Not Set/ ઝઘડીયાના રહીશ સાથે સોલાર સીસ્ટમની જાહેરાતના નામે  છેતરપિંડી

@પ્રકાશ ચોહાણ, મંતવ્ય ન્યુજ ઝઘડીયાના એક વેપારી સાથે સોલાર સીસ્ટમ બેસાડવાની  જાહેરાત આપીને  છેતરપિંડી કરવામાં આવતા તેણે પોલીસમાં સુરતના ત્રણ ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી. પ્રાપ્ત વિગતો  મુજબ ઝઘડીયાનાં વેપાર કરતા રહીશ પરેશભાઇ વિઠ્ઠલભાઈ પ્રજાપતિને પોતાના ઘેર સોલાર સીસ્ટમ બેસાડવાની જરુર પડતા  તેમણે તે માટે ઓનલાઇન તપાસ કરતા ફેસબુક પર અર્થવ ગ્રુપના નામે મુકેલ એક  […]

Gujarat
IMG 20210409 WA0013 ઝઘડીયાના રહીશ સાથે સોલાર સીસ્ટમની જાહેરાતના નામે  છેતરપિંડી
@પ્રકાશ ચોહાણ, મંતવ્ય ન્યુજ
ઝઘડીયાના એક વેપારી સાથે સોલાર સીસ્ટમ બેસાડવાની  જાહેરાત આપીને  છેતરપિંડી કરવામાં આવતા તેણે પોલીસમાં સુરતના ત્રણ ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી.
પ્રાપ્ત વિગતો  મુજબ ઝઘડીયાનાં વેપાર કરતા રહીશ પરેશભાઇ વિઠ્ઠલભાઈ પ્રજાપતિને પોતાના ઘેર સોલાર સીસ્ટમ બેસાડવાની જરુર પડતા  તેમણે તે માટે ઓનલાઇન તપાસ કરતા ફેસબુક પર અર્થવ ગ્રુપના નામે મુકેલ એક  જાહેરાત જોઇ. તેમાં જણાવેલ મોબાઇલ નંબર પર સંપર્ક કરતા સામેથી ભરતભાઇ પટેલ તરીકે ઓળખાણ આપવામાં આવી હતી. ત્યારબાદ સ્થળ વિઝિટ કરીને પરેશભાઇના પત્નીના નામના ડોક્યુમેન્ટ્સ  માંગ્યા હતા. પછી અર્થવ ગ્રુપના મિકેનિક વિભાગમાંથી રાકેશભાઇ પટેલ નામનો ઇસમ આવ્યો હતો.તેમજ ધર્મીન રમેશ ડોભરીયા નામના ઇસમે પોતે અર્થવ ગ્રુપનો પ્રોપાઇટર હોવાની ઓળખ આપી હતી. બાદમાં અર્થવ ગ્રુપનો બેન્ક એકાઉન્ટ નંબર પરેશભાઇને આપીને ચેક મારફતે રુ.૨૩૦૦૦/ ની રકમ પડાવી લીધી હતી. ઉપરાંત અન્ય લોકો પાસેથી પણ રુ.૨૯૭૫૦૦/ મળીને કુલ રુ.૩.૨૦૫૦૦/ જેટલી રકમ  લીધી હતી.
રુપિયાની ચુકવણી કરી દીધા પછી પણ  સોલાર સીસ્ટમ નહિ મળતા પોતાની સથે છેતરપિંડી થઇ હોવા ની ખાતરી થતાં પરેશભાઇ વિઠ્ઠલભાઈ પ્રજાપતિ રહે. ઝઘડીયા, જિ.ભરૂચ નાએ આ ત્રણ ઇસમો  ભરતભાઇ પટેલ રહે. સચીન સુરત,રાકેશભાઇ સુરેશભાઇ પટેલ રહે. સચીન સુરત અને ધર્મીન રમેશ ડોભરીયા રહે. સચીન સુરત વિરુધ્ધ ઝઘડીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ નાં આધારે  ત્રણ ઈસમો માંથી એક ઈસમ રાકેશભાઈ સુરેશભાઈ  પટેલ ઉ.વષઁથી 23ની ધરપકડ કરી કાયદેસર ની કાયૅવાહી કરવામાં આવી બીજા બે ઈસમો ને પકડવાના ચકચારો ગતિમાન કયાં..