surat news/ સુરતમાં હીટ અને હાર્ટએટેકથી ચારના મોત

સુરતમાં હીટ ને હાર્ટએટેકના કિસ્સામાં ચારના મોત થયા છે. આ પ્રકારના કિસ્સામાં થયેલા મોતમાં હવે પ્રાથમિક કારણ ફક્ત હાર્ટએટેક જ નહીં હીટ પણ મનાય છે. 

Gujarat Surat Breaking News
Beginners guide to 29 1 સુરતમાં હીટ અને હાર્ટએટેકથી ચારના મોત

Surat News: સુરતમાં હીટ ને હાર્ટએટેકના (Hit and Heart Attack) કિસ્સામાં ચારના મોત થયા છે. આ પ્રકારના કિસ્સામાં થયેલા મોતમાં હવે પ્રાથમિક કારણ ફક્ત હાર્ટએટેક જ નહીં હીટ પણ મનાય છે.  મૃત્યુ પામેલાઓમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. મૂળ ઝારખંડના વતની અને હાલમાં લિંબાયત આંબેડકર નગરમાં રહેતા 36 વર્ષના શિશિલ ગોપાલ રામ મજૂરી કરીને વતનમાં રહેતા કુટુંબનું ગુજરાન ચલાવતા હતા. સોમવારે શિશિલ લિંબાયત ડ્રેનેજ ઓફિસ પાસે બેભાન થઈ ગયો હતો. તેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તેને ત્યાં ફરજ પરના ડોક્ટરે મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો. તે હાર્ટ એટેક અથવા તો હીટથી મૃત્યુ પામેલો હોવાનું કહેવાય છે.

અન્ય બનાવમાં સુરતના અડાજણ વિસ્તારમાં 24 વર્ષનો સુનીલ રાઠોડ ઘરમાં બેઠો હતો અને અચાનક ઢળી પડ્યો હતો. તેને પાડોશીઓએ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયો હતો. તેને ફરજ પરના ડોકટરે મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો અને હાર્ટએટેક આવ્યો હોવાની સંભાવના વ્યક્ત કરી હતી. તે મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતો હતો.

લિંબાયતમાં આવેલા મહાદેવનગરમાં કિશોર જરીવાલા તેમની પત્ની અને બે સંતાન સાથે રહે છે. કિશોર લુમ્સ ખાતામાં નોકરી કરીને કુટુંબનું ગુજરાન ચલાવે છે. રવિવારે સાંજે કિશોરની પત્ની કલ્પના ઘરમાં કામ કરી રહી હતી તે સમયે તે અચાનક ઢળી પડી હતી. તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટ ખસેડાઈ હતી અને ત્યાં તેને મૃત્યુ પામેલી જાહેર કરાઈ હતી.

મૂળ મહારાષ્ટ્રના વતની આશિષ હરિકાંત મહેન્દ્રકર હાલ પાલનપુર જકાતનાકા પાસે આવેલ સમર્થ રેસીડેન્સીમાં પત્ની તેમજ  બાળકી સાથે રહેતો હતો. આશિષ ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. રવિવારે રાત્રે આશિષ ઘરમાં જમીને વોકિંગ કરતો હતો. તે સમયે અચાનક નીચે ઢળી પડ્યો હતો. જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કેડિલા ફાર્માના રાજીવ મોદી સામે દુષ્કર્મનો કેસ, બલ્ગેરિયન યુવતીનો બાકી પગાર લેવાનો દાવો

આ પણ વાંચોઃ રાજકોટમાં તબીબની બેદરકારીથી માસૂમ બાળકનાં મોત થયાનો આક્ષેપ

આ પણ વાંચો:અમદાવાદમાં શાળાઓ 23મી મેના રોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહની માર્કશીટનું વિતરણ કરશે