Not Set/ 1 ડિસેમ્બરથી SBI Credit Card દ્વારા EMI પર ખરીદી કરતી વખતે ગ્રાહકો ખાસ ધ્યાન રાખે

SBI દ્વારા પોતાના ગ્રાહકોને ઈમેઈલ મોકલીને જણાવાઈ મહત્વની વાત, 01 ડિસેમ્બરથી લાગુ પડી રહ્યો છે નવો નિયમ

Business
Untitled 187 1 ડિસેમ્બરથી SBI Credit Card દ્વારા EMI પર ખરીદી કરતી વખતે ગ્રાહકો ખાસ ધ્યાન રાખે

શું  તમે પણ SBI ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા  છો ? તો  એક મહત્વના  સમાચાર આવી રહ્યા છે .  જે અંતર્ગત  બેન્ક હવે 1 ડિસેમ્બરથી EMI ટ્રાન્ઝેક્શન પર વધારાનો ચાર્જ લેવા જઈ રહી છે.પોતાના તમામ ગ્રાહકોને મોકલવામાં આવેલા એક ઈમેઈમાં EMI પર થતી ખરીદી અંગે એક મહત્વની વાત  જણાવી છે . આ ઈમેઈલમાં માહિતી અપાઈ છે કે 01 ડિસેમ્બર 2021થી ક્રેડિટ કાર્ડ દ્વારા EMI પર જે પણ ખરીદી કરાશે તેના માટે 99 રુપિયા પ્રોસેસિંગ ફી તરીકે વસૂલવામાં આવશે. ઝીરો ટકા વ્યાજ અને પ્રોસેસિંગ ફી જેવી જાહેરાતો દ્વારા આજકાલ મોબાઈલ ફોન તો ઠીક, પરંતુ બ્રાન્ડેડ કપડાં વેચવાનું વલણ પણ વધ્યું છે. તેવામાં SBI દ્વારા આ મહત્વનો નિર્ણય લેવાયો છે. આગામી દિવસોમાં અન્ય બેન્કો પણ આવી કોઈ જાહેરાત કરે તો નવાઈ નહીં રહે .

આ પણ વાંચો :ત્રિપુરા / આવાસ યોજનાના લાભાર્થીઓને મળી PMની ભેટ, બેંક ખાતામાં 700 કરોડ ટ્રાન્સફર કરાયા

એસબીઆઈના ક્રેડિટ કાર્ડથી કોઈપણ સ્ટોર, ઈ-કોમર્સ વેબસાઈટ કે પછી એપ પર ઈએમઆઈથી ખરીદવામાં આવશે તો તેના માટે આ ચાર્જ ચૂકવવો પડશે. ઉલ્લેખનીય છે કે, આજકાલ પાંચ હજાર રુપિયાથી ઓછી કિંમત ધરાવતી વસ્તુઓ પણ EMI પર ખરીદવાનો ટ્રેન્ડ લોકોમાં વધી રહ્યો છે ત્યારે એસબીઆઈ દ્વારા કરાયેલી આ જાહેરાતથી હવે ગ્રાહક EMI પર ખરીદી કરતા પહેલા વિચાર કરશે. આ ઉપરાંત, કેટલીક ઈ-કોમર્સ વેબસાઈટ દ્વારા બાય નાઉ પે લેટર જેવા વિકલ્પ પણ અપાય છે, પરંતુ હવે તે પણ SBIનું ક્રેડિટ કાર્ડ ધરાવતા યુઝર માટે મોંઘું થઈ જશે.

આ પણ વાંચો ;શ્રદ્ધાંજલિ / માયાવતીને મળવા તેમના ઘરે પહોંચ્યા પ્રિયંકા ગાંધી, માતાના નિધન પર વ્યક્ત કર્યો શોક

SBI સૌથી વધુ ક્રેડિટ કાર્ડ હોલ્ડર્સ ધરાવતી ટોચની બેન્કોમાંની એક છે.  તેના ક્રેડિટ કાર્ડ ધારકોની સંખ્યા 1 કરોડ 20 લાખથી વધારે છે. SBI કાર્ડ્સના જણાવ્યા અનુસાર,EMI ટ્રાન્ઝેક્શન જો રદ થશે તો પ્રોસેસિંગ ફી પરત કરવામાં આવશે.

આ પણ વાંચો ;કાર્યક્રમ /  આત્મનિર્ભર ગુજરાતના સંકલ્પ થકી આત્મનિર્ભર ભારતની નેમ પૂર્ણ કરી શકાશેઃ મુખ્યમંત્રી