ધરપકડ/ ન્યૂઝક્લિક ફંડિંગ કેસમાં સ્થાપક પ્રબીર પુરકાયસ્થની ધરપકડ, 46 લોકોની કરાઇ પૂછપરછ

દિલ્હી પોલીસે મંગળવારે  ડિજિટલ ન્યૂઝ વેબસાઇટ ન્યૂઝક્લિકના ફંડિંગ કેસના સંબંધમાં તેના સ્થાપકો પ્રબીર પુરકાયસ્થ અને ચક્રવર્તીની ધરપકડ કરી હતી.

Top Stories India
3 2 ન્યૂઝક્લિક ફંડિંગ કેસમાં સ્થાપક પ્રબીર પુરકાયસ્થની ધરપકડ, 46 લોકોની કરાઇ પૂછપરછ

દિલ્હી પોલીસે મંગળવારે  ડિજિટલ ન્યૂઝ વેબસાઇટ ન્યૂઝક્લિકના ફંડિંગ કેસના સંબંધમાં તેના સ્થાપકો પ્રબીર પુરકાયસ્થ અને ચક્રવર્તીની ધરપકડ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું કે પોલીસના સ્પેશિયલ સેલે વિદેશી ફંડિંગની તપાસના સંદર્ભમાં દરોડા બાદ ન્યૂઝ પોર્ટલ ન્યૂઝક્લિકની ઓફિસને સીલ કરી દીધી છે.પોલીસે જણાવ્યું હતું કે, અત્યાર સુધી બે આરોપીઓ, પ્રબીર પુરકાયસ્થ અને અમિત ચક્રવર્તીની, સ્પેશિયલ સેલમાં નોંધાયેલા UAPA કેસના સંબંધમાં કરવામાં આવેલા દરોડા, જપ્તી અને કસ્ટડીના સંબંધમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ 37 પુરૂષ શકમંદોની પૂછપરછ કરવામાં આવી હતી અને 9 મહિલા શકમંદોની તેમના નિવાસસ્થાને પૂછપરછ કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન, ડિજિટલ ઉપકરણો અને દસ્તાવેજો વગેરે તપાસ માટે જપ્ત કરવામાં આવ્યા છે