BhavnagarNews: ભાવનગરમાં શેરબજારમાં રોકાણને લઈને કૌભાંડ થયું છે. ભાવનગરના શિક્ષક અને ડોક્ટર બંનેએ અડધો-અડધો કરોડ ગુમાવ્યા છે. વોટ્સએપના માધ્યમથી લાલચ આપી છેતરપિંડી આચરી છે. બંનેએ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. સાઇબર ક્રાઇમ પોલીસે એફઆઇઆર નોંધી તપાસ આદરી છે.
આમ ભાવનગરની ખાનગી સ્કૂલના સાયન્સના શિક્ષકને શેરબજારમાં ટ્રેડિંગ કરવાની લાલચ 53 લાખમાં પડી હતી. સાઈબર ગઠિયાઓએ શિક્ષકને ઓછા રૂપિયે વધુ નફાની લાલચ આપી બાટલીમાં ઉતાર્યા બાદ છેતરપિંડી કરી હતી.
સાઈબર ફ્રોડની ઘટના અંગે મળતી વિગત અનુસાર શહેરના કાળિયાબીડ, સરદાર પટેલ સંકુલમાં આવેલા સ્ટાફ ક્વાર્ટરમાં રહેતા ઉચ્ચતર માધ્યમિકમાં કેમેસ્ટ્રી શિક્ષક તરીકે નોકરી કરતા બોટાદના રહેવાસી ચેતનભાઈ વિનોદભાઈ જોષીએ તેમના ફેસબુક પેજ પર 28 એપ્રિલના રોજ તેમના શેરબજારને લગતી આવેલી જાહેરાતમાં આપેલી લીન્ક મારફત અવેન્ડસ બિઝનેસ સ્કૂલ નામનું વોટ્સએપ ગ્રુપ જોઈન કર્યું હતું.
આ ગ્રુપમાં સ્ટોક માર્કેટને લગતા સમાચાર અને ટ્રેડિંગની ટીપ્સ આવતી હતી. થોડા દિવસ પછી ગ્રુપમાં એપ્લીકેશન ડાઉનલોડ કરવાની લીંક આવતા શિક્ષક ચેતનભાઈએ તે આફમેપ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. ત્યારબાદ ઓટીસી ટ્રેડીંગ વિશે મેસેજ તેમજ ઓછા ભાવે સ્ટોક મેળવી સારો નફો કરવા અને આઈપીઓ લાગશે-નફો થશે તેવું જણાવતા શિક્ષકે તેમાં એકાઉન્ટ બનાવ્યું હતું.
એપ્લિકેશન મારફત સ્ટોક ખરીદી તેમના અને તેમના પિતાના બેન્ક એકાઉન્ટમાંથી કુલ રૂ. 54 લાખનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું. તેના પછી 14 જુનના રોજ તેમના પિતાના બેન્ક ખાતામાંથી ભેજાબાજ શખ્સોએ રૂ. 83 હજાર વિથડ્રો કરવા દીધા હતા અને બીજી રકમ ઉપાડવાની રિકવેસ્ટ કરતા ટેક્સ અને બીજા ચાર્જિસના વધુ રૂપિયા ભરવા પડશે તેમ કહી છેતરપિંડી કરી હતી.
આમ, શેર બજારમાં ટ્રેડિંગના નામે સાયન્સના શિક્ષકને ગઠિયાઓએ સાઈબર ફ્રોડનો શિકાર બનાવી 53 લાખની રકમ ચાઉં કરી જતાં ચેતનભાઈ જોષીએ આજે સોમવારે ભાવનગર સાઈબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે આઈપીસી 406 અને 420 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. બરોબર આ ઘટનાનું પુનરાવર્તન ડોક્ટર સાથે થયું હતું.
આ પણ વાંચો:જામનગરમાં જર્જરિત ઈમારત થઈ ધરાશાયી
આ પણ વાંચો:અરવલ્લીમાં બાંગ્લાદેશી યુવક ઝડપાયા બાદ થયા મોટા ખુલાસા
આ પણ વાંચો:વંદે ભારત ટ્રેનથી રાજ્યનાં પાંચ લાખ કર્મચારીઓને થશે સીધો ફાયદો