Not Set/ પૂર્વ અંતરિક્ષ યાત્રીએ ચંદ્રયાન-2 નાં કર્યા વખાણ, સમગ્ર દુનિયા જોશે તેની લેન્ડિંગ

ભારતનું બહુ પ્રતીક્ષિત અવકાશયાન ચંદ્રયાન-2 તેના લક્ષ્ય તરફ આગળ વધતુ જઇ રહ્યુ છે. ચંદ્રયાન-2 પોતાની યાત્રા તરફ આગળ વધ્યા બાદથી દરરોજ નવા રેકોર્ડ સ્થાપિત કરી રહ્યુ છે. અવકાશયાનનાં લોકાર્પણથી જ આખી દુનિયા ભારતની વૈજ્ઞાનિક સફળતાની ગાથા ગાઇ રહી છે. દરમિયાન, નાસાનાં ભૂતપૂર્વ અવકાશયાત્રી ડોનાલ્ડ એ. થોમસે કહ્યું છે કે, જ્યારે ભારતની મહત્વાકાંક્ષી ચંદ્ર મિશન ચંદ્રયાન-2 […]

Top Stories India
81020144920191020810 પૂર્વ અંતરિક્ષ યાત્રીએ ચંદ્રયાન-2 નાં કર્યા વખાણ, સમગ્ર દુનિયા જોશે તેની લેન્ડિંગ

ભારતનું બહુ પ્રતીક્ષિત અવકાશયાન ચંદ્રયાન-2 તેના લક્ષ્ય તરફ આગળ વધતુ જઇ રહ્યુ છે. ચંદ્રયાન-2 પોતાની યાત્રા તરફ આગળ વધ્યા બાદથી દરરોજ નવા રેકોર્ડ સ્થાપિત કરી રહ્યુ છે. અવકાશયાનનાં લોકાર્પણથી જ આખી દુનિયા ભારતની વૈજ્ઞાનિક સફળતાની ગાથા ગાઇ રહી છે.

દરમિયાન, નાસાનાં ભૂતપૂર્વ અવકાશયાત્રી ડોનાલ્ડ એ. થોમસે કહ્યું છે કે, જ્યારે ભારતની મહત્વાકાંક્ષી ચંદ્ર મિશન ચંદ્રયાન-2 ચંદ્રમાંની સપાટી પર ઉતરશે ત્યારે યુએસ સ્પેસ એજન્સી અને વિશ્વભરનાં લોકો તેને નિહાળી રહ્યા હશે.

આપને જણાવી દઇએ કે, સપ્ટેમ્બરનાં રોજ ચંદ્રયાન-2 અવકાશયાન ચંદ્ર સપાટી પર ઉતરવાનું સૂચન છે. ડોનાલ્ડ એ. થોમસે કહ્યું, “ચંદ્રયાન-2 એ ચંદ્રનાં દક્ષિણ ધ્રુવની નજીક પહોંચનાર પ્રથમ અવકાશયાન હશે અને તે જ સ્થાનેથી નાસા હવેથી પાંચ વર્ષમાં અંતરિક્ષયાત્રીઓને ઉતારવાની અપેક્ષા રાખે છે.”

તેમણે કહ્યું, “માત્ર નાસા જ નહીં, પરંતુ આખું વિશ્વ ચંદ્રયાન-2 ને અનુસરીને ચંદ્ર અને બ્રહ્માંડ વિશે જાણવામાં રસ લેશે.” થોમસે તમિળનાડુનાં કોયમ્બતુર નજીક પાર્ક કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજીમાં એક કાર્યક્રમમાં ભાગ લીધા બાદ પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું.

તેમણે કહ્યું, ‘અમે પહેલાં ભૂમધ્ય રેખાની નજીક ઉતર્યા છીએ, પરંતુ દક્ષિણ ધ્રુવ પર ક્યારેય નહી. દક્ષિણ ધ્રુવ એક ખૂબ જ ખાસ જગ્યા છે, અમને લાગે છે કે કેટલાક ખાડાઓમાં બરફ છે જે સ્થાઇરૂપથી ઢાકેલ છે.’ થોમસે કહ્યું, “જો આપણને ત્યાં બરફ મળે તો આપણી પાસે ઓક્સિજન અને હાઇડ્રોજનથી પાણી આવી શકે છે.”

જ્યારે ચંદ્ર પરની સ્થિતિ વિશે પૂછવામાં આવ્યું ત્યારે નાસાનાં ભૂતપૂર્વ અવકાશયાત્રીએ કહ્યું હતું કે, ‘ચંદ્ર રહેવા માટે મુશ્કેલ સ્થળ છે. ત્યાં ખૂબ જ રેડિયેશન છે. તાપમાન દિવસ દરમિયાન 100° સેલ્સિયસ અને રાત્રે માઇનસ 100 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.’ ચંદ્રયાન-2 ચંદ્ર સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરનાર પ્રથમ ભારતીય અભિયાન હશે. આ મિશન ભારત, અમેરિકા, રશિયા અને ચીન બાદ ચોથો દેશ બનાવશે, જે ચંદ્રમાં પર સોફ્ટ લેન્ડિંગ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.