મેચ ફિક્સિંગ/ ભ્રષ્ટાચારનાં આરોપમાં શ્રીલંકાનાં પૂર્વ પરફોર્મન્સ એનાલિસ્ટને 7 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા

શ્રીલંકા ક્રિકેટમાં આજકાલ મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. ઈંગ્લેન્ડનાં પ્રથમ પ્રવાસ પર ગયેલી ટીમને ટી-20 અને વનડે સીરીઝમાં અપમાનજનક હારનો સામનો કરવો પડ્યો હતો

Sports

શ્રીલંકા ક્રિકેટમાં આજકાલ મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. ઈંગ્લેન્ડનાં પ્રથમ પ્રવાસ પર ગયેલી ટીમને ટી-20 અને વનડે સીરીઝમાં અપમાનજનક હારનો સામનો કરવો પડ્યો હતો, હવે ICC એ ભ્રષ્ટાચારનાં આરોપમાં ભૂતપૂર્વ પરફોર્મન્સ એનાલિસ્ટને 7 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધો છે.

રેકોર્ડ તોડ્યો / દિલ્હીનાં ક્રિકેટર સુબોધ ભાટીએ એ કરી બતાવ્યુ, જે ક્રિસ ગેલ પણ કરી શક્યો નથી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) એ એક નિવેદનમાં જણાવ્યું છે કે, “શ્રીલંકા ક્રિકેટનાં પૂર્વ પરફોર્મન્સ એનાલિસ્ટ સનથ જયસુંદરાને ICC એન્ટી કરપ્શન ટ્રિબ્યુનલ દ્વારા આઈસીસી એન્ટી કરપ્શન કોડનાં ભંગ બદલ દોષી ઠેરવ્યા બાદ સાત વર્ષ માટે તમામ ક્રિકેટ પરથી પ્રતિબંધ કરી દીધો છે.” આ પ્રતિબંધ 11 મે, 2019 નો છે, જ્યારે તેમને કાયમી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.” ટ્રિબ્યુનલે જયસુંદરાને બે કેસોમાં દોષી ઠેરવ્યા. જેમા આક્ષેપ કર્યો કે, જયસુંદરાએ શ્રીલંકાનાં રમત મંત્રીને પણ લાંચ આપવાનો પ્રયાસ કર્યો જેથી આંતરરાષ્ટ્રીય મેચનું પરિણામને કોઇ રીતે પ્રભાવિત કરી શકાય. નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે, “આર્ટિકલ 2.1.3 – શ્રીલંકાનાં રમતગમત મંત્રીને કોઈ પણ રીતે કાવતરું કરવા અથવા આંતરરાષ્ટ્રીય મેચનાં પરિણામ, પ્રગતિ, આચરણ અથવા અન્ય કોઈ પાસાને ગેરવાજબી રીતે અસર કરવા બદલ લાંચ અથવા અન્ય ઇનામની ઓફર કરવી.” 2.4.7 – આઇસીસી એન્ટી કરપ્શન કોડ હેઠળ સંભવિત ભ્રષ્ટ આચરણમાં એસીયુ તપાસમાં અવરોધ અથવા વિલંબ કરવુ.”

રન મશીન / મિતાલી રાજે તોડ્યો રેકોર્ડ, મહિલા ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવાનાર ખેલાડી બની

ICC નાં ઇન્ટિગ્રેટી યુનિટનાં જનરલ મેનેજર એલેક્સ માર્શલે કહ્યું કે, જયસુંદરાનું કાર્ય નિરાશાજનક હતુ. “જયસુંદરાએ મંત્રીને લાંચ આપવાનો પ્રયાસ કરવો તે ગંભીર ગુનો છે, જ્યારે તેમના પોતાને પકડવાના પુરાવા છુપાવવાનો પ્રયાસ ખૂબ જ નિરાશાજનક છે. તેમણે કહ્યું, “અમે અમારી રમતમાં ભ્રષ્ટ વ્યવહારને સહન નહીં કરીએ અને મારી ટીમ આવી વર્તણૂક અટકાવવામાં કડક પ્રયત્ન કરશે. આ પ્રતિબંધ તમામ માટે એક સબકનાં રૂપમાં કામ કરવો જોઇએ, જે ખોટા રસ્તે જઇ શકે છે.” મે 2019 માં ICC દ્વારા જયસુંદરા પર આરોપ મૂકાયો હતો જ્યારે તેને કાયમી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. શ્રીલંકન ક્રિકેટ હાલનાં સમયમાં ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. તેની રમત પણ સતત ખરાબ થઇ રહી છે. તેમજ ટીમ સાથે સંકળાયેલા ઘણા લોકો મેચ ફિક્સિંગ અને ભ્રષ્ટાચારનાં કેસોમાં ફસાયા છે. આનાથી શ્રીલંકાનાં ક્રિકેટ પર કલંક લાગી ગયો છે. આ ટીમ આ વર્ષે યોજાનારી ટી-20 વર્લ્ડ કપનાં મુખ્ય રાઉન્ડ માટે પણ ક્વોલિફાય કરી શકી નથી. તેણે સુપર 12 માં રમવા માટે ક્વોલિફાઇ રાઉન્ડમાં રમવાનું રહેશે. સતત હારને કારણે ટીમનું રેન્કિંગ પણ ભૂગર્ભમાં જઇ રહ્યું છે.