Defeat/ ભારતીય ફૂટબોલ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન બાઇચુંગ ભુટિયાની પાર્ટી ચૂંટણી હારી

સિક્કિમ વિધાનસભા ચૂંટણીના પરિણામો આવવા લાગ્યા છે. સિક્કિમ ક્રાંતિકારી મોરચાને આ ચૂંટણીમાં પ્રચંડ બહુમતી મળી છે, પરંતુ ભારતીય ફૂટબોલ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન ભાઈચુંગ ભૂટિયા ચૂંટણી હારી ગયા છે.

India Breaking News
Beginners guide to 2024 06 02T204320.998 ભારતીય ફૂટબોલ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન બાઇચુંગ ભુટિયાની પાર્ટી ચૂંટણી હારી

સિક્કીમઃ સિક્કિમ વિધાનસભા ચૂંટણીના પરિણામો આવવા લાગ્યા છે. સિક્કિમ ક્રાંતિકારી મોરચાને આ ચૂંટણીમાં પ્રચંડ બહુમતી મળી છે, પરંતુ ભારતીય ફૂટબોલ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન ભાઈચુંગ ભૂટિયા ચૂંટણી હારી ગયા છે. બરફંગ સીટ પર સિક્કિમ ક્રાંતિકારી મોરચાના રિક્ષાલ દોરજી ભૂટિયાએ તેમને 4336 મતોથી હરાવ્યા હતા. બાઈચુંગ ભૂટિયા સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ પાર્ટીના ઉમેદવાર છે. તેઓ આ પાર્ટીના ઉપાધ્યક્ષ છે.

રાજ્યમાં તેમની પાર્ટીને ભારે હારનો સામનો કરવો પડ્યો છે. રાજ્ય વિધાનસભા માટે 19 એપ્રિલે મતદાન થયું હતું. 2018માં, બાઈચુંગ ભુટિયાએ પોતાની પાર્ટી ‘હમારો સિક્કિમ પાર્ટી’ની સ્થાપના કરી હતી, જોકે બાદમાં તેણે તેને રાજ્યની મુખ્ય વિપક્ષી પાર્ટી સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ સાથે મર્જ કરી હતી.

બાઈચુંગ ભૂટિયા આ પહેલા જેટલી વખત ચૂંટણી લડ્યા હતા, તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. તેઓ પશ્ચિમ બંગાળમાંથી ટીએમસીની ટિકિટ પર બે વખત હારી ચૂક્યા છે. તેમણે 2014માં દાર્જિલિંગ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડી હતી, ત્યાર બાદ તેઓ 2016માં સિલિગુડી બેઠક પરથી વિધાનસભા ચૂંટણીમાં ટીએમસીના ઉમેદવાર બન્યા હતા, પરંતુ બંને જગ્યાએ હારનો સામનો કરવો પડ્યો હતો. 2019 માં, બાઈચુંગ ભૂટિયાએ તેમની પાર્ટી તરફથી સિક્કિમની રાજધાની ગંગટોક અને તુમેન-લિંગીથી વિધાનસભા ચૂંટણી લડી હતી, પરંતુ આ વખતે પણ તેઓ જીતી શક્યા ન હતા. 2019ની પેટાચૂંટણીમાં પણ તેઓ હારી ગયા હતા. આ વખતે તેમની હાર સાથે, તેમની 10 વર્ષની રાજકીય સફરમાં આ તેમની છઠ્ઠી હાર છે.

સિક્કિમના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ (SDF)ના સુપ્રીમો પવન કુમાર ચામલિંગ રવિવારે પોકલોક-કામરાંગ અને નમચેબુંગ વિધાનસભા બેઠકો હારી ગયા. પોકલોક-કામરાંગ બેઠક પર, ચામલિંગ સિક્કિમ ક્રાંતિકારી મોરચા (SKM) ના ઉમેદવાર ભોજરાજ રાય સામે 3,063 મતોથી હારી ગયા. રાયને 8,037 વોટ મળ્યા જ્યારે ચામલિંગને 4,974 વોટ મળ્યા. ચામલિંગ નમચેબુંગ વિધાનસભા ક્ષેત્રમાં SKM ઉમેદવાર રાજુ બસનેત સામે 2,256 મતોથી હારી ગયા. બસનેટને 7,195 વોટ મળ્યા અને ચામલિંગને 4,939 વોટ મળ્યા. સિક્કિમ ક્રાંતિકારી મોરચા (SKM) 32 સભ્યોની વિધાનસભામાં સતત બીજી વખત રાજ્યમાં સત્તા પર પરત ફર્યા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સિક્કિમમાં CM તમાંગની પાર્ટીને પ્રચંડ જીત, વિપક્ષનો સફાયો

આ પણ વાંચો:એક્ઝિટ પોલના પરિણામો વચ્ચે PM મોદીનું મોટું એક્શન, અધિકારીઓની બોલાવી બેઠક

આ પણ વાંચો: મતગણતરી પહેલા ચૂંટણી પંચ પહોંચ્યા ઈન્ડિયા એલાયન્સના નેતાઓ, EC સમક્ષ કરી આ માંગણી

આ પણ વાંચો: નાણામંત્રીની આવકવેરા સંબંધિત જાહેરાત સાંભળીને મધ્યમ વર્ગને લાગ્યો આંચકો