Not Set/ ફોક્સ ન્યૂઝનાં પૂર્વ પત્રકારનું મોટું નિવેદન, ટ્રમ્પે તેને કિસ કરવા બોલાવી હતી ઓફિસ

ફોક્સ ન્યૂઝનાં એક પૂર્વ પત્રકારે દાવો કર્યો છે કે, ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ બનતા પહેલા એકવાર તેને કિસ કરવા માટે ઓફિસમાં બોલાવી હતી. કર્ટની ફ્રાયલે આ ઘટના તેની આગામી પુસ્તક ટુનાઇટ એટ 10: કિકિંગં બૂઝ એન્ડ બ્રેકિંગ ન્યૂઝ (Tonight At 10: Kicking Booze and Breaking News) માં લખ્યો હતો. તે ટ્રમ્પનાં મનપસંદ ટીવી શો ફોક્સ એન્ડ […]

World
Courtney Friel ફોક્સ ન્યૂઝનાં પૂર્વ પત્રકારનું મોટું નિવેદન, ટ્રમ્પે તેને કિસ કરવા બોલાવી હતી ઓફિસ

ફોક્સ ન્યૂઝનાં એક પૂર્વ પત્રકારે દાવો કર્યો છે કે, ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ બનતા પહેલા એકવાર તેને કિસ કરવા માટે ઓફિસમાં બોલાવી હતી. કર્ટની ફ્રાયલે આ ઘટના તેની આગામી પુસ્તક ટુનાઇટ એટ 10: કિકિંગં બૂઝ એન્ડ બ્રેકિંગ ન્યૂઝ (Tonight At 10: Kicking Booze and Breaking News) માં લખ્યો હતો. તે ટ્રમ્પનાં મનપસંદ ટીવી શો ફોક્સ એન્ડ ફ્રેન્ડ્સમાં ક્યારેક-ક્યારેક એન્કર તરીકે દેખાતી હતી.

તેણે એ વાતનો ખુલાસો પણ કર્યો છે કે, ટ્રમ્પે તેને કહ્યું હતું કે, તે ફોક્સની સૌથી હોટેસ્ટ એન્કરમાંની એક છે. કર્ટનીએ જણાવ્યું હતું કે મિસ યુનિવર્સ પેજેંટમાં જજ બનવાની ઇચ્છા વ્યક્ત કર્યા પછી ટ્રમ્પે એક વખત તેને કોલ કરી ઓફિસમાં બોલાવી હતી. પત્રકારે ડેઇલી ન્યૂઝ દ્વારા પ્રકાશિત પુસ્તકનાં ટૂંકસારોમાં આ લખ્યું છે.

આ કોલ્સમાંથી એકમાં ટ્રમ્પે કહ્યું કે તે (જજ બનાવવું) શક્ય નથી કારણ કે તેણીએ અલગ ટીવી નેટવર્ક માટે કામ કર્યું હતું. કર્ટનીએ દાવો કર્યો હતો કે આ પછી, તે અચાનક બોલી – તમે, થોડી વાર મારી ઓફિસમાં આવો, જેથી હુ તમને કિસ કરી શકુ. જેના પર તેણે જવાબ આપ્યો- ‘મને ખાતરી છે કે આપણે બંને લગ્નગ્રથીથી જોડાયેલા છીએ.

ટ્રમ્પ પર અનેક મહિલાઓ દ્વારા પોતાને બળજબરીથી પકડવાનો કે ફોર્સ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. જો કે ટ્રમ્પે આ દરેક આરોપોને નકારી દીધા છે, તેમ છતાં, 2016 નાં મતદાનમાં, તેમણે 2005 નાં ઓડિઓટેપમાં મહિલાઓની છેડતી અને ધરપકડ કરવા બદલ માફી માંગી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.