Cricket/ ભારતનાં ભૂતપૂર્વ વિકેટકીપર અજય રાત્રા બની શકે છે ફિલ્ડિંગ કોચ

ટીમ ઈન્ડિયાનાં પૂર્વ વિકેટકીપર અજય રાત્રાએ ફિલ્ડિંગ કોચનાં પદ માટે અરજી કરી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) સાથે જોડાયેલા એક અધિકારીએ આ જાણકારી આપી છે.

Sports
અજય રાત્રા

ICC T20 વર્લ્ડકપ બાદ ભારતીય ક્રિકેટ ટીમને નવો કોચ મળવાની તૈયારી થઇ રહી છે. ટૂંક સમયમાં તેની જાહેરાત થઈ શકે છે. તમામ અટકળો બાદ હવે ભારતનાં પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડે ભારતીય કોચ પદ માટે અરજી કરી છે. વળી ટીમ ઈન્ડિયાનાં પૂર્વ વિકેટકીપર અજય રાત્રાએ ફિલ્ડિંગ કોચનાં પદ માટે અરજી કરી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) સાથે જોડાયેલા એક અધિકારીએ આ જાણકારી આપી છે.

અજય રાત્રા

આ પણ વાંચો – Cricket / ટીમ ઈન્ડિયાનાં કોચપદ માટે રાહુલ દ્રવિડે કર્યુ આવેદન, અરજી કરવાનો આજે છે અંતિમ દિવસ

ભારતનાં ભૂતપૂર્વ વિકેટકીપર અજય રાત્રાએ ભારતીય ક્રિકેટ ટીમનાં ફિલ્ડિંગ કોચનાં પદ માટે અરજી કરી છે. ફરીદાબાદમાં જન્મેલા 39 વર્ષીય રાત્રાએ છ ટેસ્ટ અને 12 વનડે સિવાય 99 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે. તેણે મંગળવારે PTI ને કહ્યું, “જો તક આપવામાં આવે તો તે ભારતીય ટીમની સફળતામાં યોગદાન આપવા માટે તૈયાર રહેશે.” કારણ કે દ્રવિડે પણ ટીમનાં મુખ્ય કોચ માટે અરજી કરી છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં હરિયાણાનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલા ભૂતપૂર્વ ખેલાડી પાસે કોચિંગનો સારો અનુભવ છે. અજય, હાલમાં આસામનાં મુખ્ય કોચ, સૈયદ મુશ્તાક અલી ટ્રોફી પહેલા ટીમનાં કેમ્પ માટે પૂર્વોત્તર રાજ્યમાં છે. આ T20 ટૂર્નામેન્ટ 4 નવેમ્બરથી શરૂ થશે. IPL માં, તેણે દિલ્હી કેપિટલ્સ સાથે કામ કર્યું હતુ અને ભૂતકાળમાં તે ભારતીય મહિલા ટીમ સાથે પણ સંકળાયેલા રહ્યા હતા.

અજય રાત્રા

આ પણ વાંચો – T20 World Cup / સ્કોટલેન્ડ વિરુદ્ધ મોટી જીતનો અફઘાનિસ્તાનને થયો ફાયદો, પોઇન્ટ ટેબલમાં પહોંચ્યુ ટોપ પર

અજય રાત્રા નેશનલ ક્રિકેટ એકેડમીમાં પણ નિયમિત છે અને તેણે રિદ્ધિમાન સાહા અને રિષભ પંત જેવા ભારતનાં વિકેટકીપર સાથે કામ કર્યું છે. નોંધનીય છે કે BCCI એ ભારતીય ટીમ માટે વિવિધ કોચિંગ પદો માટે અરજીઓ આમંત્રિત કરી છે. આર શ્રીધર હાલમાં UAE અને ઓમાનમાં રમાઈ રહેલી T20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાનાં ફિલ્ડિંગ કોચની ભૂમિકા ભજવી રહ્યા છે. તેમણે વર્લ્ડકપની શરૂઆત પહેલા જાહેરાત કરી હતી કે આ T20 વર્લ્ડકપ તેમની અંતિમ અસાઇનમેન્ટ હશે.