Political/ કોંગ્રેસમાં જોડાવા મુદ્દે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ બાપુનું મોટું નિવેદન, કહ્યું….

કોંગ્રેસમાં જોડવા મુદ્દે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ બાપુનું મોટું નિવેદન, કહ્યું….

Top Stories Gujarat Others
ગાઝીપુર 32 કોંગ્રેસમાં જોડાવા મુદ્દે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ બાપુનું મોટું નિવેદન, કહ્યું....

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં મોટા સુનામી આવી શકે છે. આજ બપોર બાદ વહેતી થયેલી અટકળો અનુસાર ગુજરાત રાજકારણના પીઢ અને દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલા ફરી એકવાર કોંગ્રેસમાં એન્ટ્રી લઈ શકે છે. જે અંગે વિવિધ અટકળોના પુલ બાંધ્યા બાદ પણ કોંગ્રેસ તરફથી કોઈ જવાબ મળ્યો નથી. ત્યારે બાપુએ  આ અંગે સ્પષ્ટતા કરી છે.

કોંગ્રેસમાં જોડવા અંગે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા એ જણાવ્યું હતું કે, વિના શરતે કોંગ્રેસમાં જોડવા માટે તૈયાર છું. હાઈકમાન્ડ બોલાવશે તો દિલ્હી જઈશ. અને સોનિયા ગાંધી કહેશે તો કોંગ્રેસમાં જોડાઈ પણ ખરો.

નોધનીય છે કે, શંકરસિંહ વાઘેલા ગુજરાત કોંગ્રેસમાં રી એન્ટ્રી લઇ શકે છે, તેવા સમાચારો બપોર બાદ માધ્યમોમાં વહેતા થયા હતા. ગુજરાત કોંગ્રેસના પીઢ નેતાઓએ સાથે તેમને મીટીંગનો દોર શરુ કર્યો હોવાના સમાચારો મળી રહ્યા હતા. શંકરસિંહ બાપુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થયા બાદ બે વાર  અર્જુન મોઢવાડિયા અને  ભરતસિંહ સોલંકી સાથે પણ બાપુની મિટિંગ થઈ છે.

ભાજપ સામે લડવા બાપુ કોંગ્રેસમાં જોડાય 

ભાજપ સામે લડવા બાપુ કોંગ્રેસમાં જોડાય તેવી શકયતાઓ વર્તાઈ રહી છે. શંકરસિંહ વાઘેલા જન સંઘના દિવસોથી જ ભાજપ સાથે સંકળાયેલા હતા. અને 1996 માં ગુજરાતમાં પાર્ટી વિભાજીત કર્યા બાદ મુખ્યમંત્રી બન્યા હતા. 1997 માં તેમણે કોંગ્રેસ સાથે પોતાનો પક્ષ મર્જ કરી દીધો અને પ્રદેશ પ્રમુખ બન્યા. તેઓ યુપીએમાં કેન્દ્રીય પ્રધાન અને 2012 થી 2017 સુધી રાજ્ય વિધાનસભામાં વિપક્ષી નેતા હતા.

2017 માં રાજ્યસભાની ચૂંટણી પૂર્વે પાર્ટીમાં પક્ષપલટો થતાં તેમણે કોંગ્રેસ છોડી દીધી હતી. તેમણે 2019 માં એનસીપીમાં જોડાયા હતા.  જુન ૨૦૨૦ માં NCP માંથી રાજીનામું આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં પણ બાપુ રાજકીય રીતે ખુબ જ સક્રિય હતા. અમને વિધાનસભાની પેટા ચૂંટણીમાં તેમને કચ્છ ખાતે કોંગ્રેસના ઉમેદવારને હરાવવા માટે કમર કસી હતી. અને અપક્ષ ઉમેદવાર માટે સભાઓ ગજવી હતી.

તમામ શક્યતાઓ વચ્ચે કોંગ્રેસનાં નેતા મગનું નામ મરી પાડવા તૈયાર નથી. અત્રે જોવું એ રહ્યું કે, કોંગ્રેસ હાઇકમાન્ડ શું ફરી એકવાર બાપુને એન્ટ્રી આપશે. ? રાજીવ સાતવ કોંગ્રેસ હાઇકમાન્ડ સુધી આ વાત પહોંચાડશે.

જો કે કોંગ્રેસમાં ચાલતા આંતરિક વિગ્રહમાં પણ કેટલાક નેતાઓ બાપુને કોંગ્રેસમાં નહીં લેવાના મૂડ હોવાનું જણાઈ આવે છે. અને તેનું સ્પષ્ટ કારણ આપતા અબડાસાની ચૂંટણી પરિણામને આગળ ધરી રહ્યાછે. કચ્છ ની અબડાસા બેઠકની વિધાનસભાની પેટા ચૂંટણીમાં બાપુનો જ ઉમેદવાર જ કોંગ્રેસની હારમાં નિમિત્ત બન્યો હતો. કોંગ્રેસને નુકસાન પહોંચાડનાર બાપુને લેવાય? કોંગ્રેસમાં હાલ તો આ અંગે મનોમંથન ચાલી રહ્યું છે.