Ahmedabad News: અમદાવાદ શહેરમાં હાલમાં પોલીસની કોમ્બિંગ નાઈટ ચાલી રહી છે અને આ નાઈટ દરમિયાન પોલીસ વાહન ચેકિંગ કરતી હોય છે, આવી જ એક ઘટના અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બની જેમાં બે પોલીસકર્મીને એક કિમી સુધી કાર ચાલકે બોનેટ પર સુવડાવીને ઢસેડયા હતા. જેમાં ફોર્ચ્યુનર કારચાલક ફુલ સ્પીડમાં આવી રહ્યો હતો અને તેની કાર ચેકિંગ માટે રોકે તે પહેલા કારથી પોલીસકર્મીઓને ઢસડ્યા હતા.
પોલીસે આરોપીની ધરપકડ કરી
આસપાસના લોકો બચાવવા માટે દોડ્યા પણ કાર ચાલક નબીરાને એવો પાવર હતો કે દૂર સુધી આ પોલીસ કર્મીઓને બોનેટ પર બેસાડી લઈ ગયો હતો,સમગ્ર ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને તેની સામે ગુનો નોંધી કારને પણ જપ્ત કરી છે.
પોલીસે જણાવ્યું હતું કે “તપોવન સર્કલ ખાતે રાત્રે 11.15 કલાકે ડ્રાઈવ હતી””બ્લેક ફોર્ચ્યુનર કારચાલક પૂરઝડપે કાર ચલાવી હતી. ગાડીમાં અનુજ પટેલ અને પાયલ પટેલ હાજર હતા. કારચાલક બે પોલીસ કોન્સ્ટેબલને ઢસડીને ભાગે છે. નીતેશ માળી નાના કોન્સ્ટેબલને ઇજા પહોંચી છે અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. પોલીસે ગુનેગારની ધરપકડ કરી છે.
આ પણ વાંચો: જયેશ રાદડિયાએ સૌરાષ્ટ્રના ખેડૂતોને નુકસાનીનું વળતર ચૂકવવા કરી માંગ
આ પણ વાંચો: જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચેની કોલ્ડવોર ઠંડી પાડવા દિલીપ સંઘાણી મેદાનમાં
આ પણ વાંચો: જયેશ રાદડિયા સામે પડેલા જૂથે કર્યું સમાધાન! કે નવા-જૂનીના એંધાણ
