને બંદી બનાવી દર્શન કરાવાય છે. આ માટે કાયદેસર કાર્યવાહી કરવા ગુજરાત હાઇકોર્ટમાં સામાજિક કાર્યકર સામાજિક કાર્યકર ભનુ નાગા ઓડેદરા દ્વારા અરજી કરવામાં આવી છે.

આપને જણાવી દઈએ કે, 26 ડિસેમ્બરના રોજ આમિર ખાન તેના પરિવાર સાથે એનીવર્સરી ઉજવવા ગુજરાત આવ્યા હતાં અને પોતાની મુલાકાતના પડાવમાં ઍક્ટર પોતાના પરિવાર સાથે પોરબંદર ઍરપોર્ટ પહોંચ્યો હતો અને ત્યાંથી સાસણગીર જવા નીકળ્યો હતો. આ સમયે અભિનેતા આમિર ખાને પરિવાર અને મિત્રો સાથે સાસણ ગીરમાં સિંહ દર્શન કર્યા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…