લવ સ્ટોરી/ ફેસબુક પર મિત્રતા, બાંગ્લાદેશમાં લગ્ન, અને પછી ગેરકાયદેસર સરહદ પાર કરતા નવદંપતિની ધરપકડ

પહેલા ફેસબુક પર કરી મિત્રતા અને પાછી સરહદ પાર કરી લગ્ન કર્યા અને પછી આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને પરત આવતા BSF દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. આવો જોઈએ વિગતવાર આ નવદંપતીની કહાની

India
rathyatra 2 11 ફેસબુક પર મિત્રતા, બાંગ્લાદેશમાં લગ્ન, અને પછી ગેરકાયદેસર સરહદ પાર કરતા નવદંપતિની ધરપકડ

આ પ્રેમી યુગલ અને નવ દંપતીની કહાની ફિલ્મ રેફ્યુજીને થોડા ઘાને અંશે મળતી આવે છે. પહેલા ફેસબુક પર કરી મિત્રતા અને પાછી સરહદ પાર કરી લગ્ન કર્યા અને પછી આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને પરત આવતા BSF દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. આવો જોઈએ વિગતવાર આ નવદંપતીની કહાની

કલક્ત્તાના નાદિયા જિલ્લાના સીમા વિસ્તારમાંથી બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) દ્વારા એક ભારતીય યુવક અને એક બાંગ્લાદેશી યુવતીને પકડવામાં આવ્યા છે. આ યુગલે બાંગ્લાદેશમાં લગ્ન કર્યા હતા. યુવકે લગ્ન કર્યા બાદ આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને ગેરકાયદેસર રીતે પરત ફરી રહ્યો હતો. આ બંનેની ધરપકડ થયા બાદ ફેસબુક દ્વારા તેમની મિત્રતાની એક રસિક વાર્તા પ્રેમમાં ફેરવાઈ અને લગ્ન સુધી પહોંચેલી વાત પ્રકાશમાં આવી છે. યુવકનું નામ જયકાન્તોચંદ્ર રાય (24) અને યુવતીનું નામ પરિણીતી (18) છે. જયકાંતો નડિયા જિલ્લાના બલાવપુર ગામનો છે જ્યારે પરિણીતી બાંગ્લાદેશના નરેલ જિલ્લાની છે.

rathyatra 2 12 ફેસબુક પર મિત્રતા, બાંગ્લાદેશમાં લગ્ન, અને પછી ગેરકાયદેસર સરહદ પાર કરતા નવદંપતિની ધરપકડ

બીએસએફના સાઉથ બંગાળ ફ્રન્ટીયરના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, બંનેને બીએસએફની કોર  મી કોર્પ્સ બોર્ડર પોસ્ટ મધુપુરના વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશથી ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ કરતી વખતે પકડવામાં આવ્યા હતા. બીએસએફના જણાવ્યા અનુસાર પૂછપરછ દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે તે પતિ-પત્ની છે. તેઓ ફેસબુક દ્વારા મિત્ર બન્યા હતા. પાછળથી, આ મિત્રતા પ્રેમમાં ફેરવાઈ અને છેવટે લગ્નમાં પરિણમી.

પરિણીતીના પ્રેમના દિવાના હોવાથી, જયકાન્તો બાંગ્લાદેશ જઇને તેની સાથે લગ્ન કરવાનું નક્કી કરે છે. ત્યારબાદ, અપ્પુ નામના દલાલની મદદથી, જયકાન્તો ગેરકાયદેસર રીતે સરહદ પાર કરીને 8 માર્ચે બાંગ્લાદેશ પહોંચ્યો હતો. ત્યાં તેણે 10 માર્ચે પરિણીતી સાથે લગ્ન કર્યા. 25 જૂન સુધી તે બાંગ્લાદેશમાં પરિણીતીના ઘરે રોકાયો હતો. જ્યારે તે પકડાઈ ગયો ત્યારે તે પરિણીતી સાથે ભારત પાછો પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. તે જ સમયે, પરિણીતીએ જણાવ્યું કે તેણે રાજુ મંડળ નામના બાંગ્લાદેશી દલાલને સરહદ પાર કરવા માટે 10 હજાર બાંગ્લાદેશી ટકા આપ્યા હતા.

rathyatra 2 13 ફેસબુક પર મિત્રતા, બાંગ્લાદેશમાં લગ્ન, અને પછી ગેરકાયદેસર સરહદ પાર કરતા નવદંપતિની ધરપકડ

લવ સ્ટોરી કેસની પુષ્ટિ

અહીં, 82 મી કોર્પ્સ બીએસએફના કમાન્ડિંગ ઓફિસર સંજય પ્રસાદસિંહે જણાવ્યું હતું કે, ધરપકડ કરાયેલા યુવક સાથે બીએસએફની ગુપ્તચર શાખા દ્વારા સઘન પૂછપરછ કર્યા બાદ પ્રેમ પ્રકરણનો મામલો સામે આવ્યો હતો. બીએસએફએ આગળની કાયદેસરની કાર્યવાહી માટે બંનેને ભીમપુર પોલીસ સ્ટેશન હવાલે કર્યા છે.