kheda news/ ખેડાના ગળતેશ્વરમાં અમદાવાદના ચાર લોકો ડૂબ્યાં

ખેડામાં ગળતેશ્વરમાં ચાર લોકો ડૂબ્યા છે અને તેમાથી ત્રણના મૃતદેહ સ્થાનિક તરવૈયાઓ બહાર કાઢ્યા છે. જ્યારે એકની શોધખોળ ચાલી છે. ડૂબનારા લોકો ગળતેશ્વરમાં ન્હાવા આવ્યા હતા.

Top Stories Ahmedabad Gujarat Others
Beginners guide to 2024 06 03T112639.628 ખેડાના ગળતેશ્વરમાં અમદાવાદના ચાર લોકો ડૂબ્યાં

Kheda News: ખેડામાં ગળતેશ્વરમાં ચાર લોકો ડૂબ્યા છે અને તેમાથી ત્રણના મૃતદેહ સ્થાનિક તરવૈયાઓ બહાર કાઢ્યા છે. જ્યારે એકની શોધખોળ ચાલી છે. ડૂબનારા લોકો ગળતેશ્વરમાં ન્હાવા આવ્યા હતા. ડૂબનારા લોકો અમદાવાદના હોવાની પ્રાથમિક માહિતી મળી છે. ગરમીમાં રાહત મેળવવા તે ગળતેશ્વર આવ્યા હતા. નવ જેટલા મિત્રો ગળતેશ્વર ફરવા આવ્યા હતા.

ચાર જણા ડૂબ્યાના સમાચાર મળતાં જ ખેડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મૃત્યુ પામેલાના મૃતદેહનું પોલીસે પંચનામુ કર્યુ છે અને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યા છે. જ્યારે હજી એકની શોધખોળ ચાલુ છે. પોલીસ પોસ્ટમોર્ટમ પછી મૃતદેહ સગાસંબંધીઓને સુપ્રદ કરશે.

પોલીસનું કહેવું છે કે અમદાવાદના નવ જણા ગળતેશ્વર દર્શન કરીને ગરમીના લીધે ન્હાવા આવ્યા હતા. આ સમયે ન્હાતા-ન્હાતા ચાર જણા નદીના પાણીના ઊંડાણવાળા વિસ્તાર બાજુ જતાં રહ્યા હોવાનું મનાય છે. તેના લીધે તે ડૂબી ગયા હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે.

ગળતેશ્વર ગુજરાત રાજ્યના ખેડા જિલ્લામાં આવેલું છે. આ એક ધાર્મિક અને પર્યટન સ્થળ તરીકે જાણીતું પણ છે. અહીં મહીસાગર અને નદીના કાંઠે લગભગ 12મી સદીનું મહાદેવ મંદિર આવેલું છે જેને જોવા માટે ગુજરાત સહિત દેશભરમાંથી લોકો આવે છે.

રવિવારનો દિવસ હોવાથી ગળતેશ્વર ફરવા ગયા
9 મિત્રો રવિવારનો દિવસ હોવાથી ગળતેશ્વર ફરવા પહોંચ્યા હતા. જેમાંથી કેટલાક મિત્રો નદીમાં નહાવા પડ્યા. આ વખતે જ કોઈ એક મિત્રો ડૂબવા લાગતાં તેના ત્રણ સાથીઓ પણ તેને બચાવવા ગયા હતા,જેના પગલે આ દુર્ઘટના સર્જાઇ હતી. જોકે સ્થાનિકોની મદદથી તેઓને બચાવવા પ્રયાસ કરાયા પણ સફળતા ન મળી. એકને બચાવી લેવાયો, બાકી ત્રણ મૃત્યુ પામી ગયા. મૃતકોમાં અમદાવાદના ખોખરા અને વટવાના યુવકો સામે હોવાની જાણકારી છે. સેવાલિયા પોલીસ આ મામલે કાર્યવાહી કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બાળકીની જનેતા એ જ માસૂમ બાળકીને કૂવામાં ફેંકી દઈ પુત્રીની હત્યા કરતા ચકચાર મચી

આ પણ વાંચો: કાલાવડ-જામનગર હાઈવે પર મોડી રાત્રે બે બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત

આ પણ વાંચો: મહેસાણામાં સ્ટુડન્ટ વિઝાના નામે લાખો રૂપિયાની છેતરપિંડી