New Delhi/ અયોધ્યા વિવાદ પર અંતિમ ચુકાદો આપનારા પૂર્વ CJI રંજન ગોગોઈની વધારાઈ સુરક્ષા, હવે અપાઈ આ સુરક્ષા

ઝેડ પ્લસ કેટેગરીના લોકોની સુરક્ષા સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે સીઆરપીએફ સંભાળે છે અને ઝેડ પ્લસ કેટેગરીની સુરક્ષા દેશના પસંદ કરેલા લોકોને આપવામાં આવે છે. ઝેડ પ્લસ સુરક્ષા કોને અપાશે તે કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે.

Top Stories India

ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈને ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવી છે. રંજન ગોગોઈને દેશમાં ક્યાંય પણ આવા-જવા માટે ઝેડ + સુરક્ષા મળી છે. સીઆરપીએફને તેમને સુરક્ષા પૂરી પાડવા જણાવ્યું છે. અયોધ્યા વિવાદના ચુકાદા પહેલા જ તત્કાલીન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈને ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવી હતી.

આપને જણાવી દઈએ કે, ઝેડ પ્લસ કેટેગરીના લોકોની સુરક્ષા સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે સીઆરપીએફ સંભાળે છે અને ઝેડ પ્લસ કેટેગરીની સુરક્ષા દેશના પસંદ કરેલા લોકોને આપવામાં આવે છે. ઝેડ પ્લસ સુરક્ષા કોને અપાશે તે કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે. ગુપ્તચર વિભાગ તરફથી પ્રાપ્ત માહિતીના આધારે વીઆઇપીને ઝેડ પ્લસ અને અન્ય પ્રકારની સુરક્ષા પૂરી પાડવામાં આવે છે.

અયોધ્યા કેસમાં સંભળાવ્યો હતો નિર્ણય

9 નવેમ્બર 2019 ના રોજ, તત્કાલીન ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રંજન ગોગોઈ અને અન્ય ચાર ન્યાયાધીશોની ખંડપીઠે અયોધ્યા વિવાદ અંગે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. ખંડપીઠે વિવાદિત જમીન પર રામ મંદિર બનાવવાનો આદેશ આપ્યો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો