Not Set/ પશ્વિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી બુદ્વદેવ ભટ્ટાચાર્યે કોરોનાને આપી માત

કોરોનાને માત આપી પૂર્વ મુખ્યમંત્રી બુદ્વદેવએ

India
cm પશ્વિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી બુદ્વદેવ ભટ્ટાચાર્યે કોરોનાને આપી માત

પશ્વિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી બુદ્વદેવ ભટ્ટાચાર્યએ કોરોનાને માત આપીને સ્વસ્થ થયાં છે,તેમને હોસ્પિટલથી રજા આપી દેવામાં આવી છે. આ પૂર્વ મુખ્યમંત્રીની ઉમર 77 વર્ષની છે તેમણે કોરોનાની અતિ ઘાતક બીજી લહેરમાં કોરોનાને હરાવીને સાજા થયાં છે.તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.તેમને 18 મે ના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. કોરોના પોડિટિવ આવતાં શરીઆતમાં ડોકટરોએ ઘરમાં આઇસોલેશન થવાની સલાહ આપી હતી પરતું તેમની તબિયતમાં સુધારો ના થતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બંગાળના પૂર્વ મુખ્યમંત્રી બુદ્વદેવ ભટ્ટાચાર્યને કોરોના સંક્રમિત થયા હતા તેમને સારવાર અર્થે વુડલેન્ડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તેમની કોરોનાની સારવાર કરવામાં આવી હતી. બે એઠવાડિયા બાદ તેઓએ કોરોનાને માત આપીને સાજા થયાં છે. તેઓ 18 મે ના રોજ કોરોના સંક્રમિત થયાં હતાં. તેમનો ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો જે પોઝિટિવ આવ્યો હતો અંતે તેમણે કોરોનાને માત આપી છે.હવે તેમનું સ્વાસ્થ સારૂ છે.