Gujarat/ પૂર્વ IPS ડીજી વણઝારાએ પ્રજા વિજય પક્ષની કરી જાહેરાત

ચૂંટણી પહેલા ગુજરાતના બહુચર્ચિત નામ અને પૂર્વ આઇપીએસ ડિજી વણઝારા સ્થાપશે નવી પાર્ટી. આજે સવારે 10 વાગે નવા પક્ષની સ્થાપના કરશે

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
19 4 પૂર્વ IPS ડીજી વણઝારાએ પ્રજા વિજય પક્ષની કરી જાહેરાત
  • વિધાનસભા ચૂંટણી પહેલા એકશનમાં વણઝારા
  • પૂર્વ IPS ડીજી વણઝારાએ કરી નવા પક્ષની સ્થાપના
  • ડીજી વણઝારા પ્રજા વિજય પક્ષની કરી જાહેરાત

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બ્યુંગલ વાગી ચૂક્યું છે ,ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ હવે ચૂંટણીનો માહોલ જામ્યો છે, જેમ જેમ મતદાનના દિવસો નજીક આવી રહ્યા છે તેમ તેમ રાજકિય સમીકરણ બદલાઇ રહ્યા છે. હાલ રાજકિય પાર્ટીઓ પોતાના સમીકરણ ગોઠવવા માટે તાડમાર તૈયારીઓમાં લાગી ગયા છે.હાલ રાજ્યમાં નવી પાર્ટી અને અપક્ષ ઉમેદવારો પણ સામે આવી રહ્યા છે. ચૂંટણી પહેલા ગુજરાતના બહુચર્ચિત નામ અને પૂર્વ આઇપીએસ ડિજી વણઝારાએ નવી રાજકિય પાર્ટીની સ્થાપના કરી છે . નવા પક્ષનું નામ પ્રજા વિજ્ય પક્ષ રાખવામાં આવ્યું છે.

નોધનીય છે કે આઈપીએસ અધિકારી ડી જી વણઝારા ગુજરાતમાં ક્રાઈમ બ્રાન્ચના એડિશનલ સીપી, એટીએસ ચીફ જેવી મહત્વનની જગ્યાઓ પર ફરજ બજાવી ચુક્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન તેઓ એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ તરીકે વધુ જાણીતા બન્યા હતા. તેઓને એન્કાઉન્ટરના કેસમાં જેલવાસ ભોગવવાનો આવ્યો હતો.

તેમના કાર્યકાળ દરમિયાન થયેલા સમીર ખાન (સપ્ટેમ્બર 2002), સાદીક જમાલ (2003), ઈશરત જહાં અને ત્રણ અન્ય વ્યક્તિઓ (જુન, 2004), સોહરાબુદ્દીન શેખ (નવેમ્બર, 2005), સોહરાબની પત્ની કૌસર બી (વણઝારાના ગામમાં હત્યા), તુલસીરામ પ્રજાતિ (ડિસેમ્બર, 2006)ના એન્કાઉન્ટરની ટીલી તેમના કરિયર દરમિયાન તેમના પર લાગી હતી કારણ કે આ એન્કાઉન્ટર ફેક છે તે મામલે તેમને કોર્ટમાં જવાબો આપવાના થયા હતા. તેમની સાથે અન્ય પોલીસ અધિકારીઓને પણ કોર્ટની કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હતો અહીં સુધી કે તે સમયે નરેન્દ્ર મોદી અને અમિત શાહ પર પણ આંગળીઓ ચિંધવામાં આવી હતી. જોકે આ તમામ એન્કાઉન્ટર્સ દરમિયાન તેમની ઈમેજ એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ તરીકે ઉભરી આવી હતી.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી થવાની છે, 1 અને 5 ડિસેમ્બરે મતદાન ગુજરાતમાં યોજાશે જેને ધ્યાનમાં લઇને તમામ રાજકિય પાર્ટીઓ  તાડમાર તૈયારીઓમાં લાગી ગઇ છે.