USA/ ભૂતપૂર્વ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દોષિત જાહેર, આંચકો મળ્યા બાદ ટ્રમ્પે શું કહ્યું?

ડોનાલ્ડ ટ્રમ્પે પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને પૈસા ચૂકવ્યાનો મામલો 2016માં બહાર…………

Top Stories World Breaking News
Image 2024 05 31T082820.328 ભૂતપૂર્વ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દોષિત જાહેર, આંચકો મળ્યા બાદ ટ્રમ્પે શું કહ્યું?

New York: ન્યૂયોર્કની એક અદાલતે ગુરુવારે ભૂતપૂર્વ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને 2016 ની રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા પોર્ન સ્ટાર સાથેના તેના સંબંધોને છુપાવવા માટે પૈસા ચૂકવવા બદલ તમામ 34 ગંભીર આરોપો માટે દોષી ઠેરવ્યા હતા. 11 જુલાઈએ તેમને સજા સંભળાવવામાં આવશે. માહિતી મુજબ તેમને ચાર વર્ષની સજા થઈ શકે છે.

ડોનાલ્ડ ટ્રમ્પે પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને પૈસા ચૂકવ્યાનો મામલો 2016માં બહાર આવ્યો હતો. સૂત્રો મુજબ, ટ્રમ્પના આ પોર્ન સ્ટાર સાથે સંબંધ હતા અને તેને છુપાવવા માટે તેના પર સ્ટોર્મીને સરકારી વકીલે ટ્રમ્પ પર બિઝનેસ રેકોર્ડને ખોટા બનાવવા,1 લાખ 30 હજાર આપવાનો અને 2016ની ચૂંટણીની અખંડિતતાને નબળી પાડવાનું કાવતરું ઘડવાનો આરોપ મૂક્યો હતો.

ચૂંટણી પહેલા ઝટકો

ડોનાલ્ડ ટ્રમ્પ માટે આ એક મોટો ફટકો ગણી શકાય છે. કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ જો બિડેન વિરુદ્ધ તેમનું અભિયાન ચાલુ રાખ્યું છે. જ્યુરીના ચુકાદા બાદ, ટ્રમ્પે ટ્રાયલની સખત નિંદા કરી, તેને શરમજનક ગણાવી હતી.

ટ્રમ્પની લીગલ ટીમ આ નિર્ણયને પડકારશે

મહત્વનું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના ઈતિહાસમાં એવા પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા છે જેમને કોઈ ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યા હોય. ટ્રમ્પે મેનહટન ડિસ્ટ્રિક્ટ એટર્ની અને બિડેન એડમિનિસ્ટ્રેશનની પણ ટીકા કરી છે. માહિતી મુજબ, ટ્રમ્પની લીગલ ટીમ આ નિર્ણયને પડકારશે.

પોર્ન સ્ટાર સ્ટોર્મીએ શું કહ્યું હતું…

પોર્ન સ્ટાર સ્ટોર્મીએ જ ખુલાસો કર્યો હતો કે ટ્રમ્પ અને તેનું 2006 માં અફેર હતું. પોર્ન સ્ટારે આરોપ લગાવ્યો હતો કે ટ્રમ્પે તેને ટીવી સ્ટાર બનાવવાનું વચન આપીને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. જોકે, ટ્રમ્પે આ વાતને નકારી કાઢી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રશિયાના રાષ્ટ્રપતિએ તેમના ઉત્તરાધિકારીની પસંદગી કોના પર ઉતારી?

આ પણ વાંચો: જાદૂગરે રાતોરાત આબેહૂબ શહેર બનાવ્યું, જર્મન સૈનિકો ઈજીપ્ત સમજી ફાયરિંગ કરવા લાગ્યા!!!